મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૮-દાસી જીવણ (જન્મ ૧૭૫૫ )


(૮) દાસી જીવણ (જન્મ ૧૭૫૫ )

 

અઢારમી સદીમાં થઈ ગયેલા કૃષ્ણભક્ત જીવણદાસ પુરૂષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. એમના પદો આજે પણ લોકપ્રિય છે. દાસી જીવણ સૌરાષ્ટ્રની મીરાંબાઈ કહેવાય છે. એમની થોડીક પ્રખ્યાત પંક્તિઓનો રસપાન કરીયે.

એમની બંગલાનો બાંધનાર કવિતા ખૂબ લોકપ્રિય છે.
આ  બંગલાનો  બાંધનાર  કેવો  મારા  ભાઈ   બંગલો  કોણે  રે  બનાવ્યો?

લોઢું નથી  કાંઈ લાકડું  નથી એમાં  નથી ખીલા  નથી ખીલીઓ  મારા ભાઈ,

ઈંટો  નથી  કાંઈ  ચૂનો રે  નથી એમાં  નથી સિમેન્ટ  નથી રેતી  મારા ભાઈ,

આ રે બંગલામાં  દસ દસ દરવાજા  નવસો નવાણું  એમાં બારી  મારા ભાઈ

કડિયા-કારીગરી નથી એમાં, પાણીની બનાવી હવેલી મારા ભાઈ

બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા  નથી દેવું પડતું ભાડું મારા ભાઈ

નટવર  શેઠની  નોટિસો  રે  આવી  અમારે  ચોપડે  નથી  નામું  મારા ભાઈ

ઊઠો  જીવાભાઈ જમડા  રે આવ્યા  આ રે બંગલો  કરો ખાલી  મારા ભાઈ

પાછું વાળી  શું જુઓ છો જીવાભાઈ ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ

દાસી  જીવણ  જાઓ  ગુરુજીને  ચરણે  તારશે  પ્રેમનગરવાળો  મારા ભાઈ

આ  બંગલાનો  બાંધનાર  કેવો  મારા  ભાઈ,   બંગલો  કોણે  રે  બનાવ્યો?

આ ભજનમાં શરીરને એક મકાન સાથે સરખાવવામાં આવ્યું છે, પણ ખુલાશો કર્યો છે કે આ ઈંટ, પથ્થર અને ચૂનાથી ચણાયલું મકાન નથી, આ તો પાણીની બનેલી હવેલી છે. આપણે આજે જાણીયે છીયે કે આપણા શરીરના વજનનું ૮૦ % વજન પાણી (પ્રવાહી) નું છે. આ મકાનના દસ દરવાજાની વાત તો અનેક જગ્યાએ કહેવાઈ ચૂકી છે, પણ અહીં જીવણે નવસો નવાણું બારીઓની વાત કરી છે, એ બારીઓ વિશે તો હું પણ કંઈ નથી જાણતો. આ મકાનનો માલિક ઈશ્વર છે. આ મકાનનો ભાડુત એટલે આપણો જીવ. મકાન માલિકની નોટીસ આવે એટલે મકાન ખાલી કરે જ છૂટકો.

આમ રૂપકો દ્વારા સંતો આપણને સમજાવતા રહ્યા છે કે Every product has an expiry date, એટલે સમય રહેતાં એનો સદઉપયોગ કરો. એમનું બીજું એક લોકપ્રિય ભજન છેઃ

કર મન ભજનનો વેપાર, ધણી તારા નામનો આધાર,
બેડલી ઉતારો ભવ પાર જી.

સરોવર જ્યારે ભર્યાં હતાં, ત્યાં પહેલી ન બાંધી પાળ જી,
આગળ નીર સૂકાઈ ગયાં, ત્યારે હાથ ઘસે શું થાય….. કર મન..

શેરી લગણ સુંદરી, ઝાંપા લગણ મા-બાપ જી,
તીર્થ સુધી બે બાંધવા, કોઈ ના’વે તારી સાથ….. કર મન.

હાડ જલે જેમ ગાંસડી ને, કેશ જલે જેમ ઘાસજી,
કે મન સરખી કાયા જલશે, લાગે નહીં પળ વાર…. કર મન.

આ રે કાયામાં કોણ સૂએ, કોણ જાગે ચોકીદાર ?
સૂરત જાગે, નુરત ઊંઘે, ચેતન ચોકીદાર…. કર મન.

હું ને મારું મૂકી દ્યોને, ખોટો આ સંસારજી,
દાસી જીવણ એણીપેરે બોલ્યા, પૂરો મનના કાજ…. કર મન.

4 thoughts on “મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૮-દાસી જીવણ (જન્મ ૧૭૫૫ )

 1. સ રસ લેખમા ઘણી નવી વાત જાણવાની મળી

  સદા યાદ વારવાર સંવાદમા અમે બોલતા

  હું ને મારું મૂકી દ્યોને, ખોટો આ સંસારજી,
  દાસી જીવણ એણીપેરે બોલ્યા, પૂરો મનના કાજ….

  Like

 2. વાહ
  જીવણ સુન લો સાધો ભાઈ; કઠિન કામ હૈ વૈરાગી,
  નુરત સુરત સાન ઠેરાણી; સકલ ભરમની ભૈ ભાગી.
  ******
  સૂતા સો નર ગયા ચોરાશી; જાગ્યા સો નિરભે હોતા,
  દાસ જીવણ ગુરુ ભીમને ચરણે; અનુભવી અનુભવ લેતા.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s