તાજમહાલ (સંકલન-પી. કે. દાવડા)

તાજમહાલ

એકના એક વિષય ઉપર જુદા જુદા કવિઓએ જુદા જુદા પ્રતિભાવ આપ્યા છે. સામાન્ય માણસના પ્રતિભાવ કરતાં એમના પ્રતિભાવ ક્યારે તદ્દન વિરૂધ્ધ હોય છે. તાજમહાલ આવો એક વિષય છે. જ્યારે આપણે તાજમહાલ જોઈ એના વખાણ કરીએ છીએ ત્યારે કવિઓ તાજમહાલ વિષે શું કહે છે તે આપણે જોઈએ.

સૌથી પહેલા જાણીતા ગઝલકાર શેખાદમ આબુવાલાની ચાર પંક્તિઓ જુવો.

“દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે,

મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે;

પ્રદર્શન કાજ છે જ્યાં પ્રેમ કેદી જમાનાથી,

મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.”

હવે એક બીજા કવિ શું કહે છે જુવો

“અરે ઓ તાજના જોનાર તને એ ગુલઝાર લાગે છે,

ગોળાની ચાંદનીમાં આરસ તણો અવતાર લાગે છે;

પણ મળે જો શાહજહાં તો પૈગામ એટલો કહેજે

સૂતેલી મુમતાઝને પણ પત્થરોનો ભાર લાગે છે.”

હવે ત્રીજા કવિના વિચાર જુવો

“અય શાહજહાં,તારું એ સંગેમરમરનું દર્શન જોઇ લીધું

ને તેં કરાવેલ દૂનિયાને દોલતનું દર્શન જોઇ લીધું;

પણ યાર  કબર પર ફૂલો હોય,  પત્થર નહીં,

મેં તાજ શું જોયો,તારી અક્કલનું પ્રદર્શન લીધું.”

હવે ચોથો વિચાર જુવો

“તાજનું શિલ્પ-કાવ્ય નીરખીને લોકો, હર્ષના આંસુ લૂછે છે,

દાદ આપે છે સૌ શાહજહાંને, એના શિલ્પીને કોણ પૂછે છે?”

અને અંતમાં પાંચમો વિચાર જુવો

“સોહામણું ઉપવન ને જમના કિનારો,

ને બહુરંગી ઠઠારાથી ઉભેલો એ મહેલ !

સંપત્તિનો લઇને સહારો એક શાહે આદરી,

આપણા જેવા ગરીબોની મહોબતની મજાક!”

6 thoughts on “તાજમહાલ (સંકલન-પી. કે. દાવડા)

 1. મા દાવડાજીના મઝાના ‘તાજમહાલ’ સંકલનમા રમુજમાં જીવનની ઘણી કરુણ વાસ્તવિકતા પણ વર્ણવી !
  મારી વાત હાઇકુમા
  તાજમહાલ
  ન ફક્ત મકબરા,
  માણો સૌંદર્ય !

  Like

 2. તુંડે તુંડે મતિર્ભિન્ના…દરેક જોવાવાળાની જોવાની દ્રષ્ટિ જુદી હોવાની. કોઇ આર્કિટેક્ટને પૂછો તો જવાબ જુદો હશે. કોઇ પ્રેમભગ્નને પૂછો તો જવાબ જુદો હશે. કોઇ પૈસાવાળા કરતાં કોઇ ગરીબની દ્રષ્ટિ જુદી રહેવાની. આ તો હાથી છે…આંઘળાઓ તેને વર્ણવે છે……..
  આભાર.
  અમૃત હઝારી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s