ચિંતન (સંકલન-પી. કે. દાવડા)


ચિંતન

જીજ્ઞાસામાંથી ચિંતન પ્રગટે છે. ચિંતન જ્ઞાન તરફ દોરી જાય છે. જ્ઞાન પ્રાપ્તિ સાક્ષાત્કાર કરાવે છે. આમ કોઈપણ વાતમાં સાક્ષાત્કાર સુધી પહોંચવા જીજ્ઞાસા હોવી જરૂરી છે.

જીજ્ઞાસા જ્યારે તીવ્ર થઈ જાય છે ત્યારે સાધનાની શરૂઆત થઈ જાય છે. વ્યક્તિ જાતે જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગ શોધે છે. જેમ જેમ શોધની દિશામાં પ્રગતિ થાય છે તેમ તેમ સાધનામાં શ્રધ્ધા વધતી જાય છે, અને અંતે સાક્ષાત્કારના આનંદની અનુભૂતિ થાય છે.

આખી પ્રક્રીયામાં પહેલું પગથિયું એટલે જીજ્ઞાસા ખૂબ અગત્યનું પગથિયું છે. કંઈક ભૌતિક સિધ્ધ કરવાની જીજ્ઞાસા છે કે કંઈક આધ્યાત્મિક વાતની સચ્ચાઈ સુધી પહોંચવાની જીજ્ઞાસા છે. ભૌતિક જીજ્ઞાસા સંતોષાય ત્યાર બાદ તમે સામાન્ય જીવન જીવતી સામાન્ય વ્યક્તિ બની રહો છો, પણ આધ્યાત્મિક જીજ્ઞાસામાં ક્યારેક એવી પળ આવે છે કે પછી તમને સામાન્ય વાતોમાંથી રસ ઓછો થઈ જાય છે. તમે રસોઈ રાંધવાની તપેલી જેવા થઈ જાવ છો, જેમાં બધું રંધાય તો છે પણ એના સ્વાદની તપેલીને ખબર પડતી નથી. અલબત તપેલીમાં રાંધેલો ખોરાક ચાખનાર અન્ય સામાન્ય લોકોને સ્વાદ સમજાય છે, પણ તમે અનુભૂતિથી દૂર નીકળી ચુક્યા હો છો.

ભૌતિક જીજ્ઞાસા ગ્રહસ્થોની જીજ્ઞાસા છે, જ્યારે આધ્યાત્મિક જીજ્ઞાસા સાધુ કે ઋષિઓની જીજ્ઞાસા છે. ભૌતિક જીજ્ઞાસુ દરેક ભૌતિક વસ્તુને અલગ અલગ સ્વરૂપમાં જોઈ અને સમજી શકે છે. તત્વજ્ઞાની બધી વસ્તુઓમાં માત્ર બ્રહ્મના દર્શન કરે છે.

ગ્રહસ્થો અસંખ્ય તત્વોનો ક્રમે ક્રમે અનુભવ કરે છે પણ એનું સમગ્ર સ્વરૂપ કલ્પી શકતા નથી. એમની સત્યની અનુભુતિ પણ ટુકડામાં હોય છે, કદી સમગ્ર સત્ય સુધી પહોંચી શકતા નથી, કારણ કે ત્યાં સુધી પહોંચવાની એમની જીજ્ઞાસા નથી.

એમની જ્ઞાન માર્ગની પ્રગતી ક્યારેક ભક્તિ માર્ગમાં વળી જાય છે, પણ સંપૂર્ણ સત્ય સુધી પહોંચી શકતા નથી. લોકો કદાચ એવા નિર્ણય ઉપર પહોંચે છે કે જીવનને લાત મારીને સત્યના દર્શન નહિ થાય.

મેં હંમેશા મારી જીજ્ઞાસાની ઉપર લગામ લગાડી છે. જે કષ્ટસાધ્ય લાગ્યું તેમાં આગળ વધવાને બદલે મેં બીજા વિચારમાં જીજ્ઞાસાના શ્રોતને વાળી દીધા છે. રીતે હું ઘણી બધી વાતોની થોડી થોડી જાણકારી રાખું છું પણ કોઈપણ વાતની ઘણી જાણકારી પ્રાપ્ત કરી શક્યો નથી.

સંકલન-પી. કે. દાવડા

4 thoughts on “ચિંતન (સંકલન-પી. કે. દાવડા)

  1. પોતાની જાતને સર્વે લાગણીઓથી અલિપ્ત કરીને કોઇ અેક ઘૂનમાં સમાઇ જઇને વિશ્વના ભલાનું વિચારવું તે ચિંતન. તમે લખેલો મર્મ ખૂબ ગમ્યો. આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  2. ‘મેં હંમેશા મારી જીજ્ઞાસાની ઉપર લગામ લગાડી છે. જે કષ્ટસાધ્ય લાગ્યું તેમાં આગળ વધવાને બદલે મેં બીજા વિચારમાં જીજ્ઞાસાના શ્રોતને વાળી દીધા છે. આ રીતે હું ઘણી બધી વાતોની થોડી થોડી જાણકારી રાખું છું પણ કોઈપણ વાતની ઘણી જાણકારી પ્રાપ્ત કરી શક્યો નથી.’
    મા દાવડાજીએ ચિંતનમા ખૂબ સુંદર વાત કરી.
    હું કોણ છું? હું આ શરીર જ છું, કે તેનાથી પરે કઈક છું? અથાતો બ્રહ્મ જીજ્ઞાસા. આ જીજ્ઞાસા કરવી જોઈએ. તો સાંપ્રતસમયે કોઈ જ્ઞાન વગર, કોઈ જીજ્ઞાસા વગર દરેક વ્યક્તિ ભગવાન છે તેટલું ચાલી રહ્યું છે ત્યારે આ ચિંતન આધ્યાત્મ વિષે સરળ સચોટ માર્ગદર્શન કરે છે

    Like

  3. સરસ લખાણ.
    “જીજ્ઞાસુ અર્જુન ગીતાનો જ્ઞાન પ્યાસમાં વિચરે,
    દ્રોણાચાર્ય હું બની ફરું ગત કર્મોના સંસ્કારે” ‘ભગવત ગીતાના પાત્રો’ કાવ્યમાંથી. સરયૂ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s