કૈ કૈ અને મંથરા રામાયણના બે સકારાત્મક પાત્રો (પી. કે. દાવડા)


કૈ કૈ અને મંથરા રામાયણના બે સકારાત્મક પાત્રો

મોટાભાગના લોકો કૈ કૈ અને મંથરાને રામયણના વિલનના રૂપમાં જૂએ છે. હકીકત એનાથી વિપરીત છે.

મંથરાને રામ ખૂબ ગમતા હતા, એને તો મનમાં રામની પત્ની થવાની ઇચ્છા થતી હતી. રામ આ જાણતા હતા. એમણે મંથરાને વચન આપેલું કે આ જન્મમાં હું મર્યાદા પુરૂષોત્તમ છું, એટલે માત્ર સીતા જ એકમાત્ર મારી પત્ની રહેશે. આવતા જનમમાં પણ તું દાસી હોઈશ, ત્યારે હું તારો સ્વીકાર કરીશ. કૄષ્ણ અવતારમાં મંથરા કંસની દાસી કુબજા બની હતી, ત્યારે કૃષ્ણે એનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો.

કૈ કૈ જાણતી હતી કે રામ એ વિષ્ણુનો અવતાર છે અને ધરતી ઉપર અમુક કાર્ય કરવા આવ્યા છે. દશરથ કે કૌશલ્યા આ જાણતા ન હોવાથી, રામને એ અયોધ્યાના રાજકાજમાં ઉલ્જાવી રાખત, અને રામને પોતાનું કાર્ય કરવામાં મોડું થાત. યુવાન રામ પહેલા પોતાનું નિર્ધારિત કાર્ય પુરૂં કરી અને પછી અયોધ્યાની ગાદી સંભાળે તો સારૂં એવી શુભ ભાવનાથી પ્રેરાઈને કૈ કૈ એ પોતાને મળેલા બે અમૂલ્ય વચન વેડફી દીધા અને બદનામી વહોરી લીધી. મંથરાને પણ લાગ્યું કે રામના આ અવતારનું કામ પુરૂં થાય તો બીજા અવતારમાં એ એમની પત્ની બની શકે.

આમ આ બન્ને સ્ત્રીઓની ભાવના સાત્વિક હતી. એક સારા કામ માટે એમણે બદનામી વહોરી લીધી.

-પી. કે. દાવડા

3 thoughts on “કૈ કૈ અને મંથરા રામાયણના બે સકારાત્મક પાત્રો (પી. કે. દાવડા)

 1. દરેક વાચક, ચિંતક, સીઘો સાદો વાચક, અેનાલીસીસ કરનારો વાચક, રીસર્ચ માઇન્ડેડ વાચક, નવા નવા રસ્તા શોઘનારો વાચક, મહાભારત અને રામાયણને જોડીને પોતાના મનને સંતોષ આપનારો વાચક, વાચીને પોતાના ઇન્ટરપ્રિટેશન કરનારો વાચક….આ બઘા પોતાની રીતે મૂલવે……
  તે સૌને તેમની મુલ્યાંકન પઘ્ઘતિ મુબારક. બીચારો કથાકારોને સાંભળીને માની લેતો શ્રઘ્ઘાળુ શ્રવણ કરનારો વગર વિચારે સવાલ કરવા વિના માની લઇને ભક્ત બન્યાનો સંતોષ માની લઇને સંસારના ચક્રોમાંથી મુક્તિ પામ્યાનો સંતોષ માને તે તેને મુબારક.
  પોતાની હાલની જીંદગીને આ કેરેક્ટરો સાથે સરખાવીને આનંદ પામીને સંતોષ પામનારને અભિનંદન.
  અમૃત હઝારી.

  Like

 2. કૈકઇ અને મંથરા અંગે સકારાત્મક વિચાર કવિ કાગ આ વાત આ રીતે કહે છે .
  રામ જગાડે છે .
  રામઃ મંથરા કોનુ ધ્યાન ધરેસ?
  મ્ંથરાઃ હજુર આપન ધ્યાન ધરુ છુ!!
  રામ્ઃ મ્ંથરા તારા હ્ર્દય માં એવુ છે ને કે હુ એવા પુરુષ ની ચુડલી પેહરુ કે જે કદી નંદવાય નહી,મારી ચુડ્લી પેહરવા માટે ધ્યાનસ્ત થઇ તી ને.!!!!!!
  મંથરાઃ હા,મહારાજ ખોટુ નહી બોલુ!!પણ જગદંબા જાનકી આજે રૂડી લાગે છે એના હાથ માં ચુડીયુ પણ રૂડી લાગે છે એ જોઇને મને એમ થાય છે આવા પુરુષ ની ચુડલી હુ ન પહેરી શકુ?
  રામ્ઃ મંથરા ઇ ચુડી પેહરી શકાય પણ તારે મારુ કામ કરવાનુ છે.મે જે અવતાર લીધો છે એમાં તુ ઉપયોગી બન તો આ અવતાર માં તો ન પહેરાવી શકુ પણ આવતા અવતાર માં ક્રુષ્ણ તરીકે અવતરવાનો છુ .મ્ંથુરા ની જેલ માં જન્મવાનો છુ અને કંસ ની દાસી તરીકે કુગજા તરીકે હોઇશ ત્યારે તને ચુડલી પેહરાવીસ .
  મંથરાઃ પ્રભુ કામ શુ?
  રામ્ઃ કાલે મને રાજ મળવાનુ છે પણ મને વન મળે એવુ કાઇ ક કરી દે.તુ બુધ્ધીશાળી છે અને તુ જ આ રસ્તો કાઢી શકે છે.ભગવાન રામ ના કહેવાથી મંથરા એ કૈકય ને ચડાવી હતી .મંથરા કોઇ પાપી ,અપવિત્ર ,કપટી ન હ્તી.
  ………કૈકેયી
  દશરથ રાજાએ રામના યુવરાજ પદની ઘોષણા કરી એટલે ઈંદ્રાદિ દેવો મુંઝાયા. જો રામ અયોધ્યાના રાજા થઈ જશે તો તેઓ રાજકાજમાં વ્યસ્ત થઈ જશે. જો આમ થશે તો રાવણના ત્રાસમાંથી આપણને છોડાવશે કોણ? એટલે કંઈક તો કરવું પડશે.કૈકેયી આમ તો સારી છે. એટલે તેને પૂર્ણ રીતે વાંકમાં લેવાની જરુર નથી. તો શું કરીશું? મંથરા જે કૈકેયીની દાસી છે તેને પટમાં લાવો. બલિની બકરી તેને બનાવો. આ કૈકેયી તો બહુ જ સારી હતી. એટલે તો દશરથ રાજાને ગમતી હતી. પણ દૈવી શક્તિઓ સામે કૈકેયી બીચારી શું કરે?
  ब‌िपत‌ि हमारी ब‌िलोक‌ि बड़‌ि मातु करिअ सोइ आजु।
  रामु जाह‌िं बन राजु तज‌ि होइ सकल सुरकाजु।। મંથરાની જીભેથી દેવી સરસ્વતી બોલી રહી હતી. એટલા માટે મંથરાની વાતો કૈકેયીની બુદ્ધિ ભ્રમિત કરવા માટે પર્યાપ્ત હતો. કૈકેયીએ પોતાને કોપ ભવનમાં બંદ કરી લે છે. રાજા દશરથ જ્યારે કૈકેયીને મનાવવા પહોંચે છે ત્યારે કૈકેયી દશરથ પાસે પોતાના વચનો માગે છે જેમાં ભરતને અયોધ્યાનો રાજા બનવાનું અને બીજું રામને 14 વર્ષના વનવાસનું વચન માગે છે. આ પ્રકારે રામે વનવાસ જવું પડ્યું હતું.
  ‘होइहि सोइ जो राम रचि राखा।’ અર્થાત્ ભગવાન રામની ઈચ્છા વગર કઈ જ થતું નથી. ભગવાન રામે સ્વયં પોતાની લીલાને પૂરી કરવા માટે વનમાં જવા માગતા હતા કારણ કે વનમાં તેમને હનુમાન સાથે મળવું હતું. શબરીનો ઉદ્ધાર કરવો હતો. ધરતી ઉપર ધર્મ અને મર્યાદાની શીખ આપવી હતી. એટલા માટે જન્મ પહેલાં જ રામ આ બધુ નક્કી કરી ચૂક્યા હતા કે તેમને વનમાં જવાનું છે અને પૃથ્વી ઉપર પાપનો ભાર ઓછો કરવાનો છે.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s