પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૫ -“ડાયાબેટિક પ્રસાદ.”

(૫) ડાયાબેટિક પ્રસાદ.

 

ઊર્મિનો ઊચાટ અને બબડાટ ફફડાટ પરાકાષ્ટા એ પહોંચ્યો હતો. એના બા એટલે કે સાસુજી ભગવાનની રૂમમાં માળા ફેરવતા હતા. જેઠ એટલેકે જીજાજી ટીવી પર ન્યુઝ જોતા હતા. જેઠાણી એટલેકે એની પોતાની મોટી બહેન રસોઈ કરતી હતી. એનો વ્હાલમિયો ઉત્પલ ઘરમાં આવ્યો જ ન હતો. ભાણેજ કહો કે ભત્રીજો કહો નિખિલ, એના ફેસબુક સંપર્કમાં મસ્ત હતો. દસ વર્ષની  દીકરી આર્ષા, કાનમાં ઈયરફોન નાંખીને  મોટા બરાડા પાડી કંઈક ગાતી હતી.  

કોઈ  ઊર્મિનો બબડાટ સાંભળતું ન હતું.  આવતી કાલે સત્યનારાયણની કથા હતી.  ઊર્મિ, મહારાજે આપેલી યાદી મુજબ પુજાપાની સાધન સામગ્રી ભેગી કરતી હતી.

દેરાણી જેઠાણી એટલે કે બન્ને બેનોએ સાસુમા એટલે કે બાને ઘરકામમાંથી નિવૃત્ત કરી દીધા હતા. બાના બન્ને દીકરાઓ બે બેનો સાથે પરણીને આનંદથી સુખી કોટુંબિક જીવન માણતા હતા. બા એક સત્ય સમજતા હતા. જો દીકરાઓને સુખી જોવા હોય તો વહુઓને મસકા પાલીસ કરી ને, ખુશ રાખવામાં જ કુટુંબનું કલ્યાણ છે. એમણે બન્ને વહુઓને વ્હાલી કરી હતી.  બાએ એક પ્રથા ચાલુ કરી હતી. બન્ને વહુના જન્મદિને સત્યનારાયણની કથા કરાવવાનો નિયમ જાળવ્યો હતો. સવારે સત્યનારાયણનું પૂજન અને સાંજે આપ્તજનો સાથે ઘરમાં પાર્ટી.

કાલે મોટી વહુની બર્થડે છે. મોટી શાંત અને ઠરેલ . નાની ઊર્મિ ઉછળતી કુદતી ધાર્યું કરવા વાળી હતી. ઘરમાં નાનીનું જ વર્ચસ્વ હતું. તડને ફડ બોલવામાં સંકોચ રાખતી ન હતી. એની સ્પષ્ટવક્તા કે બીગ માઉથ બદલ એની દીદી માફી માંગી લેતી અને બગડેલી બાજી સંભાળી લેતી. પાર્ટી, ફંકશન, શોપીંગ એ નાનીના હાથમાં. મોટી મોટાભાગની ઘરેલુ અને સામાજિક જવાબદારી નિભાવતી. આવતી કાલના પ્રોગ્રામની જવાબદારી નાની બહેન એટલે કે ઊર્મિએ લઈ લીધી હતી.

એને બે દિવસ પહેલાં પ્રસાદને માટે લાવેલ પેંડાનું બોક્ષ મળતું ન હતું. કિચન  કેબિનેટ, પેન્ટ્રી, કિચન કાઉન્ટર અને ફ્રિઝ કશે  પ્રસાદના પેંડાનું બોક્ષ  દેખાતું ન હતું. એને અવો ખ્યાલ હતો કે એણે કિચન કાઉન્ટર પર જ બોક્ષ મુક્યું હતું. અત્યારે એ જડતું  જ ન હતું. મિઠાઈના બોક્ષમાં હતા તો માત્ર સાત પેંડાજપણ એ જાય ક્યાં! ફ્રિઝ પેન્ટ્રી અને કેબીનેટના બારણાં ધડાધડ ખુલતા અને બંધ થતા હતા. બબડાટ ફફડાટનું વોલ્યુમ મોટું થતું હતું. એણે બુમ પાડીને પુછ્યું,   ‘દીદી, તેં પેંડાનું બોક્ષ જોયું છેકે બીજી કોઈ જગ્યાએ મુક્યું છે?’

 ‘ના, મારા જોવામાં કોઈ બોક્ષ આવ્યું નથી. ખોટી માથાકૂટ છોડ. ન મળે તો કંઈ નહિ. બીજી ઘણી મિઠાઈ છે. જાત જાતનો પ્રસાદ છે. આપણે ક્યાં અન્નકૂટ ભરવો છે? પેંડા ન હશે તો ચાલશે.

ના, ના. આતો ખાસ માવાના કેશર પેંડા છે. તારી ફેવરિટ સ્વિટ.ચાર પાંચ જગ્યાએ ફરીને તાજી મિઠાઈ લાવી હતી. ઘણી જગ્યાએતો બે ત્રણ મહિનાથી પડી રહેલી વાસી મિઠાઈજ હતી. બઘાને ભાગે એક એક આવે એ ગણત્રીએ માત્ર સાત પેંડાજ લાવી હતી. દીદી, કદાચ જીજાજી એ તો ન લીધી હોય?’

તારા જીજાજી ક્યાં ગળપણ ખાય છે! એને તો બાનો ડાયાબિટિઝનો વારસો મળ્યો છે.

ઉત્પલ તો મિઠાઈને અડકતો પણ નથી. એને તો તીખું તમતમતું  મસાલેદાર ફરસાણ જ ભાવે છે.

કદાચ નિખિલીયોજ ઝાપટી ગયો હશે!

 નિખિલ, ઓ નિખિલ, અરે નિખિલીયા સાંભળે છેઍઍઍઍઍઍ.. ડીડ યુ સી ઓર ઈટ પેંડા? ‘

આન્ટી, વ્હોટ પેંડા?   આઈ ડિડન્ટ સી ઓર ઈટ એની પેંડા. ચેક વીથ સ્નીકી કેટ.

સ્નીકી કેટ એટલે દસ વર્ષનું વાવાઝોડું… સુનામી…કઝીન આર્ષા. ..

અને બુમ પડી આર્ષા….આર્ષા…

આર્ષા કાન પરના હેડફોન સાથે મ્યુઝિકના તાનમાં બરાડા પાડીને નાચતી હતી.

આર્ષાના નામની બુમ સાંભળતાજ બાના માળાના મણકા ફરતા બંધ થઈ ગયા. આમતો બાના કાનથી ખાસ સંભળાતું ન્હોતું; પણ ઊર્મિનો પેંડા માટેનો પરિતાપ, શબ્દે શબ્દ સાંભળ્યો હતો. અને એટલે જ ફફડતા હતાં. સ્વભાવમાં નાની પૌત્રી આર્ષા, એની મમ્મીઊર્મિની લઘુ કૃતિ હતી . વિફરે તો કોઈની નહીં. મીઠ્ઠી થઈને મિનીટમાં વ્હાલી પણ થઈ જાય. નિખિલ ની ગર્લફ્રેન્ડની વાતોને બ્લેક મેઈલિંગ શસ્ત્ર બનાવીને નિખિલની પાસે ધાર્યું કામ કઢાવતી રહે.

એ આર્ષાને એની મમ્મી પેંડાના બોક્ષ માટે પૂછતી હતી. આર્ષા સાંભળતી ન હતી. બા મનોમન પ્રાર્થના કરતાં હતા કે ગ્રાન્ડ ડોટર ચાંપલી આર્ષા એની મમ્મીની બુમ સાંભળે જ નહિ. કારણકે……

બાનો ડાયાબિટિઝ ધીમે ધીમે કંટ્રોલ બહાર જઈ રહ્યો હતો. ઊર્મિ જ દર વખતે બાને મેડિકલ ચેક અપ માટે ડોકટરને ત્યાં લઈ જતી હતી.  ડોક્ટરે એમને ૧૫૦૦ કેલેરી, લૉ કાર્બોહાઈડ્રેટ ડાયેટ પર મુક્યા હતા. સુગર તદ્દન બંધ કરવાનું કહ્યું હતું. કોઈકવાર મોટીને દયા આવતી અને ભાણાંતર ન થાય એ ગણત્રીએ જરા ગળપણ આપતી… પણ નાની વહુ ઊર્મિ? વાત જવા દો ને!  બાના મોઢામાંથી ઓકાવે એવી જબરી હતી. બાને કારણે ઘરમાં બધાને માટે ગળપણનું રિસ્ટ્રિકશન આવી ગયું હતું. પણ આતો કથા માટેનો દીદીને ભાવતા પેંડાનો પ્રસાદ હતો.

હવે બન્યું એવું કે ગઈ કાલે ઘરમાં કોઈ જ ન હતું. બાએ કિચન કાઉન્ટર પર કેસરી પેંડાનું બોક્ષ જોયું. ક્લીયર પ્લાસ્ટિકમાંથી પેંડા દેખાતા હતા. પણ આતો કથાના પ્રસાદને માટે છે!  બાનો આત્મા કહેતો હતો.

પેંડા ડોશીમાં ને કહેતા  હતા ભગવાન તો કથાના મંડળમાં પણ છે અને તારા શરીરમાં પણ છે. ભગવાન તારા મોંમાં છે અને ભગવાન તારા પેટમાં પણ છે.  સમસ્ત સૃષ્ટિના કણ કણમાં છે. તારા દેહના અંગે અંગમાં છે. ખાત્રી કરી લે પેંડા ખાધા વગર પણ તારા મોંમાં પેંડા વાળુંજ પાણી ભરાયું છેને! આવતી કાલે યે છે અને આજે પણ છે.  મારે તો આજે જ તારી જીભના ઠાકોરજીના શરણમાં જવું છે. તારા મુહ મંદિરનોઆ જ્વ્હાસન પર એક પેંડો ધરાવી દેહું પેંડો મટી પ્રસાદ થઈ જઈશ. મને આરોગશે તો તારું કલ્યાણ થઈ જશે. પેંડા પણ કહેતા હતા …મને ખા…મને ખા..મને ખા..તારા દેહના દેવતાને પ્રસાદના પેંડા અત્યારે જ ધરાવ.

બાએ એક પેંડો લીધો. ડીસમાં મુક્યો. ભગવાન પાસે દીવો કર્યો. ઔમ પ્રાણાય નમઃ સ્વાહા…  વિગેરે મંત્ર બોલીને નૈવેદ્ય ધરાવ્યો. ઘણાં લાંબા સમય પછી ગળ્યા પ્રસાદનો આનંદ માણ્યો.

ઘડપણમાં ડાયાબિટિઝ પેધો પડે ત્યારે ન ભાવતી ગળી વાનગી પણ ભાવતી થઈ જાય અને એને માટે પણ તલપ લાગે. બા બોખા મોંમાં પેંડો જીભથી ફેરવતા ફેરવતા, ધીમે ધીમે રસાસ્વાદ માણતા હતા અને એકદમ સ્નીકી કેટ આર્ષા આવીને ગ્રાંડમા સામે ઊભી રહી ગઈ.

ગ્રાન્ડમા, આઈ નૉ; યુ આર ઈટીંગ સ્વિટ.  આઈ હેવ ટુ ટેલ માઈ મૉમ.

ના બેટા, તારી મમ્મીને કહેતી નહિ. લે, તું પણ લે.  ખા. તો ઠાકોરજીનો પ્રસાદ છે.

આર્ષાએ એક પેંડો મોમાં મુક્યો. ઓહ! વેરી નાઈસ! કેન આઈ હેવ વન મોર ગ્રાન્ડમાં?’  આઈ પ્રોમિસ. આઈ વોન્ટ ટેલ માય મોમ.

લે બેટા લે. પણ પ્લીઝ, તારી મમ્મીને કહેતી નહીં. મારે એનું બે કલાકનું દાકતરી ભાષણ સાંભળવું પડશે.

ઓકે… ઓકે.. ગ્રાન્ડમા, હવે બોક્ષમાં ઓન્લી ફોરજ રહ્યા છે. ટુતમારા અને ટુમારા. લેટ્સ ફિનિશ ધ બોક્ષ.

દાદીમા અને પૌત્રીએ ક્યારે બધા પેંડા પુરા કર્યા તેનો દાદીમાંને પણ ખ્યાલ ન રહ્યો. અને આજે સવારે ઈરાદા પૂર્વક ગ્લુકોમિટરથી ફાસ્ટિંગ સુગર માપવાનું ભુલાઈ ગયું હતું. પણ અત્યારે નાની વહુ પેંડાનું બોક્ષ શોધતી હતી. આર્ષાની જુબાની લેવાની હતી. દાદીમાં ફફડતા હતા. આર્ષા એની માની બુમ સાંભળતી ન્હોતી. ઊર્મિએ ગુસ્સામાં આવીને એનું હેડફોન ખેંચી કાઢ્યું. અહિ પેંડા હતા તે તું ખાઈ ગઈને?’

આસ્ક ગ્રાન્ડમાં. 

આર્ષા નો જવાબ સાંભળીને બાને પરસેવો છૂટ્યો.

પણ સ્નીકી કેટે બાજી સંભળી લીધી.

કાઉન્ટર પર બોક્ષ હતું તેની વાત કરે છેને?’

હા એ  પેંડાનું બોક્ષ.

એ તો ફેંકી દીધું.’

કેમ?’

કેમ શું એમાંતો મોટી મોટી એન્ટના ઢગલા હતા. કેટલી બધી એન્ટ્સ. બાપરે! ગ્રાન્ડમાએ કહ્યું આખું બોક્ષ્ બેકયાર્ડના બુસીસમા ફેંકી દે. મેં તો ગ્રાન્ડમાએ કહ્યું એટલે સાણસીથી બોક્ષ પકડી બહાર ફેંકી દીધું. મોમ પૂછી જો ગ્રાન્ડમાને!

ખરેખર તું તો નથી ખાઈ ગઈનેજુટ્ઠું તો નથી બોલતી ને?’  મમ્મીએ એનો કાન પકડ્યો.

નો મૉમ. આઈ સ્વેર. આઈ વોન્ટ ટેલ લાય.

 એણે જીભ પર આંગળીનું ટેરવું ભીનું કરી ગળે લગાડ્યું.  ‘આસ્ક ગ્રાન્ડમા.

બા હળવેથી બહાર આવ્યા. બેટા ઊર્મિ આ ગણગણાટ શું છેકંઈ ખોવાઈ ગયું છે?’

બા! આ ગણગણાટ નથી. મારા બુમ બરાડા છે. આ તમારી લાડકી બિલાડી પ્રસાદના પેંડા ખાઈ ગઈ લાગે છે. બીગ લાયર.

ના બેટા. એમાં કીડી ઉભરાતી હતી એટલે મેં જ આર્ષાને કીધું કે આ બોક્ષ બહાર ફેંકી દે, નહિ તો આખા ધરમાં કીડી થઈ જશે. ઉત્પલને ફોન કરીને કહી દે ને કે બીજા પેંડા લઈ આવે. આજે સવારે હું આ વાત કરવાની ભૂલી જ ગઈ હતી.

કેઇસ ક્લોઝ. 

 બાને નાનપણની પ્રાર્થના યાદ આવી. અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.‘  તે રાત્રે બાએ પ્રાયષ્ચિત માટે બે માળા વધારે કરી હતી. 

બીજે દિવસે સત્યનારાયણ કથામાં મહારાજ સત્ય પાલન માટે કથાનું મહાત્મ્ય સમજાવતા હતા. પાંચમાં અધ્યાયમાં પ્રસાદનો મહિમા સંભળાવતા હતા.

બાને પેંડામાં અને વહાલી ડિફેન્સ એટર્ની જેવી આર્ષામાં પ્રભુના દર્શન થયા જ  હતા. આજે ઊર્મિ વહુએએ બાને અને જીજાજીને એક કણી જેટલો પેંડો અને માત્ર અડધી ચમચી શીરો આપ્યો હતો.

બધા મોટી પ્લેટ ભરીને શીરો ખાતા હતાં.

બાએ સત્યનારાયણ દેવ કી જય કહીને પ્રસાદનો ડાયાબેટિક પોરશન લીધો હતો.

                                                         ****************************

Advertisements

5 thoughts on “પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૫ -“ડાયાબેટિક પ્રસાદ.”

 1. ઓ પ્રવિણભાઇ,
  કમાલ કરી તમે તો.
  સો સો સલામ તમને.
  વાસ્તવિકતાનું નિરુપણ…..કહો કે દરેક વાચક પોતાને ગ્રાન્ડમાંના રોલમાં જોતો થઇ જાય.
  પેંડા દોશીમાંને કહેતા હતા….વાળો પેરેગ્રાફ !….ગરેટેસ્ટ…અને પેંડાના બોક્ષ ઉપર કીડીઓનો સંબંઘ…કોણ કિડીઓ અને કોણ દાદીમા અને આર્ષા ????
  લોલુપતા….
  પોતે પોતાના વકીલ બનીને ગમતો ગુનો કરીને પોતાની જાતને બચાવવાની કળા તો કોઇ દાદીમા અને પૌત્રી પાસે કોઇ શીખે…..
  અેક્ષેલન્ટ.
  ગુજરાતના કોઇ લેખક કે વિવેચક આ વાર્તાની ‘ અેક્ષેલન્સી‘ સ્વિકારશે ?????????
  હાર્ટી કોન્ગરેચ્યુલેશન્સ.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. મા પ્રવિણભાઇએ ડાયાબીટીસ ના દર્દીની માનસીક સ્થિતીનું સાદી, સરળ, સીધી, લોકભોગ્ય ગુજરાતી તળપદી શૈલીમાં સ રસ નીરુપણ કર્યું છે.. લગભગ પાંચ-છ વર્ષ પહેલા પ્રસિધ્ધ થયેલ વાર્તા- દરેક કુટુંબમા ભજવાતી હકીકત છે.
  હવે તો ડાયાબીટીસ વિષે ‘વૉલસ્ટ્રીટ ગ્રીડ’ની વાત જગ જાહેર થઇ છે.શરીરમા ઝેરી રસાયણો ઉમેરવા માનવ દુશ્મનોએ A1C નું પ્રમાણ ઘટાડી ડાયાબીટીસ વગરનાને પણ દર્દી બનાવ્યા છે ! ઘણા ખરા ટાઇપ- ૨ ડાયાબીટીસના દર્દીઓને દવાની જરુર જ નથી!
  બીજી પણ જાણવા જેવી કહીકત છે કે લોહીમા સ્યુગરના થોડા વધુ પ્રમાણવાળા કરતા પ્રમાણ ઓછુ થતા બેભાન થાય-પ્રભુશરણ પણ થાય ! ખાંડની અવેજીમા અપાતા કેમીકલ્સ ખાંડકરતા વધુ નુકશાનકારક છે. DASH યોજનાથી બ્લડપ્રેશર મટાડી શકાય છે તેમ યોગ્ય આહાર વિહારથી ડાયાબીટીસ મટાડી શકાય છે! છેલ્લે માણો આ આત્મનિવેદન-‘ I am a friend of mankind and do not intend to harm them, if I could help that. Mankind should help me to help them by behaving as they should. Modernity and affluence has taken them to this pass. Their preserved junk foods are their enemy numero uno and their sedentary life style is killing them. They should not blame me for that. Look after yourself and I shall not trouble you. If you act wisely you could have a normal life expectancy even with me as your friend.’
  પોતાના પર રમુજ કરી વિનોદ ભટ્ટનો માણવા જેવો લેખ

  Readgujarati.com: ડાયાબિટીસ ઈઝ ગુડ ફૉર યૂ… – વિનોદ ભટ્ટ
  archive.readgujarati.in/sahitya/?p=2286

  Liked by 1 person

 3. Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
  મારી વાર્તાને દાવડાજીએ એમના સુપ્રસિદ્ધ બ્લોગમાં સ્થાન આપીને મારું ગૌરવ વધાર્યું છે. છેલ્લા પાંત્રીસ વર્ષથી મને ડાયાબિટિસ સાથે પાકી દોસ્તી છે. એ ખરેખર આમતો એ તોફાની છે. પણ સમજાવી પટાવીને અંકુશમાં રાખવો પડે છે. એક સમયે ગળપણ મોંમા મુકવાનું ગમતું નહોતું. આજે ગમે તે ગળી વસ્તુ મોંમાં નાખવાનું ગમે છે. HA1C નું લેવલ જેટલું નીચે રહે એટલું રાખવું અગત્યનું છે.

  The hemoglobin A1c test tells you your average level of blood sugar over the past 2 to 3 months. It’s also called HbA1c, glycated hemoglobin test, and glycohemoglobin.

  People who have diabetes need this test regularly to see if their levels are staying within range. It can tell if you need to adjust your diabetes medicines. The A1c test is also used to diagnose diabetes.
  What Is Hemoglobin?

  Hemoglobin is a protein found in red blood cells. It gives blood its red color, and it’s job is to carry oxygen throughout your body.
  How the Test Works

  The sugar in your blood is called glucose. When glucose builds up in your blood, it binds to the hemoglobin in your red blood cells. The A1c test measures how much glucose is bound.

  Red blood cells live for about 3 months, so the test shows the average level of glucose in your blood for the past 3 months.
  આ વાર્તા જૂની છે. અનેક જૂદા જૂદા માધ્યમ દ્વારા વહેતી રહી છે. દાવડાજીના આંગણામાં ફરી એકવાર વાંચી લો. મને ખાત્રી છે વાંચવાનું ગમશે જ.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s