બે ગઝલ


(આ ગઝલનો રસાસ્વાદ કરાવવાની જરૂરત હું જોતો નથી. ગઝલનો પ્રત્યેક શેર જીવનની સચ્ચાઈ, જીવનના કડવા અનુભવો, અને નાની નાની તૃપ્તિની વાત ખૂબ જ રસપૂર્વક કહે છે-સંપાદક)

 

दीवारों से मिल कर रोना अच्छा लगता है

 

दीवारों से मिलकर रोना अच्छा लगता है

हम भी पागल हो जायेंगे ऐसा लगता है

कितने दिनों के प्यासे होंगे यारों सोचो तो

शबनम का क़तरा भी जिन को दरिया लगता है

आँखों को भी ले डूबा ये दिल का पागल-पन

आते जाते जो मिलता है तुम सा लगता है

इस बस्ती में कौन हमारे आंसू पोंछेगा

जो मिलता है उसका दामन भीगा लगता है

दुनिया भर की यादें हम से मिलने आती हैं

शाम ढले इस सूने घर में मेला लगता है

किसको पत्थर मारूँ ‘क़ैसर’ कौन पराया है

शीश-महल में एक एक चेहरा अपना लगता है

-‘क़ैसर’-उल जाफ़री

 

(અને હવે વાંચો કવિયત્રી જયશ્રી વિનુ મરચંટની એક ગઝલ. આમાં પણ મને રસાસ્વાદ કરવવાની જરૂર નથી લાગતી. તમે પોતે જ એનો રસ માણો-સંપાદક)

આવે છે!

લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે!

જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!

દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી!

જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!

ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં

હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!

ઓઢીને તડકો ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે!

રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?

વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી!

જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!

 “ભગ્ન” માફી માગ તો ખુદા કરશે બધાય ગુનાહો માફ!

 કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે!

 • જયશ્રી વિનુ મરચંટ

6 thoughts on “બે ગઝલ

 1. दीवारों से मिलकर रोना अच्छा लगता है-વાંચતા વાંચતા પંકજ સાથે ગાઇ મઝા આવી
  हम भी पागल हो जायेंगे ऐसा लगता है-અમને તો અમારું પાગલપન રાસ આવી ગયું છે
  અને
  અમારા સુ .શ્રી જયશ્રીબેન આવી સરસ ગઝલ પ્રગટાવી શકે તે જાણી- માણી આનંદ
  તેને તરન્નુમમા મુકશોજી યાદ આવે પ્રિય ડો.ફિરદૌસ
  અશ્રુઓ સારો નહીં
  મોત ને મારો નહીં

  આગ થૈ ને વાગશે,
  જખ્મ ને ઝારો નહીં

  ને કફનમાં યાદ ના
  શિલ્પ કંડારો નહીં

  ગૂંગળાવે છે કબર,
  શ્વાસ !પરવારો નહીં

  મોત ની કોને ખબર?
  કોઇ અણસારો નહીં

  તા-કયામત બોલશે,
  પાપ,છૂટકારો નહીં

  ના અઝાબો છોડશે,
  ઈશ પણ તારો નહીં

  મોત પરવારી જશે,
  હોંસલા હારો નહીં

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s