(૧૬) માઉન્ટબેટન ભારતના પહેલા ગવર્નર જનરલ શા માટે બન્યા? ( પી. કે. દાવડા )


(૧૬) માઉન્ટબેટન ભારતના પહેલા ગવર્નર જનરલ શા માટે બન્યા?

મૂળ આના માટે પહેલ તો જીણાએ કરેલી. એમને એમ લાગતું હતું કે માઉન્ટબેટન ચાલ્યા જશે પછી ભારત સાથે પાકીસ્તાનને કોઈ શરૂઆતી મતભેદ થશે, તો ભારત એને દાદ આપશે નહિં. જીણાએ સૂચવેલું કે થોડા વખત માટે માઉન્ટબેટન બન્ને પક્ષના આખરીનિર્ણય લેવાની સત્તા સાથેના લવાદ તરીકે અહીં જ રહે.

જવાહરલાલે આ તક ઝડપી લીધી. કોંગ્રેસના નેતાઓની મંજૂરી લઈ એમણે માઉન્ટબેટનને ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનવાની દરખાસ્ત મૂકી. માઉન્ટબેટન અને એમની પત્નીની ઈચ્છા જયારે તેઓ કીર્તિના શિખરે હતા ત્યારે જ, જલ્દીમાં જલ્દી ઈંગ્લેંડ જવાની હતી. એમને થોડા સમયમાં જ મુશ્કેલીઓ પેદા થવાની હતી, એનો પણ અંદાજ હતો. એમને એક વિચાર એવો પણ આવેલો કે જીણા પણ આવી ઓફર આપે, અને બન્ને દેશના એ ગવર્નર જનરલ હોય તો થોડું સહેલું થાય. જીણાને ખબર હતી કે એની પોતાની પાસે સમય થોડોક જ હતો, એટલે એણે પોતે પાકીસ્તાનના ગવર્નર જનરલ બનવાની ઈચ્છા વ્યકત કરી.

કીંગ જ્યોર્જ-૬, ચર્ચિલ અને એટલીને લાગ્યું કે આ બ્રિટિશ રાજ્યની વિશ્વમાં પ્રતિષ્ઠા વધે એવું સૌથી મોટું સન્માન છે, એટલે એમણે માઉન્ટબેટનને એ સ્વીકારી લેવાની સલાહ આપી. હજી એ વિચારતા જ હતા ત્યાં એક એવો બનાવ બન્યો કે એ ના ન પાડી શક્યા. ગાંધીજી ઓચિંતા જ માઉન્ટબેટન પાસે પહોંચી ગયા અને કહ્યું, “ગવર્નર જનરલ બનવાનું કોંગ્રેસનું આમંત્રણ સ્વીકારી લો.”

માઉન્ટબેટન ભાવાવેશ થઈ ગયા. આ માણસ, જેને અંગ્રેજોએ વર્ષોસુધી જેલમા પુર્યા, એને હેરાન પરેશાન કરવાનો એક્પણ મોકો ન છોડ્યો, ૩૫ વરસ સુધી એ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા ઝઝુમ્યા, એ આજે પિતા એક બાળકને કહે એવી સરળતાથી કહે છે, કે તમે રોકાઈ જાવ. માઉન્ટબેટન મહામુશીબતે આંસુ ખાળી શક્યા, અને એમણે આ પદ માટે હા પાડી.

2 thoughts on “(૧૬) માઉન્ટબેટન ભારતના પહેલા ગવર્નર જનરલ શા માટે બન્યા? ( પી. કે. દાવડા )

  1. ‘માઉન્ટબેટન ભાવાવેશ થઈ ગયા. આ માણસ, જેને અંગ્રેજોએ વર્ષોસુધી જેલમા પુર્યા, એને હેરાન પરેશાન કરવાનો એક્પણ મોકો ન છોડ્યો, ૩૫ વરસ સુધી એ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા ઝઝુમ્યા, એ આજે પિતા એક બાળકને કહે એવી સરળતાથી કહે છે, કે તમે રોકાઈ જાવ. માઉન્ટબેટન મહામુશીબતે આંસુ ખાળી શક્યા, અને એમણે આ પદ માટે હા પાડી.’
    .
    .
    .નવો ઇતિહાસ જાણ્યો..
    .આટલા રાજકારણના ખાં !
    મગરના આંસુ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s