શિલ્પ (Sculpture)-૧ -આધુનિક શિલ્પ (Abstract Sculptures)


આધુનિક શિલ્પ (Abstract Sculptures)

ઓગણીસમી સદીના અંત સુધી શિલ્પ (પુતળાં) સૃષ્ટીમાં જોવા મળતા મનુષ્યો, પશુપક્ષીઓ, પ્રકૃતિમાં અને અન્ય સ્થાનોમાં જોવા મળતી વસ્તુઓની પ્રતિકૃતિઓના બનતાં. કોઈ ઐતિહાસિક પુરૂષ કે સ્ત્રી, કોઈ ઐતિહાસિક બનાવ, વાધસિંહહાથી જેવા પ્રાણીઓ વગેરેના પુતળાં જાહેર જગ્યાઓમાં, મ્યુઝમમાં અને મોટા ઘરોમાં જોવા મળતાં.

વીસમી સદીની શરૂઆતથી Abstract Art ની શરૂઆત થઈ. સમયે કેટલાક કલાકારોએ નક્કી કર્યું કે કલા માટે વાસ્તવિક વસ્તુની પ્રતિકૃતિનું નિર્માણ કરવું જરૂરી નથી. કલાકારની કલ્પના, એના મનના વિચારો, એના મનની મુંજવણ વગેરેને વ્યક્ત કરતી આકૃતિઓને પણ કલામાં સ્થાન મળવું જોઈએ. આના માટે ભૂમિતીના આકારો જેવા કે વર્તુળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ વગેરેનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ શરૂ થયો. આવા શિલ્પ બનાવવા માટે લાકડું, ધાતુઓ, પથ્થર, માટી અને આવી અનેક વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવી. રંગોનું સંયોજન પણ એમાં વણી લેવામાં આવ્યું.

સામાન્ય માણસ માટે આવું શિલ્પ જોઈને શું છે અથવા શું સંદેશો આપે છે સમજવું લગભગ અશક્ય છે. સામાન્ય માણસને એમાં કોઈ ખાસ મનુષ્ય, પ્રાણી કે વસ્તુનો આકાર નજરે પડતો નથી. કલાકાર એના મનમાં ચાલતા વિચારોને ગુંચવણ ભરેલી રીતે વાચા આપે છે. ઉપલો વર્ગ આવા શિલ્પને સમજ્યા વગર એના વખાણ કરવાને ફેશન માને છે. જોનારાને સમજાય એવી કલાકૃતિની કલાકારને મોટી કીમત મળે છે. જ્યાં સુધી આવો માલદાર વર્ગ કલાને ખરીદે છે, ત્યાંસુધી આવી કલાનું સર્જન થતું રહેશે.

એક વસ્તુને નકારી શકાય કે આવા નિર્માણમાં કલાકારની ખૂબ મહેનત લાગેલી હોય છે. જ્યારે અન્ય કૃતિઓના નિર્માણ દ્વારા પ્રસિધ્ધિ પામેલા કલાકારો આવી Abstract કલાકૃતિનું નિર્માણ કરે છે ત્યારે એની ખૂબ ઉંચી કીમત મૂકાય છે.

આવી કલાકૃતિઓ જ્યારે જાહેર ખુલ્લી જગ્યાઓમાં મૂકવામાં આવે છે ત્યારે જગ્યાની વિશાળતા અને કલાકૃતિની સાઇઝ અને એના રંગો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

લોકો આવી કલાકૃતિઓના આકારને નહીં પણ એના સંદેશને સમજવાની કોશીશ કરતા રહે છે. હકીકત છે કે Abstract Art અસ્તિત્વ ધરાવતા આકારોને પ્રદર્શિત કરે છે, એટલે એનો સંદેશ પણ આભાસી હોવાનો. કલા એક મનઘડત અને આભાસી અકારને મૂર્ત સ્વરૂપ આપવાનું માધ્યમ છે.

Abstract શિલ્પને સમજવાની શરૂઆત કરવા અગાઉ એ શિલ્પના થોડા દેખાતા પરિમાણ તપાસી લેવા જરૂરી છે.

આકારઃ શિલ્પનો મૂળભૂત આકાર કેવો છે. પ્રથમ દૃષ્ટીએ એ કોઈ સંદેશો આપે છે? એ કોઈ ઐતિહાસિક ચિન્હ હોય તો બાકીનું શિલ્પ એની તાકાત દર્શાવે છે. જો એ હલકું અને ખુલ્લું હોય હોય અને ઉંચું હોય તો એ આશા કે ઇચ્છા દર્શાવે છે. જો એ આકાર પક્ષી જેવો હોય તો એ ઉચી ઉડાણ દર્શાવે છે.

શિલ્પ સાદું હોય કે ગુંચવણ ભર્યું હોય, શાંત હોય કે ઉત્તેજીત હોય, દરેક્માં કલાકારનો એક સંદેશ છુપાયલો હોય છે.

રંગઃ ગાઢા રંગ એ શક્તિનું પ્રતિક છે. ઐતિહાસિક શિલ્પમાં આવા રંગો વપરાય છે. ચમકદાર રંગો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે. રંગો જોઈને તમારા મનમાં કેવા વિચાર આવે છે?

ભાત (Texture): જો સરફેસ રફ હોય તો એ ઉત્સુકતાદર્શક છે. ક્યારેક એ ઈંતેજારી કે નિરાશાનું પ્રતિક હોય છે. જો સ્મુધ હોય એ સુંદરતા અને આનંદ દર્શાવે છે.

હલન-ચલનઃ કેટલાક શિલ્પમાં હલન ચલનની યાંત્રિક સુવિધા હોય છે, જેથી કલાકાર પોતાના વિચાર વધારે સારી રીતે વ્યકત કરી શકે છે.

આવતા અઠવાડિયે આપણે જાણીતા શિલ્પી શ્રી નરેન્દ્ર પટેલના શિલ્પ વિષે વાત કરીશું.

નરેન્દ્ર પટેલના એક શિલ્પ પાસે નરેન્દ્ર પટેલ અને એમના પત્ની દુર્ગા પટેલ

4 thoughts on “શિલ્પ (Sculpture)-૧ -આધુનિક શિલ્પ (Abstract Sculptures)

 1. કલાના અવનવા સ્વરૂપોનો આસ્વાદ કરાવી એ અંગેની સમજ આપવા બદલ આભાર, સાહેબ.
  શ્રી નરેન્દ્ર પટેલના શિલ્પ માણવાની રાહ છે.

  Like

 2. આધુનિક શિલ્પ ને અમે અણગઢ ની કળા ગણતા પણ આવી સ રસ રીતે સમજાવતા અદ ભૂત દર્શન

  .

  ધન્યવાદ મા નરેન્દ્ર પટેલના =દુર્ગા પટેલ

  Like

 3. જ્યોતિ ભટ અને હવે નરેંદ્ર અને દુર્ગાના (મારે માટે બચુ અને શામજીભાઈની દુર્ગા) જીવન/કલા કથાને પ્રસ્તુત કરવા માટે ધાન્યવાદ – કનકભાઈ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s