નિબંધ એ ગદ્યસાહિત્યમાં સૌથી વધારે ખેડાયલો પ્રકાર છે. સમાચાર, પ્રવાસવર્ણન, વાર્તા, નવલકથા, આત્મકથા વગેરે સાહિત્યના પ્રકારોના સીમાડા સંકુચિત છે, જ્યારે નિબંધના સીમાડા અતિ વિશાળ છે. આનો અર્થ એવો નથી કે આપણે ફાવે તે લખીયે તેને નિબંધ કહેવાય. નિબંધ એટલે સુંદર વિચારો, સુંદર અનુભવો, સુંદર વર્ણન અને સુંદર ઉપસંહાર. નિબંધ એટલે તમારા મંતવ્યો, તમારી લાગણીઓ અને એમાંથી તારવેલા કલ્યાણકારી ઉપસંહાર.
સુંદર નિબંધ લખવાની ક્ષમતા એટલે વિચારોની કુશળતા સાથે લેખનકળાનો સુભગ સમન્વય. નિબંધમાં પૂર્વગ્રહ માટે કોઈ અવકાશ નથી. નિબંધ બંધીયાર તળાવ જેવું ન હોતાં, ખળખળ વહેતી નદી જેવું પ્રવાહી સાહિત્ય છે. સ્પષ્ટ અભિવ્યક્તિ એ નિબંધનું આવશ્યક અંગ છે. તર્કસંગત દલીલોને અવકાશ છે, પણ અસંગત શબ્દોને મારી-મચડીને ન બેસાડી શકાય.
લેખન ક્ષેત્રમાં શરૂઆત કરનારાઓ માટે નિબંધમાં એક જ વિષય હોય એ ઈચ્છવા યોગ્ય છે, કારણ કે એમાં સંગઠીત વિચારોથી એક નિશ્ચિત હેતુ તરફ આગળ વધી, અંતે માર્ગમાં અટવાયા વગર ધારેલા અંત સુધી પહોંચી શકાય છે. જો તમારી વાત સારી રીતે કહી શક્યા હો તો અંતમાં થોડો ઉપસંહાર પણ યોગ્ય ગણાય.
બહુ અઘરા શબ્દો, લાંબાલચક વાક્યો અને મોગમ અને ગર્ભિત ઇશારા, નિબંધને લોગભોગ્ય બનાવવામાં બાધારૂપ થાય છે. તમે તમારી વાતને ટુંકમાં પુરી સમજાવી શકતો હો, તો જાણીજોઈને લેખનો લાંબો કરવાની જરૂર નથી. ઘણીવાર ટુંકમાં કહેવાયલી વાતો પણ અસરકારક નીવડે છે. નિબંધના મૂળ વિષયથી ખૂબ દૂર નીકળી જવાથી નિબંધ નબળો પડવાનો સંભવ છે. જો બીજી વાત, મૂળવાતને બળ આપતી હોય તો નિબંધમાં એને સામીલ કરી શકાય.
નિબંધનું શીર્ષક, નિબંધના વિષયને અનુરૂપ હોવું જરૂરી છે. સારૂં શીર્ષક ઘણીવાર અર્ધીવાત સમજાવી દે છે. નિબંધની શરૂઆત રસપ્રદ હોવી જરૂરી છે, એના માટે મુળ મુદ્દા ઉપર આવતાં પહેલાં થોડી પ્રાસ્તવિક વાત કરવી પડે, તો એ કરવામાં વાંધો નથી.
નિબંધમાં એકની એક વાત ફરી ફરી કહેવાથી નિબંધને બળ મળતું નથી. જો વાત ખૂબ જ અગત્યની હોય તો એનો ઉપસંહારમાં ફરી ઉલ્લેખ કરો, પણ ટુંકમાં.
નિબંધમાં અન્ય લેખકોના અવતરણો, કાવ્યપંક્તિ વગેરે ટાંકો તો એ કોનું સર્જન છે એ જણાવો. અવતરણો અને કાવ્યપંક્તિઓનો અતિરેક ન કરવો. તમારા વિષયને અનુરૂપ ન હોય, એવા અવતરણો તો ટાંકવા જ ન જોઈએ.
સારી લેખનકળા માટે સારૂં વ્યાકરણ, શુધ્ધ જોડણી, યથાર્થ વિશેષણો જરૂરી છે. વિરામ ચિન્હોનો કાળજીપૂર્વકનો ઉપયોગ પણ લેખનકળાના અંગો છે.
સારા નિબંધલેખક થવા માટે ખૂબ વાંચનની જરૂર છે. અવલોકનની શક્તિ એ નિબંધલેખકનું શક્તિશાળી શસ્ત્ર છે. એક જ લેખકના બે-ત્રણ નિબંધ વાંચો તો તમને એ લેખકની જીવનશૈલી, ચારિત્ર્ય વગેરેનો અણસાર મળી રહેશે.
અંતમા નિબંધ માટે વિષયની કોઇ પાબંધી નથી. માત્ર પૃથ્વી જ નહીં, બ્રહ્માંડમાંના કોઈપણ વિષય ઉપર તમે નિબંધ લખી શકો છો.
મા દાવડાજીએ નિંબધ અંગે સ રસ વાત કહી– આપણી અંદર રહેલા અસ્તવ્યસ્ત વિચારોને વ્યવસ્થિત કરીને ખુબ જ ટુંકમા પણ નહી અને અતિ વિસ્તારથી પણ નહી તેવી રીતે વ્યક્ત કરી અને જે તે વિષયને અનુરુપ રજુઆત કરતા શિખવવાનું ઉત્તમ માધ્યમ છે. આપણી શિક્ષણ પધ્ધતિમાં મૌલીકતા અને સર્જનાત્મકતાને થોડુ ઓછુ મહત્વ અપાતુ હોય એવો મારો અનુભવ છે. ખાસ કરીને નિબંધ લેખનની બાબતમા. લગભગ અમે નિબંધ પણ કોઈ મોટા જવાબની જેમ યાદ રાખતા અને આખેઆખો તેમનો તેમ છાપી મારતા. પછી સમજાયુ કે નિબંધ તો મૌલીક રીતે લખવાનો હોય. ઈત્તર વાંચન તથા થોડા સામાન્ય જ્ઞાન વગર એ થોડુ અઘરુ તો પડવાનુ પણ જેવુ આવડે તેવુ જાતે લખવાનુ પ્રોત્સાહન મળ્યુ હોય તો કદાચ લાંબે ગાળે એ ખુબ ફાયદાકારક રહેત. ધર્મશાસ્ત્રના વિદ્વાનો આ નિબંધ સાહિત્યને સ્મૃતિગ્રંથો જેટલું જ પ્રમાણ માને છે.જેવાકે પ્રધાન નિબંધ ગ્રંથો : દાયભાગ, કાલવિવેક, વ્યવહાર માતૃકા… ઇ.
નિબંધ એટલે શું? કોઈ સાહીત્યિક માર્ગદર્શન આપશો. ઘણી વાતો આપે સરળતાથી સમજાવી, શાળામાંથી નિબંધ નોટ લખે રાખીએ છીએ, પણ નિબંધનું ધારાધોરણ સમજ્યું નથી, વધુ જાણવું ગમશે.
નિબંધ ઉપર નિબંધ? પણ કેમ ? ( just kidding!) નિશાળમાં સાહેબ નિબંધ લખવા આપતાં; અમુક વિષય પર અમુક શબ્દોમાં નિબંધ લખવાનું બંધન રાખતાં! વળી પાછું , નિબંધ વાંચવાનીયે હરીફાઈ થાય ! એટલે એમાં વક્તૃત્વ સ્પર્ધા ભળે! Took me back to childhood days..
you took us to school days–thx for all tips
LikeLiked by 1 person
નિબંઘની સરસ વ્યાખ્યા. ગમી.
આભાર.
અમૃત હઝારી
LikeLiked by 1 person
આ લેખ તો ઈ-વિદ્યાલયને કામનો છે. વાપરું?
LikeLike
મા દાવડાજીએ નિંબધ અંગે સ રસ વાત કહી– આપણી અંદર રહેલા અસ્તવ્યસ્ત વિચારોને વ્યવસ્થિત કરીને ખુબ જ ટુંકમા પણ નહી અને અતિ વિસ્તારથી પણ નહી તેવી રીતે વ્યક્ત કરી અને જે તે વિષયને અનુરુપ રજુઆત કરતા શિખવવાનું ઉત્તમ માધ્યમ છે. આપણી શિક્ષણ પધ્ધતિમાં મૌલીકતા અને સર્જનાત્મકતાને થોડુ ઓછુ મહત્વ અપાતુ હોય એવો મારો અનુભવ છે. ખાસ કરીને નિબંધ લેખનની બાબતમા. લગભગ અમે નિબંધ પણ કોઈ મોટા જવાબની જેમ યાદ રાખતા અને આખેઆખો તેમનો તેમ છાપી મારતા. પછી સમજાયુ કે નિબંધ તો મૌલીક રીતે લખવાનો હોય. ઈત્તર વાંચન તથા થોડા સામાન્ય જ્ઞાન વગર એ થોડુ અઘરુ તો પડવાનુ પણ જેવુ આવડે તેવુ જાતે લખવાનુ પ્રોત્સાહન મળ્યુ હોય તો કદાચ લાંબે ગાળે એ ખુબ ફાયદાકારક રહેત. ધર્મશાસ્ત્રના વિદ્વાનો આ નિબંધ સાહિત્યને સ્મૃતિગ્રંથો જેટલું જ પ્રમાણ માને છે.જેવાકે પ્રધાન નિબંધ ગ્રંથો : દાયભાગ, કાલવિવેક, વ્યવહાર માતૃકા… ઇ.
LikeLike
નિબંધ એટલે શું? કોઈ સાહીત્યિક માર્ગદર્શન આપશો. ઘણી વાતો આપે સરળતાથી સમજાવી, શાળામાંથી નિબંધ નોટ લખે રાખીએ છીએ, પણ નિબંધનું ધારાધોરણ સમજ્યું નથી, વધુ જાણવું ગમશે.
Sent from my iPhone
>
LikeLiked by 1 person
નિબંધ ઉપર નિબંધ? પણ કેમ ? ( just kidding!) નિશાળમાં સાહેબ નિબંધ લખવા આપતાં; અમુક વિષય પર અમુક શબ્દોમાં નિબંધ લખવાનું બંધન રાખતાં! વળી પાછું , નિબંધ વાંચવાનીયે હરીફાઈ થાય ! એટલે એમાં વક્તૃત્વ સ્પર્ધા ભળે! Took me back to childhood days..
LikeLike
बहुज सादी भाषामां नीबंध वीशे दावडा साहेबे टुंकाणमां खुब समजावेल छे.
आजकल लोको तरत ज गुगल महाराजने पुछे के…..
Guide to Writing a Basic Essay, there are seven steps to writing a successful essay..
People also ask
How do you begin an essay? How do you structure an essay?
LikeLike