પેડ વુમન ઓફ ઈન્ડિયા-માયા વિશ્વકર્મા


પેડ વુમન ઓફ ઈન્ડિયામાયા વિશ્વકર્મા

 

મધ્યપ્રદેશના નરસિંહપુર તાલુકાના એક નાના ગામની માયા નામની મહિલાની વાત છે. ૨૬ વરસની વય સુધી, માસિક શ્રાવ દરમ્યાન એણે નકામા થઈ ગયેલા જૂના વસ્ત્રોનો ઉપયોગ કરેલો. એને લીધે એને પણ અનેક બિમારીઓ વેઠવી પડેલી. આજે ૩૬ વર્ષની વયે, હજારો કન્યાઓ અને સ્ત્રીઓને આવી બિમારીઓ વેઠવી પડે એટલા માટે અમેરિકાના સાનફ્રાન્સીસ્કો જેવા શહેરમાં, શોધવિજ્ઞાનિક તરીકેની મોટા પગારની નોકરીને ઠોકર મારી સમાજ સેવામાં જંપલાવ્યું, અને જોતજોતાંમાં પેડ વુમન ઓફ ઇન્ડિયા બની ગઈ.

લ્યો માંડીને વાત કરૂં. માયાના માતાપિતા ખેત મજદૂર હતા. ગરીબીને ગણકારાતાં માયાએ અભ્યાસ જારી રાખ્યો, અને આખરે જાદવપુર યુનિવર્સિટીમાંથી  બાયોકેમિસ્ત્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડીગ્રી મેળવી. થોડા સમય માટે All India Institute of Medical Science માં રીસર્ચનું કામ કર્યું અને ત્યાર બાદ ૨૦૦૯માં અમેરિકામાં લ્યુકેમિયા નામના કેન્સર ઉપર શોધખોળ કરવા વૈજ્ઞાનિક તરીકે કામ મળતાં અમેરિકા આવી ગઈ.

બધા સમય દરમ્યાન એના મનમાંથી એક વાત ખસતી હતી. એના ગામની અને આજુબાજુના ગામની સ્ત્રીઓને ખૂબ નાની ઉમ્મરે ગર્ભાશયની તકલીફને લીધે ગર્ભાશય કઢાવી નાખવું પડતું. એને એનું એક માત્ર કારણ માસિક દરમ્યાન વપરાતા નકામા થયેલા વસ્ત્રોના ઉપયોગમાં દેખાયું.

જાન્યુઆરી ૨૦૧૪ માં પોતાની નોકરી છોડીને અમેરિકાથી પાછી પોતાના ગામમાં આવી, અને સુકર્મ ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી. અમેરિકા અને ભારતમાંથી દાનની રકમ એકઠી કરી, સ્થાનિક લોકોને ટ્રેઈંનીંગ આપી, સેનિટરી પેડસ બનાવવાનું શરૂ કર્યું, અને ખૂબ સસ્તા ભાવે લોકોને આપવાનું શરૂ કર્યું. સાથે સાથે ઘરે ઘરે ફરી સ્ત્રીઓને સમજ આપી અને પેડ વાપરતી કરી. શાળાઓમાં જઈ, છોકરીઓને માસિક વિષે સમજ આપી અને શરૂઆતથી પેડ વાપરતી કરી. માસિક ક્રીયાની સમજ આપતાં ચિત્રો સાથે કેલેન્ડર છપાવીને શાળાના વર્ગોમાં ટીંગાળ્યા. લોકો જે વિષય વિશે વાત કરતા શરમાતા હતા, એમને વિષયની ખુલીને ચર્ચા કરતા કર્યા.

કામ શરૂ કર્યાના બે વર્ષમાં એમણે ૨૦૦૦ સ્ત્રીઓને પેડ વાપરતી કરી દીધી, અને પોતે પેડ વુમન ઓફ ઈન્ડિયા બની ગઈ. એનું કામ જોઈ અને મિત્રો, અને દાનવીરો સુકર્મ ફાઉન્ડેશનને આર્થિક મદદ કરવા લાગ્યા.

મારી માયા સાથે પહેલીવાર મુલાકાત એક મિત્ર કિરીટ શાહના લગ્નની વર્ષગાંઠની ઉજવણી દરમ્યાન થઈ. સંજોગો વશાત હું અને માયા જમવાના એક ટેબલ ઉપર હતા. અચાનક કિરીટભાઈએ જાહેરાત કરી કે હું તમને બધાને પેડવુમન ઓફ ઈન્ડિયાનો પરિચય કરાવું, અને માયાને ઊભા થવાનું કહ્યું. મેં માયાને મારી ઓળખાણ આપી. ત્યાર બાદ મને એક બે વાર બીજા સામાજીક કાર્યક્રમોમાં મળેલી. ૨૦ મી ઓક્ટોબર ૨૦૧૮ ના કેલિફોર્નિયાના સાન્ટાક્લારાના કનવેન્શન સેંટરમાં ઈન્ડિયન્સ ફોર કલેક્ટીવ એકશનની સુવર્ણ જયંતિ દરમ્યાન માયા સેમીનારની એક અગત્યની વક્તા હતી. ત્યારે એના કાર્યક્ષેત્રનો મને અંદાઝ આવ્યો.

મને જેટલી વાર મળી એટલી વાર મારા પ્રત્યેનું સન્માન અને પ્રેમ દર્શાવવા એણે અમેરિકાના રીવાજ મુજબ Hug આપ્યું.

-પી. કે. દાવડા

6 thoughts on “પેડ વુમન ઓફ ઈન્ડિયા-માયા વિશ્વકર્મા

 1. દાવડાજી સલામ અને પ્રણામ. આપનામાં કંઈક છે જેનાથી સુપ્રસિદ્ધ વ્યક્તિઓ આપની સાથે પરિચય કેળવવા ઉત્સુક રહે છે. દાવડાજી મારા વર્ચ્યુઅલ મિત્ર છે એમ કહેવામાં હું ગૌરવ અનુભવું છું.

  Liked by 1 person

 2. -‘સુકર્મ ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી. અમેરિકા અને ભારતમાંથી દાનની રકમ એકઠી કરી, સ્થાનિક લોકોને ટ્રેઈંનીંગ આપી, સેનિટરી પેડસ બનાવવાનું શરૂ કર્યું, અને ખૂબ જ સસ્તા ભાવે લોકોને આપવાનું શરૂ કર્યું’ સુ શ્રી માયાજી- પૅડ વુમનના ખૂબ પ્રેરણાદાયી કામ બદલ સસ્નેહ વંદન
  મા દાવડાજીએ પણ આવા સમાજ સેવા કરનાર સુ શ્રી માયાજીનો પરીચય આપવા બદલ ધન્યવાદ બાકી અમારા બા અને અમે જુના કપડા ધોઇ તેના પેડ બનાવી વાપર્યા.નળ,લાઇટ અને પાકા રસ્તા વગરના ગામડામા છેક સુધી ઘરકામ કરતા પ્રસૂતિ પણ ઘેર થતી અને જુના કપડાના પેડ વાપર્યા છતા નવા જમાનાના ન સીસેકશન કે ન હીસ્ટ્રેકસટોમી અને અખોમઠ…

  Like

 3. ભારત……
  પુરાણોનો દેશ. રામાયણ, મહાભારત, ગીતાનો દેશ……
  ભારતમાં સ્ત્રીઓ તો મનુષ્યનો જન્મ થયો ત્યારથી ‘ માસિક‘ ઘર્મ પાળતી આવી છે.
  પેડમેન કે પેડવુમનના પ્રયત્નો સુઘી ( પૈસાવાળા અને હાયલી અેજ્યુકેટેડ સ્ત્રીઓ શીવાય) સ્ત્રીઓ જુના મેલા ઘેલા કપડાં જ વાપરતી આવી છે અને હજી પણ વાપરતી હશે. વેસ્ટર્ન વર્લડમાંથી ભારતની સ્ત્રીઓ આજે આ સ્વચ્છતાના પાઠો શીખી રહી છે. કેટલી પાછળ આ સ્ત્રીઓ ?
  સરકાર પણ કેટલી પાછળ !
  દરેક રાજ્યોની સરકારે યુવાન છોકરીઓથી માંડી માસિકઘર્મમાં રહેતી સ્ત્રીઓને મફત સેનેટરી પેડ આપવા જોઇઅે.
  માયા વિશ્વકર્માજીને હાર્દિક અભિનંદન.

  અમૃત હઝારી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s