(૮) માઉન્ટબેટનને આપેલી સનદ ( પી. કે. દાવડા )


(૮) માઉન્ટબેટનને આપેલી સનદ

કહેવાય છે માત્ર બે પાનામાં, માઉન્ટબેટને હિન્દુસ્તાનના વાઇસરોય તરીકે કરવાના કામો, એની રીત, વાઈસરોયની સત્તા અને સમયસીમા આપવામાં આવેલા. એમ પણ કહેવાય છે કે આ બે પાના માઉન્ટબેટને તૈયાર કરેલા, એટલીએ તો માત્ર એના ઉપર સહી જ કરી હતી. ભૂતકાળમાં કોઈપણ વાઈસરોયને આટલી સત્તા આપવામાં આવી નહોતી. અગાઉના વાઇસરોયને હિન્દુસ્તાનની રજે રજ માહીતિ વડાપ્રધાનને આપવી પડતી, અને એમના તરફથી આવેલી પ્રત્યેક સૂચનાનું પાલન કરવું પડતું. માઉન્ટબેટને એમને યોગ્ય લાગે એટલી જ માહીતિ મોકલવાની શરત મૂકેલી, અને પરિસ્થિતિ પ્રમાણે જાતે જ નિર્ણય લેવાનો હક્ક પોતાની પાસે રાખ્યો હતો.

માત્ર એક જ વાત એમણે માની હતી કે ૩૦ જુન ૧૯૪૮ સુધીમાં હિન્દુસ્તાનને કોમનવેલ્થના સભ્ય રાખીને સ્વતંત્રતા આપી દેવાની હતી. પાકીસ્તાનની માગણી વિશે, એમણે અખંડ હિન્દુસ્તાન, હિન્દુસ્તાન અને પાકિસ્તાનનું ફેડરેશન કે હિન્દુસ્તાન અને પાકીસ્તાનના બે સ્વતંત્ર રાષ્ટ્ર, આ ત્રણે શક્યતાઓ તપાસવાની હતી; અને આ કામ એમણે છ મહિનામાં કરવાનું હતું.

માઉન્ટબેટનની નિમણૂંક માટે વિરોધ પક્ષના નેતા ચર્ચિલની સમ્મતિ જરૂર હતી, કારણ કે હાઉસ ઓફ લોર્ડસમાં ચર્ચિલના પક્ષની બહુમતી હતી. એટલીને ચિંતા હતી કે ચર્ચિલ આ નિમણૂંકને મંજૂરી આપશે કે નહિં. એટલીએ આ કામ પણ માઉન્ટબેટનને સોંપ્યું. યુધ્ધ દરમ્યાનની કામગીરીથી ચર્ચિલને માઉન્ટબેટન ગમતા, અને માઉન્ટબેટન રાજઘરાણાંમાંથી હતા, એટલે ચર્ચિલે પણ બહુ આનાકાની કર્યા વગર એમની નિમણૂંકને મંજૂરી આપી દીધી.

2 thoughts on “(૮) માઉન્ટબેટનને આપેલી સનદ ( પી. કે. દાવડા )

 1. સ્નેહી દાવડા સાહેબ,
  ભારતની આઝાદીના ઇતિહાસના ખૂલતા પાનાઓ રસપ્રદ છે.
  ગમ્યા. વાંચુ છું.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s