મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૧


(બારમી સદીથી ઓગણીસમી સદીનો પૂર્વાધ સુધીનો સમય ગુજરાતી સાહિત્યનો મધ્યકાલીન સમય ગણાય છે. આ સમયમાં પદ્ય જ વધારે સર્જાયું છે. આ સમયના સર્જનમાં ધર્મ કેન્દ્ર સ્થાને રહ્યો હોવાથી, ભક્તિ કાવ્યો વધારે સર્જાયા છે. કેટલાક સર્જકોએ ધર્મને નામે ચાલતા દુરાચારનો વિરોધ પણ સાહિત્યમાં વણી લીધો છે.

મધ્યકાલીન સાહિત્યના છેલ્લા પ્રતિનિધિ દયારામનું ૧૮૫૨ માં અવસાન થયું. મધ્યકાલીન કવિઓ પ્રથમ ભક્ત હતા અને પછી કવિઓ હતા. કવિતા તો માત્ર ભક્તિનું સાધન હતી. એમની ઝંખના કવિ બનવાની ન હતી.

વીસમી સદીના કવિઓ સાહિત્યકારો છે. એમણે કવિતામાં નવા નવા પ્રયોગો કર્યા અને ભક્તિ સિવાયના પણ અનેક વિષયોને આવરી લીધા છે. મણિલાલ, નરસિંહરાવ, કાન્ત, કલાપી, ન્હાનાલાલ, નર્મદ, દલપતરામ, બાલાશંકર, કરશનદાસ માણેક, હરીન્દ્ર દવે, મકરંદ દવે, ઉમાશંકર, સુન્દરમ, રાજેન્દ્ર શુકલ વગેરેએ આધ્યાત્મિક અને ભક્તિભાવવાળી કવિતાઓ અને ગીતો પણ રચ્યા છે.

આ પુસ્તિકામાં મેં ૧૧ ભક્ત કવિઓના સર્જન સામીલ કર્યા છે, જેમાંથી દુલા કાગ સિવાયના બધા મધ્યકાલીન ભક્ત કવિઓ છે.-પી. કે. દાવડા)

ગંગાસતી (સમય ૧૨મી થી ૧૪ સદીની વચ્ચે)

ચૌદમી સદીની અગાઉ લખાયલા ગંગાસતીના ભજનો આજે પણ એટલા જ લોકપ્રિય છે. કહેવાય છે કે ગંગાના લગ્ન વખતે રાજપૂત ગરાસિયાઓના રિવાજ પ્રમાણે, પાનબાઈ નામની એક કન્યા વડારણ (દાસી) તરીકે આપવામાં આવી હતી. ગંગા અને પાનબાઈને બહેનપણીઓ જેવો સંબંધ હતો. ગંગાની ૪૮ વર્ષની ઉમ્મરે એના પતિએ સમાધી લીધી, અને ત્યારબાદ બાવન દિવસ સુધી રોજ એક એક ભજન રચી, પાનબાઈને સંભળાવી, ગંગાસતીએ પણ સમાધી લીધી.

ગંગાસતીના ભજનોમાં ભક્તિ, જ્ઞાન અને યોગ, ત્રણેનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. રોજની બોલચાલમાં વપરાતા સરળ શબ્દોમાં રચાયલા આ ભજનોમાં પ્રેમ, મીઠાસ અને આત્મીયતા ભારોભાર ભર્યાં છે. આપણે એમના વધારે પ્રખ્યાત ભજનનોની કેટલીક પંક્તિઓ જોઈએ.

“મેરુ તો ડગે જેના મન ના ડગે, મરને ભાંગી પડે ભરમાંડજી;

વિપત્તિ પડે તોયે વણસે નહિં, સોઈ હરિજનનાં પરમાણજી.”

આ પંક્તિઓમાં નરસિંહ મહેતાના વૈષ્ણવજનના દર્શન થાય છે. જૂની ગુજરાતી ભાષામાં બ્રહ્માંડને બદલે ભરમાંડ અને પ્રમાણને બદલે પરમાણ શબ્દો કેવા નમ્ર અને મીઠા લાગે છે? અને સરખામણી જૂવો, મેરૂ પર્વત હલી જાય પણ જેનું મન જરાપણ ન લલચાય, ગમે તેવી મુશીબત આવી પડે પણ નિરાશ થઈ માર્ગ ન બદલે એ જ સાચો ભક્ત કહેવાય. બીજી બે પંક્તિઓ જોઈએ,

“વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ, અચાનક અંધારાં થાશે,

 જોત જોતાંમાં રે દિવસો વહ્યા જાશે, એક્વીશ હજાર છસોને કાળ ખાશે.”

પાનબાઈ વીજળીની ઝડપે જ્ઞાન ગ્રહણ કરો, કારણ કે એકવીશ હજાર છસો શ્વાસ લેવામાં એક દિવસ જતો રહે છે. મીનીટના ૧૫ શ્વાસ લેખે ૨૪ કલાકમાં એકવીશ હજાર છસો શ્વાસ થાય. કેટલી ચોક્કસ ગણત્રી કરી છે ગંગાસતીએ?

“કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ રે,

મરને આવીને ધનનો ઢગલો કરે, ભલે હોય મોટા ભૂપ રે..”

પાનબાઈ, કુપાત્રને ઉપદેશ આપી આપણા શબ્દો વેડફવા નહિં, એની પાસે તો મૌન જ રાખવું, ભલે એ ગમે તેવી લાલચ આપે અથવા એ ગમે એવો મોટો માણસ હોય, પણ એની પાત્રતા ન હોય તો એને જ્ઞાન આપવાની કોશીશ ન કરવી. આજકાલ તો બધા પૈસાવાળાઓના Captive ગુરૂઓ, બાબાઓ અને બાપજીઓ હોય છે.

ભોજાભગતની જેમ ગંગાસતીએ પણ કળયુગની આગાહી કરી છે.

“કળયુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નરને નાર,

 ભક્તિ ધરમ તે માંહી લોપાશે, રહેશે નહિં તેની મર્યાદ.

 ગુરૂજીના કીધાં ચેલા નહીં માને, ને ઘેર ઘેર જગાવશે જ્યોત,

 નરને નારી મળી એકાંતે બેસશે, ને રહેશે નહિં આત્મ ઓળખાણ,

વિષયના વેપારમાં ગુરૂજીને વામશે, જૂઠાં હશે નર ને નાર,

આડ ધરમની ઓથ લેશે, પણ રાખે નહિં અલખ ઓળખાણ”

અને આવી બીજી વાતો આ ભજનમાં કરી છે. ટુંકમાં ગંગાસતી કહે છે,

“ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ,

 મેલવું અંતરનું અભિમાન રે…..”

ચોદમી સદીથી ઓગણીસમી સદી સુધીનું ભક્ત કવિઓએ રચેલું સાહિત્ય અણમોલ છે.

4 thoughts on “મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૧

 1. સરસ.
  ભક્ત કવિઓઅે જનરલી સમાજમાં ચાલતી ગેરરીતીઓને જાહેર કરતાં.

  અખાઅે કહેલું કે…‘ અેક મુરખને અેવી ટેવ, પત્થર અેટલા પૂજે દેવ…..

  અખાના ચાહકો કોણ નથી ? પરંતું અખાનું કહેલું કેટલાંઅે જીવનમાં ઉતાર્યું ?

  શું અખાઅે કહેલું બઘુ જ જુઠુ હતું ?

  અેટલીસ્ટ…કવિઓ, લેખકો, વિવેચકો, અવલોકનકારો….સાહિત્યકારો…..મંદિરોમાં જઇને પત્થરને પૂજવાનું આજે પણ છોડતા નથી.
  તો શું લખેલું ફક્ત દેખાવા પુરતું જ હોય છે ?

  તો શું દરેક સાહિત્યકારને બે મોઢાં હોય છે ? ટુ ફેસીસ ? અખાઅે ગુજરાતીઓમાં ચાલતાં દુષણોને છતા કર્યા તે ખોટું હતું ?

  આ સવાલને પુરા વિશ્વમા રહેતા ગુજરાતીઓને પુછો.

  આભાર.

  અમૃત હઝારી.

  Like

 2. “મેરુ તો ડગે જેના મન ના ડગે, મરને ભાંગી પડે ભરમાંડજી; વિપત્તિ પડે તોયે વણસે નહિં, સોઈ હરિજનનાં પરમાણજી.” आवा हरिजन थवानी प्रभु शक्ति आपे एज प्रार्थना

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s