હું ડીસ્ટ્રીકનો ટેક્સ કમિશ્નર થયો
કન્ટ્રોલ બોર્ડના મેમ્બર્સ પાંચ, શહેરના અગ્રગણ્ય નાગરિકો, અને પોતાના ક્ષેત્રમાં ખ્યાતનામ, શક્તિશાળી માણસો હતા. આમાં જેવા તેવાનું કામ નહોતું. એમને તો બેરીની સામે ઝઝૂમવાનું હતું. એમને ખબર હતી કે બેરીના હાથમાંથી એની બધી સત્તાઓ ઝુંટવાઈ ગઈ છે તે એને માન્ય નથી. એ તો લડવાનો છે. કન્ટ્રોલ બોર્ડના મેમ્બર્સ તો વોલન્ટીયર તરીકે પોતાની સેવા આપતા હતા. દેશભક્તિ અને પોતાની નાગરિક ફરજ સમજીને એમણે આ કપરું કામ હાથમાં લીધું હતું. પણ એમને પોતાના કામ ધંધા હતા. એમાંથી સમય ફાળવીને કંટ્રોલ બોર્ડમાં પોતાની ફરજ બજાવવાની હતી. શહેરના ત્યારના બારેક બિલીયન ડોલરના બજેટની રોજબરોજની નાણાંકીય વ્યવસ્થા કરવા માટે ન’તો તેમની પાસે ટાઈમ કે ન’તો સ્ટાફ. એ રોજબરોજનું કામ કરવા માટે કન્ટ્રોલ બોર્ડના હાથ નીચે કોંગ્રેસે એક નવો હોદ્દો સ્થાપ્યો–ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર–સીએફઓ–નો.
I never ever had any idea in my wildest dream that I R S can have piles of Tex papers unorganized in the office! નટવરભાઈ ગાંધીનાં જીવનના અંતર્ગત અનુભવો વાંચવાથી કંઈક નવું જાણ્યાની અનુભૂતિ થાય છે ! Waiting for the next chapter..
LikeLike
નટવરભાઈ ગાંધીનાં જીવનના અંતર્ગત અનુભવો વાંચવાથી કંઈક નવું જાણ્યાની અનુભૂતિ થાય છે !
LikeLike