(૧૪) સીમાંકન (પી. કે. દાવડા)


(૧૪) સીમાંકન

માઉન્ટબેટનનું હજી એક ભગીરથ કાર્ય બાકી હતું. પંજાબ અને બંગાલના ભાગલા પાડી, હિન્દુસ્તાન-પાકીસ્તાન વચ્ચેની સીમારેખા નક્કી કરવાની. અંગ્રેજોએ નક્કી કર્યું કે આ કામ એવા નિષ્ણાતને સોંપવું કે જેને ક્યારે પણ હિન્દુસ્તાન સાથે કોઈપણ બાબતમાં નિષ્બત રહી હોય. એટલી સરકારને આવો એક માણસ મળી ગયો. નામ હતું સિરીલ રેડક્લીફ. ૨૭ મી જૂન ૧૯૪૭ ના સરકારે લંડનમાં સરકારી તેડું આવ્યું. એને એનું કામ સમજાવવામાં આવ્યું. રેડક્લીફ બેરીસ્ટર હતા. એની કાયદાશાસ્ત્રી તરીકે સારી પ્રતિષ્ઠા હતી. પહેલા તો એ અવાક જ બની ગયા, પંજાબ ક્યાં છે અને બંગાલ ક્યાં છે અને કેવા છે, એ વિષે એને કોઈ માહીતિ ન હતી. હિન્દુસ્તાન વિષે માહિતગાર એક અફસરે નકશા ઉપર બધું સમજાવ્યું.

રેડક્લીફે આખી પરિસ્થિતિ સમજવા કોશીશ કરી તો એના ધ્યાનમાં આવ્યું કે એક લાખ પંચોતેર હજાર ચોરસ માઈલના વિસ્તાર અને આસરે નવ કરોડ માણસોની વસ્તીવાળા પ્રદેશના ભાગલા પાડવાના હતા. ૮ મી જુલાઈ, ૧૯૪૭ ના રેડક્લીફ દિલ્હી પહોંચી, મદદનીશોની ટીમ તૈયાર કરી કામે લાગી ગયા. ૧૫ મી ઓઅગસ્ટ પહેલા આ કામ પુરૂં કરવાનું હતું.

સિરીલ રેડક્લીફ પાસે સમય એટલો ઓછો હતો કે એ બન્ને રાજ્યોની વિગતવાર મુલાકાત લઈ, ત્યાંની વસ્તી અને ભૌગોલિક માહિતી મેળવી શકે એ શક્ય ન હતું. એની પાસે મૂકવામાં આવેલા નકશા અને વસ્તી ગણત્રીના આંકડાઓ ઉપર આધાર રાખી, રોજ નકશામાં ૩૦ માઈલ લંબાઈની સીમાનું આંકલન કરતો. આમાં નદીઓ અને નહેરોના પ્રવાહ વગેરેને ધ્યાનમાં લેવાનું પુરી રીતે શક્ય ન હતું.

રાતદિવસ કામ કરી, આખરે ૧૩ મી ઓગસ્ટની સવારે રીપોર્ટ બંધ લીફાફામાં માઉન્ટબેટનને સોંપવામાં આવ્યું. પંજાબ અને બંગાલમાં કોમી દંગા વણસી રહ્યા હતા. સલામતિ ખાતર ૧૪ મી ઓગસ્ટે, કડક બંદોબસ્ત હેઠળ, ખાસ  વિમાનમાં રેડક્લીફ લંડન રવાના થઈ ગયા. લંડનમાં જ્યારે તેમણે હિન્દુ-મુસમાનના દંગા અને કત્લેઆમની વાતો સાંભળી ત્યારે દુખી થઈ એમણે એમની ૩૦૦૦ પાઉન્ડની ફી નો ચેક ન લીધો.

માઉન્ટબેટને રેડક્લીફ રીપોર્ટ નેતાઓને ૧૬ મી ઓગસ્ટે દેખાડ્યો, અને ૧૭ મી ઓગ્સ્ટે જાહેર જનતા માટે પ્રગટ કર્યો.

3 thoughts on “(૧૪) સીમાંકન (પી. કે. દાવડા)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s