મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૭-ધીરો (જન્મ ઈ.સ.૧૭૫૩)


 ધીરો (જન્મ ઈ.સ.૧૭૫૩)

 

અઢારમી સદીમાં અખાની જેમ ધીરાભગતે પણ કુરીવાજો સામે આક્રોશ ઠાલવ્યો. એમણે પણ તે સમયની ધાર્મિક માન્યતાઓ અને ક્રીયાકાંડની ઠેકડી ઉડાડતા પદો રચ્યા. એમના પદો કાફી રાગમાં ગવાતા એટલે એ ધીરાભગતની કાફીઓ નામે પ્રસિધ્ધ છે. ધીરાએ એની સૌમ્ય શબ્દોવાળી ભજનની પંક્તિઓમાં બહુ સમજવા જેવી વાતો કહી છે. આપણે થોડા ઉદાહરણો જોઈએ.

“જીવ નહિં એને હરિ કરી માને, પૂજે કાષ્ઠ પાષાણ,

ચૈતન્ય પુરુષને પાછળ મૂકે, એવી અંધી જગત અજાણ..”

અહીં એણે માત્ર સાચી હકીકતનું જ બયાન કર્યું છે, જે આજે પણ અસ્તિત્વમાં છે. લાકડાની અને પથ્થરની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે, એને દૂધે નવડાવવામાં આવે છે, અન્નકૂટના ઢગલાઓ એની સામે મૂકવામાં આવે છે, અને બીજી બાજુ ભૂખથી ટળવળતા, દવાદારૂને અભાવે મરણશરણ થતા જીવતા માણસોની કોઈ પરવા કરતું નથી. એ જ ભજનમાં ધીરો આગળ કહે છે,

“અંતર મેલ ભર્યો અતિ પૂરણ, નિત્ય નિર્મલ જલમાં નહાય,

મહા મણિધર પેઠો દરમાં તો રાફડો ટીપે શું થાય?”

નહાવાથી શરીર તો સાફ થશે, પણ મનમાં ભરેલો મેલ નહિં સાફ થાય, સાપ દરમાં ઘૂસી જાય પછી સાફડા ઉપર લાકડી પછાડવાથી શો ફાયદો? મનમાં કૂળકપટ રાખી બહારથી દેવદર્શન અને ધરમદાન કરવાથી કોઈ ફાયદો નહિં થાય.

ક્યારેક તો ધીરો પોતે નિરાશ થઈને કહે છે,

“કોને કહું કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,

અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર,

એક દેશ એવો રે, બુધ્ધી થાકી રહે તહીં,

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિં.”

મારો કહેવાનો અર્થ જ કોઈ સમજતું નથી, આખો ડુંગર ઘાસ નીચે છુપાઈ ગયો છે, લોકોને ઘાસ દેખાય છે, ડુંગર જ દેખાતો નથી.

ધીરાએ કેટાલીક ભવિષ્યવાણી પણ પોતાના કલિયુગની એંધાણી નામના પદોમાં કરી છે. એણે કહ્યું છે કે આવતા સમયમાં,

“વરસો વરસ દુકાળ પડે, અને વળી સાધુ કરશે સૂરાપાન,

આ બ્રાહ્મણ માટી ભરખશે, અને વળી જોગી બોગી થાશે;

બાવા થાશે વ્યભિચારી, આ છે કલિયુગની એંધાણી.”

આગળ એ કહે છે,

“ રાજતો રાણીઓના થાશે, અને વળી પુરૂષો થાશે ગુલામ,

ગરીબની અરજી કોઈ સાંભળશે નહિં,અને સાહેબને કરશે સલામ,

એની બેની રોતી જાશે અને સગપણમાં સાળી રહેશે,

ધરમ કોઈનો રહેશે નહિં અને એક પ્યાલે વરણ અઢાર,

આ છે કલિયુગની એંધાણી.”

આમાની બધી ભવિષ્યવાણી વત્તેઓછે અંશે સાચી તો પડી જ છે.

આપણે આજે અખાને, ધીરાને અને ભોજાને સાહિત્યકારો તરીકે મૂલવીયે છીયે, પણ હકીકતમાં આ ત્રણે સમાજ સુધારક હતા. રૂઢીચુસ્ત લોકોએ એમનું બહુ સાંભળ્યું નહિં અને એમને હળધૂત કર્યા એટલે ઈતિહાસકારોએ એની બહુ નોંધ લીધી નથી.

મને આ ત્રણ જણનું સાહિત્ય એટલા માટે ગમે છે કે એમની અને મારી Delivery Style એક જ છે.

4 thoughts on “મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૭-ધીરો (જન્મ ઈ.સ.૧૭૫૩)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s