હિન્દુસ્તાન છોડો (Quit India) ચળવળ (પી. કે. દાવડા)


હિન્દુસ્તાન છોડો (Quit India) ચળવળ

હિન્દુસ્તાનમાં સ્વતંત્રતાનું આંદોલન દિવસે દિવસે જોર પકડતું હતું. અમેરિકા સહિત વિશ્વના દેશોની સહાનુભુતિ હિન્દુસ્તાન પ્રત્યે વધતી જતી હતી. બીજા વિશ્વયુધ્ધમાં મિત્રદેશો સાથે જોડાતી વખતે, અમેરિકાએ હિન્દુસ્તાનને સ્વરાજ આપવા માટે બ્રિટન ઉપર દબાણ કરેલું. અમેરિકાને ખુશ કરવા ચર્ચિલે સર સ્ટેફર્ડ સ્ક્રીપ્સને હિન્દુસ્તાનના નેતાઓ સાથે વાટાઘાટ કરવા માર્ચ ૧૯૪૨ માં હિન્દુસ્તાન મોકલ્યા હતા.

સર સ્ટેફર્ડ સ્ક્રીપ્સ એક સજ્જન વ્યક્તિ હતા. થોડા સમયમાં જ એમણે જવાહરલાલ નહેરૂ સાથે સારી મૈત્રી કરી લીધેલી. એમના હાથ, એમને સોંપેલા કાર્યથી બંધાયલા હતા. એ એક અંગ્રેજ શાશનકર્તાના પ્રતિનિધિ તરીકે વધારેમાં વધારે જે ઓફર કરી શકે, એ એમણે કરી. એમણે કહ્યું, “અમે વચન આપીએ છીએ કે યુધ્ધની સમાપ્તિ પછી હિન્દુસ્તાનને બ્રિટનના (Dominion)વડપણ હેઠળ સ્થાનિક સ્વરાજ આપશું. મુસ્લીમ લીગની માગણી પણ ધ્યાનમાં રાખવામાં આવશે, અને નવી વ્યવસ્થાને કોમનવેલ્થમાં સ્થાન આપવામાં આવશે.”

ગાંધીજીએ કહ્યું, “આ તો ફડચામાં જતી બેંકના પોસ્ટ ડેટેડ ચેક જેવી ઓફર છે. ક્રીપ્સે પહેલું વિમાન પકડી ઘરભેગા થવું જોઈએ.” નારાજ ગાંધીજીએ ૮મી ઓગસ્ટ ૧૯૪૨ના હાકલ કરી, “તમે તરત જ હિન્દુસ્તાન છોડીને જતા રહો, અમે અમારૂં ફોડી લેશું.”

ગાંધીજીની આ હાકલે દેશમાં Quit India ની જોરદાર ચળવળ શરૂ કરી દીધી. ગાંધીજીએ બીજી હાકલ કરી, “કરો યા મરો.”

અંગ્રેજોએ ગાંધીજી સહિત આગળ પડતા નેતાઓની ધરપકડ કરી જેલભેગા કરી દીધા, પણ આ ચળવળે અંગ્રેજી સત્તાના પાયા હલાવી દીધેલા.

5 thoughts on “હિન્દુસ્તાન છોડો (Quit India) ચળવળ (પી. કે. દાવડા)

 1. ભારતના ભગલા માટેગાંધીજી પર આરોપ મૂકનારાઓ ઇતિહાસની આવી નાની-મોટી હકિકતો જાણે એ આવશ્યક લાગે છે. ઐતિહાસિક હકિકત જણાવતો સરસ લેખ.

  Liked by 1 person

 2. Quit India – “કરો યા મરો.”,,,,ચળવળ વખતે હું તો નાની હતી પણ બાળપણથી આના પડઘા જીવનભર રહ્યા !
  પણ આટલી વિગતે આજે માણી વાત
  મા દાવડાજીએ અનુભવેલ અભ્યાસપૂર્ણ વિશ્વાસનીય ઇતિહાસ…(બાકી ઘણા ઇતિહાસમા તો મા મેજીસ્ટ્રેટસાહેબ અકબરજી લખે તેમ-ફતેહ સરકારકી હોતી હૈ-કબજા ઉનકા હોતા હૈ!

  Like

 3. ગાંધીજીની દલીલ ગમી……. મોઢામોઢ તડ ને ફડ…!!!

  ભારતના ભગલા માટેગાંધીજી પર આરોપ મૂકનારાઓ ઇતિહાસની આવી નાની-મોટી હકિકતો જાણે એ આવશ્યક લાગે છે. ઐતિહાસિક હકિકત જણાવતો સરસ લેખ.

  Liked by 1 person

 4. સરસ વિગતો. આ હાકલે જ ભારતને ‘ અેકરાગીતા ‘ આપી…..અને દેશ અેક બની રહ્યો. સરસ પરિણામ મળ્યુ. ‘ અમે અમારું ફોડી લેશું‘……નિષ્ફળ ગયું અને દેશને તેના જ પોલીટીશીયનો…( નહેરુ કુટુંબ ? ) ખાઇ ગયા અને ખાઘે રાખે છે……‘ અમે અમારું ફોડી રહ્યા છીઅે. દેશને માટે શહીદ થયેલાં સામાન્ય માનવનાં કુટુંબીજનો…પોલીટીશીયનોને હાથે ‘ શહીદ‘ થઇ રહ્યા છે.
  અમૃત હઝારી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s