આ અગાઉના પ્રકરણોમાં વર્ણવેલા બનાવો અને હિન્દુ-મુસલમાનો વચ્ચે આંતરવિગ્રહ જેવી પરિસ્સ્થિતિ ધ્યાનમાં લઈ, બ્રિટીસ સરકારે ૧૯૪૬ માં જ નક્કી કરી દીધેલું કે હવે હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપી દેવી,.પણ એ એવી રીતે કરવા માંગતી હતી કે અંગ્રેજોને ઓછામાં ઓછી હાની થાય, ભવિષ્યમાં સ્વતંત્ર હિન્દુસ્તાન સાથે સારા સંબંધ બની રહે, ઈતિહાસમાં એનું નામ બદનામ ન થાય, અને દુનિયાના અન્ય દેશોમાં એમની ટીકા ન થાય. એટલા માટે એ છૂપી રીતે હિન્દુસ્તાનના રાજકીય આગેવાનો સાથે વાટાઘાટો કરતી હતી.
અહીં એક પ્રસંગનો ઉલ્લેખ જરૂરી છે. નહેરૂ માર્ચ ૧૯૪૬ માં સિંગાપોરની મુલાકાતે ગયેલા. એ જ સમયે સંયુક્ત કમાન્ડના વડા તરીકે માઉન્ટબેટન પણ સિંગાપોરમાં હતા. સંજોગોવશ બન્નેની મુલાકાત થઈ, અને બન્નેને એકબીજાનો સ્વભાવ માફક આવ્યો. પોતાના સલાહકારોને અવગણી માઉન્ટબેટન ખુલ્લી કારમાં નહેરૂ સાથે સિંગાપોરમાં ફર્યા. સલાહકારોએ કહ્યું, “તમે આ રીતે નહેરૂનો મોભો વધારો છો.” માઉન્ટ બેટને કહ્યું, “આ રીતે હકીકતમાં મારો મોભો વધે છે.” આમ નહેરૂ અને માઉન્ટબેટન આઝાદી પહેલા જ સારા મિત્રો થઈ ગયેલા.
એટલી કેવી રીતે હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવી એની તૈયારી કરતા હતા ત્યારે નહેરૂના ખાસ વિશ્વાસુ કૃષ્ણ મેનન લંડનમાં હતા. એમણે વડાપ્રધાન એટલીના વિશ્વાસુ, અને નહેરૂના મિત્ર સર ક્રીપ્સને કહ્યું કે જ્યાં સુધી લોર્ડ વેવલ હિન્દુસ્તાનના ગવર્નર જનરલ છે, ત્યાં સુધી કોંગ્રેસ અને અંગ્રેજો કોઈ સુખદ નિર્ણય ઉપર આવી શકે એમ નથી. ક્રીપ્સે પુછ્યું, “તમે કોનું નામ સૂચવો છો?” મેનને માઉન્ટ બેટનનું નામ આપ્યું.
આ વાતની જો મુસ્લીમ લીગને ખબર પડે તો વળી મુશ્કેલી ઊભી થાય, એટલે ક્રીપ્સ અને મેનને નક્કી કર્યું કે આ વાત ખાનગી રાખવી. આ વાત છેક ૧૯૭૩ના ફેબ્રુઆરીમાં કૃષ્ણ મેનને માઉન્ટબેટનના બાયોગ્રાફરને કરી, એટલે બહાર આવી.
માઉન્ટબેટનની તરફેણમાં એટલી પાસે બીજીપણ અનેક બાબતો હતી. માઉન્ટબેટન રાજકુટુંબના સભ્ય હતા, ૪૬-૪૭ વર્ષના યુવાન હતા. માઉન્ટબેટન બિજા વિશ્વયુધ્ધ દરમ્યાન દક્ષિણ-પૂર્વ એશિયાની સંયુકત સેનાના સર્વોચ્ચ કમાન્ડર હતા. એમને એ વિસ્તારના દેશોમાં ચાલતી સ્વતંત્રતા માટેની ચળવળોની સારી માહીતિ હતી. એમણે ચીનના હો ચી મિન્હના સમર્થકોનો સંપર્ક કરેલો, ઇન્ડોનેશિયામાં સુકર્ણનો અને બ્રહ્મદેશમાં અંગ શાન સુચીનો પણ અભ્યાસ કરેલો. મલાયા અને સિંગાપોરના મજદૂર યુનિયનો વિષે પણ એ માહિતીગાર હતા. દક્ષિણ-પૂર્વના કમાન્ડર તરીકે લોર્ડ વેવલને મળવા ઘણીવાર દિલ્હી આવેલા, એટલે હિન્દુસ્તાનના ઘણાં નેતાઓથી એ પરિચિત હતા, જવાહરલાલ નહેરૂ સાથે એમને સારૂં બનતું.
૧લી જાન્યુઆરી૧૯૪૭ના એટલીએ માઉન્ટબેટનને ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટ બોલાવીને વાઈસરોયનું પદ સ્વીકારવાનું કહ્યું. માઉન્ટબેટન પોતે આ જવાબદારી લેવા રાજી ન હતા. એમણે એટલી ના પાડશે સમજી એમની પાસે કેટલીક શરતો મૂકી. એટલીએ એ બધી શરતો સ્વીકારી લીધી. એટલીએ કહ્યું કે આપણને હિન્દુસ્તાનમાંથી એ લોકો હાંકી કાઢે એ પહેલાં આપણે જ માનભેર નીકળી જઈએ, અને એ કામ તમારે જલ્દીમાં જલ્દી કરવાનું છે.
આ જવાબદારીથી બચવાના આખરી પ્રયાસ તરીકે એ એમના કઝીન કીંગ જ્યોર્જ-૬ ને બકીંગહામ પેલેસમાં મળ્યા, અને સલાહ આપી કે રાજા તરીકે તમે મારી નિમણૂંકને મંજૂરી ન આપો. કીંગ જ્યોર્જે ઉલટું એટલીનો પક્ષ લઈને કહ્યું, કે રાજકુટુંબના સભ્ય તરીકે આ કામ તમારે જ કરવાનું છે.
મા દાવડાજી ભારતના સ્વાતંત્ર ઇતિહાસ સ રસ શૈલીમા રજુ કરે છે
પણ
તે ક્યાં વાંચ્યો ? તેનો દસ્તાવેજી સંદર્ભ આપવો જરુરી છે.
મોગલો પોતાના શાસનનો ઇતિહાસ લખવા પોતાના પગારદાર ઇતિહાસકારો રાખતા .
તેવૂ અંગ્રેજો અને અમેરીકન ઇતિહાસકારોએ પણ શાસનકર્તાઓના ‘ અહો રુપમ અહો ધ્વની ‘…
કોઇ નેતાના અંગત જીવન અંગે ટીકા ટાળી સતા ટકાવવા કરેલા સંહાર . છલ કપટ નો ઉલ્લેખ થવો જરૂરી છે.
આ વાત અંગ્રેજીમાં વાંચી હતી, પણ ગુજરાતીમાં વાંચવાની મજા જ નોખી.
LikeLiked by 1 person
મા દાવડાજી ભારતના સ્વાતંત્ર ઇતિહાસ સ રસ શૈલીમા રજુ કરે છે
પણ
તે ક્યાં વાંચ્યો ? તેનો દસ્તાવેજી સંદર્ભ આપવો જરુરી છે.
મોગલો પોતાના શાસનનો ઇતિહાસ લખવા પોતાના પગારદાર ઇતિહાસકારો રાખતા .
તેવૂ અંગ્રેજો અને અમેરીકન ઇતિહાસકારોએ પણ શાસનકર્તાઓના ‘ અહો રુપમ અહો ધ્વની ‘…
કોઇ નેતાના અંગત જીવન અંગે ટીકા ટાળી સતા ટકાવવા કરેલા સંહાર . છલ કપટ નો ઉલ્લેખ થવો જરૂરી છે.
LikeLike
સ્નેહી દાવડા સાહેબ,
આભાર.
સરસ માહિતિ મળી.
આભાર.
અમૃત હઝારી.
LikeLike
આ હકિકત પહેલી જ વાર જાણવા મળી. આપનો અત્યંત આભાર.
LikeLike
all unique information -thx
LikeLike