અનિલ ચાવડાના ધારદાર શેર (પી. કે. દાવડા)


અનિલ ચાવડાના ધારદાર શેર

આજકાલ યુવા કવિ શ્રી અનિલ ચાવડા ભારતમાં અને અમેરિકામાં કવિ સમેલનોનું જબરૂં આકર્ષણ બની રહ્યા છે. ની કવિતાઓ, અછાંદસ ઉપરાંત એમની ગઝલોના ધારદાર શેર પ્રક્ષકોની વાહ વાહ મેળવી રહ્યા છે. આજે અહીં હું એમના થોડા ધારદાર શેર રજૂ કરૂં છું.

સૌથી પહેલા પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરેલો એમનો શેર રજૂ કરૂં છું.

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,

તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

શેરમાં તીવ્ર કટાક્ષ સાથે માણસની ખાબોચિયા જેવી વ્રતિને ચાબૂક ફટકારી છે. નાની નાની માગણીઓ સાથે રોજ મંદિરોમાં દોડી જતા લોકોને કવિ કહે છે, અરે ઈશ્વર પાસે કંઈક ઢંગની માગણી તો કર! તો દરિયો આપી શકે એમ છે, પણ તારી ચમચી જેવી પાત્રતાનું શું?

અને હવે બીજો શેર જૂઓ

થાય જો ભૂલ મિત્રોની તો માફ કર,

જીભ કચડાય તો દાંત તોડાય નૈ.

અહીં સાચી મૈત્રીને જીભ અને દાંત વચ્ચેના સંબંધ જેવી ગણી છે. ક્યારેક ભૂલથી દાંત વચ્ચે જીભ કચરાય છે, પણ એથી દાંત થોડા તોડી પડાય છે? કોઈવાર મિત્ર ભૂલથી આપણને ગમે એવું વર્તન કરે તો એની દોસ્તી તોડી નખાય.

અને એમનો શેર પણ ખૂબ લોકપ્રિય થયો છે.

સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,

ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.

હું સિવિલ એંજીનીઅર છું, એટલે મને તો શેર ખૂબ ગમે છે. માટીના કણ જ્યારએ એકબીજા સાથે સંપીને જોડાય છે ત્યારે એમાંથી એક મજબુત ઈંટ બની જાય છે, અને જ્યારે ઈંટો ભેગી મળીને ગોઠવાઈ જાય છે ત્યારે એમાંથી દિવાલ બની જાય છે. કેટલો જબરજસ્ત સંદેશ અનિલભાઈએ વાત વાતમાં આપી દીધો છે?

અને શેરમાં તો અનિલભાઈએ વિજ્ઞાનની ભાષામાં વાત કરી છે.

ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,

પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.

આપણે સામાન્ય રીતે કોઈ મૂરખ છે એમ કહેવા કહીયે છીએ કે તો ચારણી લઈ પાણી ભરવા જાય છે.” પણ અહીં અનિલભાઈએ ચારણીમાં પાણી ભરી દેખાડ્યું છે. એમનો સંદેશ છે કે ધીરજ અને અક્કલ હોશિયારીથી અશક્યને શક્ય કરી શકાય છે.

અને શેરમાં ભારતમાં ધર્મને નામે ઝગડતી હિન્દુ અને મુસલમાન કોમોને સખત ઠપકો આપતાં અનિલભાઈ કહે છે.

ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતા ખાઈ ગયું ભૂલથી,

બે પશુ પેટની આગને ઠારવા શું ગયા, દેશ સળગી ગયો!

ગીતા અને કુરાનને એક કબાટમાં પાસે પાસે રાખો તો પણ ક્યારે પણ એકબીજાને નુકશાન નથી પહોંચાડતી, તો પછી પુસ્તકોના નામે માણસો શા માટે એકબીજાને નુક્શાન પહોંચાડે છે?

આજે માણસને માણસ ઉપરથી વિશ્વાસ ઘટતો જાય છે, વાતને વખોડતા કવિ કહે છે,

આટલો પણ વિશ્વાસ ન’તો શું તમને મારી ઉપર?

હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા?

આવી કલ્પના કરી અનિલભાઈ જેવા સર્જક સચોટ સંદેશ આપી શકે.

કેટલીકવાર માણસને પોતે સુખી છે કે દુખી છે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે. બધી રીતે બધું સારૂં હોય પણ એક અડચણ એની બધી મજા બગાડી નાખે. અનિલભાઈ વાત ખૂબ નાજૂક રીતે કહે છે.

બેઉ ભેગા મોકલીને આમ ના ગૂંચવ મને તું,

સુખ અને દુ:ખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.

આવા તો અનેક ધારદાર શેર લઈ અનિલભાઈ કવિસંમેલન અને મુશાયરાઓ ગજાવી રહ્યા છે. મારા અંગત મિત્ર હોવાથી, આજે એમના ચૂંટેલા શેર મેં હક્કથી આંગણાંમાં મૂક્યા છે.

-પી. કે. દાવડા

ગઝલના શેરની વાત નીકળી જ છે તો સાથે સાથે સપના વિજાપુરાની એક ગઝલનો પણ લુફત ઉઠાવો!

કઈક અંદર મરી ગયું છે

પ્રેમ બળતણ ઠરી ગયું છે

સ્પર્શની લાગણી ના રહી

ટેરવું પણ ડરી ગયું છે

પાંદડું જે નજરમાં હતું

વૃક્ષથી એ ખરી ગયું છે

બદનસીબ છે આ દિલ પણ

કોઈ પાછું ધરી ગયું છે

લીલું છમ ઘાસ જોઈને

ઢોર ઢાંખર ચરી ગયું છે

જે જવાનું હતું તે ગયું

આંસું આંખે ભરી ગયું છે

માછલી જેવું લપસી ગયું

એક સપનું સરી ગયું છે

જીવવાની ઇચ્છા જુઓ

ડૂબતું જણ તરી ગયું છે

એક ‘સપના’નું માતમ શું?

એક આવ્યું ફરી ગયું છે

સપના વિજાપુરા

5 thoughts on “અનિલ ચાવડાના ધારદાર શેર (પી. કે. દાવડા)

 1. અનિલ ચાવડા સર્જકતાથી છલોછલ યુવાન કવિ છે. મુંબઈમાં તેમને સાંભળીને લાગ્યું કે ગુજરાતી સાહિત્યનો આ તેજસ્વી તારક છે.

  Like

 2. ભાઇશ્રી અનિલ ચાવડા ન્યુ જર્સીમાં આવ્યા હતાં. ગુજરાત દર્પણની સાહિત્ય સભામાં તેમના પુસ્તક…‘ સવાર લઇને‘ માંથી અે કાવ્ય પ્રેઝન્ટ કરેલું…સમજવા માટે થોડિ સમય માંગે…અે દ્વિઅર્થી છે…..

  હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
  તૂટી ગયેલા શ્વાસ સાંઘવા હરજી આવે ? ના આવે.

  જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે;
  અને કહો છો આવો સરજી સરજી આવે ? ના આવે.

  નવું નવું મંદિર ચણયાની જાહેરાતો દો છાપામાં;
  બાયોડેટા લઇ ઇશ્વરની અરજી આવે ? ના આવે.

  તારી તમામ હદ છોડીને આવકાર તેં દઇ દીઘો;
  છોડ હવે તું ચિંતા; અેની મરજી, આવે ના આવે.

  આંખ મહીં અે વાદળ જેવું કામ કરે અે સાચું પણ,
  વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. મા અનિલના રસાળ શેરના ચટકા મધુરા મધુરા
  મને વધુ ગમે ગુજલીસ શેરો

  સાંભળ્યું છે કોક દિ’ મનને ય ખાંસી થાય છે,
  થાય તો ઉપચારમાં કહેજો ગઝલની વિક્સ છે.

  આમ કહી કહીને મને બાળ્યા કરો નૈં સૌ હવે,
  ‘રાખમાંથી થઈ જશે બેઠો અનિલ ફિનિક્સ છે.’
  ………
  અને આ ન ભુલાય તેવા ગમતા થોડા વધુ શેર

  આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
  કીકીઓના વાસણમાં ભીંજવે,
  ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
  પાંપણની આંગળીથી નીચવે;

  ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
  એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.

  ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ,
  એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.

  કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ હે રામ ?
  ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ !
  …………………………….
  ‘કઈક અંદર મરી ગયું છે
  પ્રેમ બળતણ ઠરી ગયું છે
  સ્પર્શની લાગણી ના રહી
  ટેરવું પણ ડરી ગયું છે…’
  વાહ…

  ચિંતા ન કરો

  एक एक सितारा बन जाये एक एक सपना

  ऐसी सपनोवाली रात हो जाये अबके बरस

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s