શિલ્પ (Sculpture)-૩-(નરેન્દ્ર પટેલ-૨)


શ્રી નરેન્દ્ર પટેલનું શિલ્પ એક Abstract શિલ્પ છે. ધાતુના પતરાંમાંથી બનાવેલા ત્રણ ત્રિકોણનું બનેલું છે. સામાન્ય રીતે ત્રિકોણ એના પાય ઉપર ઊભું રાખવામાં આવે છે કારણ કે એની કુદરતી સમતુલ મુદ્રા છે (Stable Equilibrium). પણ અહીં ત્રણે ત્રિકોણને ઊંધા, એટલે કે એના ટોચના બિંદુ (Vertex) ઉપર ઊભા કરવામાં આવ્યા છે. Free Standing દશામાં ત્રિકોણ રીતે ઊભા રહી શકે, એટલા માટે જમીનમાં કોંક્રીટના મજબૂત પાયા બનાવી, એની સાથે નટબોલ્ટની મદદથી પડકી રાખવામાં આવ્યા છે. ચોથા પતરાને કદાચ આ ત્રણ ત્રિકોણ સાથે વેલ્ડીંગ કરી અધ્ધર મૂકવામાં આવ્યું છે.

ત્રિકોણો માટે લાલ અને કાળા રંગનો  ઉપયોગ કરવામાં આવ્યો છે. શિલ્પ એટલું મોટું છે કે બાળકો એની ફરતે નહીં, એની અંદરથી પણ પસાર થઈ શકે છે. શિલ્પની નજીક એક તક્તી ઉપર “ Celebrating the Arts/ Created by Narendra Patel/ as a tribute to/ Linda Nice/ Beloved Music teacher/ Roosevelt Middle School of the Arts/ Dedicated on October 12, 1989.” લખેલું છે. શરૂઆતમાં તો રાતે એને રોશનીથી ચમકાવવામાં આવતું, પણ કોઈએ તોડફોડ કર્યા પછી રોશની બંધ કરવામાં આવી છે.

શિલ્પમાંથી કોઈ સંદેશનો અંદાઝ આવવો મુશ્કેલ છે. ત્રિકોણોને એની ટોચ પર ઊભાં રાખીને એમણે આપણી કોઠાસૂઝને પડકારી છે. દરેક જોનાર પોત પોતાના વિચારો અનુસાર અંદાઝ લગાવી શકે. મારા મનમાં જે વિચાર આવ્યો છે અનુસાર શિલ્પનો સંદેશો છે કે જીવનની અસ્થિરતા ટાળવા, પગ મજબૂત રીતે જમીનમાં રાખો, અને એક્બીજાનો સહારો લ્યો તો તમારા જીવનના રંગોમાં પણ નિખાર આવશે.

૧૯૮૯ માં તૈયાર કરેલું શિલ્પ ૨૦ ફુટ ઊંચું, ૧૪ ફૂટ પહોળું અને ૬ફૂટ ઊંડું છે. તૈયાર કરવા માટે બે ટન લોખંડના પતરાં વપરાયાં છે અને એને જોડવા માટે વેલ્ડીંગ કરવામાં આવ્યું છે.

3 thoughts on “શિલ્પ (Sculpture)-૩-(નરેન્દ્ર પટેલ-૨)

  1. એબ્સ્ટ્રેક્ટ-નિરાકાર શિલ્પ ભાવનાત્મક ખ્યાલનું હોય છે મા દાવડાજીએ રસ દર્શનમા-‘જીવનની અસ્થિરતા ટાળવા, પગ મજબૂત રીતે જમીનમાં રાખો, અને એક્બીજાનો સહારો લ્યો તો તમારા જીવનના રંગોમાં પણ નિખાર આવશે.’ સંદેશ ઉત્તમ લાગે છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s