વૃજભાષા (પી. કે. દાવડા)


વૃજભાષા

ઉત્તર ભારતમાં બોલાતી ભાષાઓમાં બાર ભાષાઓ મુખ્ય છે. અવધી, ભોજપુરી, મૈથલી, મગધી, છત્તીસગઢી, બધેલી, બુંદેલી, માલવી, કન્નોજી, બાંગરૂ, કૌરવી અને વ્રજભાષા. વ્રજભાષાનો પૂરતો પરિચય હોય તો ભાષામાં લખાયલું સાહિત્ય સમજવાનું અઘરૂં પડે. ઘણીવાર તો વ્રજભાષાનો એક શબ્દ સમજવવા એક વાક્ય પણ ઓછું પડે, એટલું નહીં, એક એક શબ્દમાં એક એક પ્રસંગને વણી લેવામાં આવે. કોમપ્યુટરની ભાષામાં કહું તો Zip file જેવી ભાષા છે.

થોડા દિવસ પહેલા કવિ શ્રી મુકેશ જોશીના એક કાર્યક્રમમાં એમના મુખે સંત સૂરદાસના પદોની સમજૂતિ સાંભળી. મને પદો અને એની Zip file જેવી ભાષામાં રસ પડી ગયો. જે થોડો ઘણો અભ્યાસ કર્યો, એનો ઉપયોગ કરી, અહીં હું સંત સૂરદાસના થોડા પદ Unzip કરવાની કોશિશ કરું છું.

શરૂઆત એક સહેલાઈથી સમજાય એવા પદથી કરૂં છું.

ચરણ કમલ વંદી હરિ રાઈ,

જાકી કૃપા પંગુ ગિરિ લંગે આંધરકો સબ કછુ દરસાઈ.

બહિરો સુને મૂક પુનિ બોલૈ રંક ચલે સિર છત્ર ધરાઈ,

સૂરદાસ સ્વામી મરૂણામય બારબાર બંદૌં તેહિ પાઈ.

પ્રથમ પંક્તિમાં સૂરદાસે હરિને રાજા કહીને સંબોધ્યા છે. કહે છે હે રાજા હરિના ચરણ કમળમાં વંદન કરૂં છું. પછી હરિના ગુણગાન ગાતાં કહે છે, “જેની કૃપાથી લંગડો પર્વતને લાંગી જાય છે, આંધળાને બધું દેખાય છે, બહેરાને બધું સંભળાય છે, મૂંગો ફરી બોલે છે અને ગરીબ માણસના મસ્તક ઉપર છત્ર ધરવામાં આવે છે ( શ્રીમંત થઈ જાય છે). એવા સૂરદાસના કરૂણામય સ્વામીના ચરણમાં વારંવાર વંદન કરૂં છું.”

સૂરદાસે પ્રત્યેક પદમાં ભાવવિભોર થઈ શ્રીકૃષ્ણના ગુણગાન ગાયા છે.

હવે એનાથી જરા અઘરૂં પદ જોઈએ

મુખહિં બજાવત બેનુ ધનિ યહ વૃન્દાવનકી રેનુ,

નંદકિશોર ચરાવત ગૈયાં મુખહી બજાવત બેનુ.

મનમોહનકો ધ્યાન ધરૈ નિય અતિ સુખ પાવત ચૈન,

ચલત કહાં મન બસ પુરાતન જહાં કછુ લેન ને દેનુ.

ઈહાં રહહુ જહાં જૂઠન પાવહુ બ્રજબાસિની કે એનુ,

સૂરદાસ યહાંકી સરવરિ નહિ કલ્પબ્રુચ્છ સુરધેનુ.

સુરદાસ પદમાં કહે છે, “વૃંદાવનની માટીને ધન્ય છે જ્યાં નંદકિશોર ગાયો ચરાવે છે અને મુખથી વાંસળી વગાડે છે. જ્યાં જીવ, મનમોહનનું ધ્યાન ધરીને અતિ સુખ અને શાંતિ પામે છે. છોડીને અરે મન તું જ્યાં કોઈ જૂની લેવ-દેવ નથી ત્યાં ક્યાં ભટકે છે? અહીં રહે જ્યાં વૃજવાસીઓની એંઠમાંથી જે મળે ગ્રહણ કરવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. સૂરદાસ કહે છે કે વૃજભૂમિની બરોબરી કલ્પવૃક્ષ કે કામધેનું પણ નથી કરી શકતી.”

જ્યાં શ્રીકૃષ્ણ થોડા વરસ માટે રહેલા ભૂમિ પ્રત્યે સૂરદાસનો લગાવ પદમાં જોઈ શકાય છે.

હવે પછીનું ખરેખર Zip File જેવો છે.

જબ દધિમથની ટેકી અરૈ,

આરિ કરત મટુકી ગહિ મોહન, વાસુકિ શંભુ ડરૈ.

મંદર ડરતમ સિંધુ પુનિ કાંપત, કિરિ જનિ મથન કરૈ,

પ્રલય હોઈ જની ગહૌં મથાઅની, પ્રભુ મરજાદ ટરૈ.

સુર અરૂ અસુર ઠાઢૈ સબ ચિતવતમ નૈનનિ નીર ઢરૈ,

સૂરદાસ મન મુગ્ધ જશોદા, મુખ દધિબિંદુ પરૈ.

એકવાર જ્યારે જશોદામાએ દહીંમંથનની તૈયારી કરી ત્યારે બાલકનૈયાએ વલોણું કરવાની જીદ કરી અને રવૈયો અને માટલું પકડી લીધા. બસ થઈ રહ્યું, બ્રહ્માંડમાં સમાચાર ફેલાઈ ગયા. વાસુકી નાગને બિક લાગી કે ફરી સમુદ્ર મંથન કરશે કે શું? ફરી મને વલોણના નોતરા તરીકે વાપરશે? શંકર ભગવાન પણ ડરી ગયા, શું ફરી ઝેર પીવું પડશે? મંદાર પર્વતને બીક લાગી કે ફરી મારે વલોણું બનવું પડશે, અને સમુદ્ર તો કાંપવા લાગ્યો કે ફરી મને ઝંઝોડશે જો સમુદ્રમંથન કરશે તો. બધાને ફરી પ્રલય થવાની બીક લાગી, તો પ્રભુ દયા કરે તો ટળી શકે. દેવો અને અસુરો બધા ફરી સાગર મંથન કરવું પડશે એવી ચિંતામાં પડી આંસુ સારવા લાગ્યા, ત્યારે જશોદામા તો કનૈયાના મુખ ઉપર ગોરસના જે છાંટણાં ઉડેલા મુગ્ધ થઈને જોઈ રહી.

શું કમાલની કલ્પના કરી છે સૂરદાસે?

6 thoughts on “વૃજભાષા (પી. કે. દાવડા)

 1. મા શ્રી દાવડાજીએ કવિ શ્રી મુકેશ જોશીના કાર્યક્રમમાંથી પ્રેરણા લઇ સૂરદાસના પદની સમજૂતિથી આનંદ થયા.બહુ જાણીતી વાત છે કે કચ્છમાં કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે વ્રજભાષા પાઠશાળા નામે એક વિદ્યાસંકુલ ભુજમાં હતું તેમામ્થી કવિરાજ બનેલા કવિ દલપતરામ અને કવિ બ્રહ્માનંદ સ્વામી. મહાકવિ સૂરદાસજી વ્રજભાષા સાહિત્યનાં જન્મદાતા અને ઉધ્ધારક હતા.સમયનુસાર વ્રજભાષા કાવ્યભાષાના રૂપમાં વધુ પ્રતિષ્ઠિત થઈ. નાનપણમા રોજ સાંભળતા તે ભજન પડઘાય
  કિંધો સૂર કો સર લગ્યૌ, કિંધો સૂર કો પીર
  કિંધો સૂર કો પદ સૂન્ધૌ, તન, મન ઘૂનત શરીર
  શ્રી વલ્લભ સૌ મંત્ર લે, સાગર રચ્યો અપાર
  સૂરસિધ્ધ કવિનૈ કિયો, હરિ લીલા વિસ્તાર
  હ્રદય, કુચીલ ભૂ, તૃષ ના જલ કલિયલ હૈ પાત્ર
  ઐસે કુમતી જાટ સૂરજ કૌ પ્રભુ બિન કૌન પાત્ર
  હ્રદય, કુચીલ ભૂ, તૃષ ના જલ કલિયલ હૈ પાત્ર
  ઐસે કુમતી જાટ સૂરજ કૌ પ્રભુ બિન કૌન પાત્ર
  મેરે મન આનંદ ભયો, મૈં ગૌવર્ધન આયો
  હો તો તેરે ઘર કો ઢાઢી સૂરદાસ મેરો નાવ
  ત્યારે આવા ભજનમા અમારે મન અર્થનું મહત્વ ન હતું પણ જે રીતે ગવાતું તેના શ્રવણથી ભાવવિભોર થતા .
  આવા બીજા ભજનોનું રસદર્શન કરાવશોજી

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s