બીજા વિશ્વયુધ્ધ પછી બ્રિટનની હાલત (પી. કે. દાવડા)


બીજા વિશ્વયુધ્ધ પછી બ્રિટનની હાલત.

૧૯૩૯ માં બીજું વિશ્વયુધ્ધ શરૂ થયું ત્યારે પૃથ્વીની ૩૦ % જમીન ઉપર બ્રિટિશ સતા હતી, જેમાં વિશ્વની વસ્તીનો ૨૫ % ભાગનો સમાવેશ થતો હતો.

૧૯૪૫ માં બીજું વિશ્વયુધ્ધ સમાપ્ત થયું. બીજા વિશ્વયુધ્ધને અંતે બ્રિટનનું સ્થાન વિજયી ટીમમાં હતું, પણ યુધ્ધ દરમ્યાન જર્મનીએ સતત બોમ્બવર્ષા કરીને લંડન અને અન્ય શહેરોને ખંડિયેરો બનાવી દીધેલા. યુધ્ધ દરમ્યાન બ્રિટનના હથિયારોનો જથ્થો જ નહિં, ખજાનો પણ ખાલી થઈ ગયેલો. ઉદ્યોગો નષ્ટ થઈ ગયેલા, જે કારખાના બોમ્બમારાથી બચી ગયેલા, એ પણ બંધ પડી ગયેલા. ૨૦ લાખ લોકો પાસે નોકરીઓ ન હતી. કોલસાની સખત તંગી વર્તાતી, ગેસ સપ્લાય ન હોવાથી ઘરોમાં લોકો ઠંડીથી ઠૂઠવાતા હતા. વીજળીની અછત હતી, કલાકો સુધી સપ્લાય બંધ રહેતો. દુકાનોમાં બટાકા નથી, સિગરેટ નથી, બીફ નથી વગેરેના પાટીયાં દેખાતા.

ચર્ચિલની સરકારની જગ્યાએ એટલીની સરકાર સત્તામાં આવી, અને એમણે એક જબરજસ્ત નિર્ણય લીધો. દુનિયાભરમાં ફેલાયલા બ્રિટિશ સામ્રાજ્યને વિખેરી નાખી, માત્ર બ્રિટિશ પ્રજાની સુખાકારી તરફ ધ્યાન આપવું. તેઓએ ભારત છોડવા અંગેનો નિર્ણય ૧૯૪૬ માં જ કરી લીધો હતો. બ્રિટનની પાર્લામેન્ટે ફેબ્રુઆરી ૧૯૪૭ માં એ નિર્ણને મંજૂરી આપી દીધી હતી, અને નક્કી કર્યું કે જૂન ૧૯૪૮ સુધીમાં હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપી દેવી.

અંગ્રેજ સરકારના આ નિર્ણય પાછળ બીજા પણ અનેક કારણ હતા. હવે પછીના ટુંકા ટુંકા લેખમાં હું આ કારણો, અને એની સાથે સંકળાયલા મહત્વના બનાવો વિષે માહિતી આપવાનો પ્રયત્ન કરીશ.

3 thoughts on “બીજા વિશ્વયુધ્ધ પછી બ્રિટનની હાલત (પી. કે. દાવડા)

  1. મા દાવડાજીનો અભ્યાસપૂર્ણ લેખ
    ‘દુનિયાભરમાં ફેલાયલા બ્રિટિશ સામ્રાજ્યને વિખેરી નાખી, માત્ર બ્રિટિશ પ્રજાની સુખાકારી તરફ ધ્યાન આપવું. તેઓએ ભારત છોડવા અંગેનો નિર્ણય ૧૯૪૬ માં જ કરી લીધો હતો…’ સાથે ભારતમા તેમણે કરેલી સ્થિતી આવી હતી-ભારતમાં દુષ્કાળ અનાજ ઉત્પાદનની કમીને કારણે અનુભવાતા નથી. અહીંના માણસ છતે અનાજે અનાજ વગર ભૂખે મરી જાય છે. એની પાછળ બ્રિટિશ સરકાર જવાબદાર છે. સરકારી નીતિના કારણે અહીં પાકેલું અનાજ બીજે ઘસડાય છે અને ગરીબીના કારણે મોટા ભાગના લોકો અનાજ ખરીદી શકતા નથી અને ભૂખે મરે છે. હિન્દુસ્તાનનો માનવી ભૂખે મરતો હોય ત્યારે બ્રિટિશ વેપારીઓ દ્વારા હજારો ટન ચોખા અને અનાજની નિકાસ કરવામાં આવે એ હકીકત શું આઘાતજનક નથી ? “હિન્દુસ્તાનના બ્રિટિશ શાસનમાં માનવતાનો નાશ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતમાં બ્રિટિશ નીતિ ખ્રિસ્તી સભ્યતા માટે ખતરનાક સિદ્ધ થઈ છે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s