(૩) આઝાદ હિન્દ ફોજ (પી. કે. દાવડા)


(૩) આઝાદ હિન્દ ફોજ

૧૯૪૨ ની આસપાસ રાશબિહારી બોઝની આગેવાની નીચે જાપાનમાં “Indian Independence league” નામે એક સંગઠન હિન્દુસ્તાનની આઝાદી માટે સક્રીય હતું. બીજા વિશ્વયુધ્ધમાં જાપાને પકડેલા અંગ્રેજી સેનાના હિન્દુસ્તાની સૈનિકોને ભારતની આઝાદી માટે લડવા માટે તૈયાર કરવામાં એમને સફળતા મળી, અને “Indian National Army” (આઝાદ હિન્દ ફોજ) તૈયાર થઈ.

૧૯૪૧ માં નેતાજી સુભાષ બોઝ ભારતમાંથી છૂપી રીતે નાસી જઈ, જર્મની પહોંચેલા. ત્યાં હીટલરે મદદ કરવાની બહુ તૈયારી ન દર્શાવી, પણ સલાહ આપી કે પેસિફીક એરિયામાં જાપાન સારી ટક્કર આપે છે, તો ત્યાં જઈ સંગઠન કરો. જુન ૧૯૪૩માં સુભાષબાબુ એક સબમરીનમાં ટોકીયો પહોંચ્યા. જાપાનની સરકાર સાથે વાતચીત કરી, એ સિંગાપોર પહોંચ્યા. રાશબિહારીબાબુએ આઝાદહિંદ ફોજનું નેતૃત્વ સુભાષબાબુને સોંપ્યું.

ફોજનો વિસ્તાર કરી, અને એને મજબૂત કરી, “ચલો દિલ્હી” નો નારો આપી, જાપાનીસ ફોજ સાથે હિન્દુસ્તાનની પૂર્વ સીમા સુધી પહોંચી ગયા. માર્ચ ૧૯૪૪ માં એમણે કોહીમામાં તિરંગો ફરકાવ્યો.

અમેરિકાએ એટમબોમ્બ વાપરી જાપાનને શરણાગતિ માટે મજબૂર કરવાથી, આઝાદ હિન્દ સેનાનું પીઠબળ નબળું પડી ગયું, અને આઝાદહિંદ ફોજને પીછેહઠ કરવી પડી.

પણ આ બનાવે હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવાના અંગ્રેજોના નિર્ણયમાં મહત્વનો ભાગ ભજવ્યો.

2 thoughts on “(૩) આઝાદ હિન્દ ફોજ (પી. કે. દાવડા)

  1. મા દાવડાજીએ ભારતની સ્વતંત્રાના ઇતિહાસની અગત્યની કડી આઝાદ હિન્દ ફોજ અંગે સત્ય હકીકત જે ભુલાવવા વ્યવસ્થિત પ્રયાસ થયો !આ અંગે વિસ્તારપૂર્વક માહિતીની રાહ

    Like

પ્રતિભાવ