પ્રકરણ 45– કન્ટ્રોલ બોર્ડને વિદાય
જેવો “ક્લીન ઓડીટ” ઓપિનિયન મેળવવાની માથાકૂટ દર વરસે કરવાની, તેવી જ રીતે દરે વર્ષે ડીસ્ટ્રીકનું લગભગ બારેક બિલીયન ડોલરનું બજેટ બેલેન્સ કરવાનો પ્રશ્ન હોય છે. મેયરની પ્રાયોરિટી મુજબ બજેટ તૈયાર કરવાનું, પણ એમાં ડેફીસીટ ન હોય એ જોવાની જવાબદારી સીએફઓની. જેટલું રેવન્યુ આવવાનું હોય, તેટલો જ ખર્ચ કરી શકાય. રેવન્યુ કેટલું થવાનું છે અને બજેટમાં જે ખર્ચ થવાનો છે તેને એસ્ટીમેટ કરવાની જવાબદારી પણ સીએફઓની જ. વરસને અંતે રેવન્યુ કરતાં ખર્ચો વધ્યો અને જો ડેફીસીટ થઈ તો એનો અડિયો દડિયો સીએફઓ માથે. એટલે આ એસ્ટીમેટ કરવામાં બહુ કાળજી કરવાની.
ડીસ્ટ્રીકની હાલત સુધારવા જતાં પ્રકરણ અધુરું મુકી દયો છો, ત્યાં અમારી હાલત અનબેલેન્સ થઈ જાય છે…!!
વાંચવાની મજા આવે છે…
LikeLike