શિલ્પ (Sculpture)-૫-(નરેન્દ્ર પટેલ-૪ – અંતીમ) -પી. કે. દાવડા


નરેન્દ્ર પટેલના ધાતુ શિલ્પ

નરેન્દ્રભાઈના ઘાતુના પતરાંમાંથી બનાવેલા શિલ્પ આક્રમક નથી. એના આકાર હળવા, હવાઉજાશ વાળા અને કદમાં મોટા છતાં ફલકાફુલકા લાગે છે. જમીન સાથે હળવાશથી સંપર્ક કરતા લાગે છે પણ એની પકડ મજબૂત હોય છે. એમના શિલ્પની ખૂબી એના રંગોમાં છે. તમે એની આસપાસ પ્રદક્ષિણા કરો તો એમ કલર પૂરો થઈને બીજા કલરમાં જાવ તો તમને આંચકો લાગતો નથી. તમે એક રંગમાંથી બીજા રંગમાં સહેલાઈથી સરી જાવ છો.

એક શિલ્પની પ્રદિક્ષણા કરતી વખતે તમે જાણે અનેક શિલ્પ જોઈ રહ્યા છો એવી અનુભુતિ થાય છે. દિવસના સમય અનુસાર તડકા છાંયાની અસર પણ ધ્યાન દોરે છે. નરેન્દ્ર પટેલના શિલ્પ સમજવા મુશ્કેલ છે, પણ જોવા માણવા માટે સહેલા છે.

નરેન્દ્રભાઈએ વધારે કામોમાં તાંબા, પીતળ અને સ્ટેઈનલેસ સ્ટીલના પતરાંનો ઉપયોગ કર્યો છે. ધાતુઓના મૂળ રંગોને એમણે રસાયણો અને ધગધગતા તાપની ઓક્સીડાઈઝ કરીને બદલ્યા છે. કયારે ક્યારેક ગ્રાઈન્ડરની મદદથી ઓછા વધારે પ્રમાણમાં ઘસીને અલગ અલગ ઝાંય ઉપજાવી છે. ક્યારેક ઇલેક્ટ્રોપ્લેટીંગ પણ કર્યું છે. આમ માત્ર ધાતુઓ ખર્ચાળ નથી, એની ઉપરની પ્રક્રીયા પણ ખર્ચાળ છે. એટલે નરેન્દ્રભાઈના શિલ્પ સસ્તામાં તૈયાર થઈ શકે.

૧૯૯૦ પછી એમણે ખુલ્લામાં ઉભા કરાયલા શિલ્પો માટે સ્ટીલનો ઉપયોગ કર્યો છે, અને વિશાળ કદના શિલ્પ Space સાથે એકરાગ થાય એવી રીતે ઊભા રાખ્યા છે. એમના ઘણાં શિલ્પ જમીન સાથે માત્ર ત્રણ જગ્યાએ સંપર્કમાં આવતા જોવા મળ્યા છે. આવા વજનદાર શિલ્પને નાજુક એવા જમીન સાથેના ત્રણ સંપર્કથી ઉભા રાખવા સ્ટ્રકચરલ એંજીનીઅરીંગની દૃષ્ટીએ એક પડકાર છે, પણ નરેન્દ્રભાઈને આવા પડકાર ગમે છે.

એમને Bright industrial રંગો ગમે છે. એમનું માનવું છે કે અમેરિકાના પુર્વભાગમાં શિયાળાના વાતાવરણમાં આવા રંગો વધારે ઉઠાવ આપે છે.

નરેન્દ્રભાઈએ પોતાન શિલ્પ દ્વારા કોઈ સામાજિક કે આધ્યાત્મિક સંદેશ આપવાનો દાવો કયારે પણ કર્યો નથી. એમને તો તમારા Routine વિચારોમાંથી બહાર કાઢી, શિલ્પ વિષે વિચારતા કરી દેવામાં મજા આવે છે.

મારી સાથે બેત્રણ વાર ફોનમાં થયેલી વાતો ઉપરથી મને અનુભુતિ થઈ છે કે નરેન્દ્રભાઈ સીધાસાદા અને મૃદુભાષી વ્યક્તિ છે. કદાચ એમના શિલ્પની જેમ તમને વિચાર કરતા કરી મૂકે છે.

શ્રી નરેન્દ્ર પટેલ અને શ્રીમતિ દુર્ગા પટેલે લેખમાળાની વિગતો એકઠી કરવામાં મને ખૂબ સહકાર આપ્યો છે, બદલ એમનો ખૂબ આભાર માનું છું.

5 thoughts on “શિલ્પ (Sculpture)-૫-(નરેન્દ્ર પટેલ-૪ – અંતીમ) -પી. કે. દાવડા

  1. લેખકો જેમ પોતાના લેખોમાં અને કવિઓ પોતાની કવિતાઓ પોતીકું કાલ્પનિક વિશ્વ રચે છે તે પ્રમાણે મા શ્રી નરેન્દ્ર પટેલ અને શ્રીમતિ દુર્ગા પટેલે પોતાના આર્ટ વર્કમાં અદ્ભુત કલ્પનાશક્તિનો ઉપયોગ કર્યો હતો.તેઓ પોતાના કામ પ્રત્યે ખૂબ પ્રામાણિક અને નિષ્ઠાવાન રહી બાંધછોડ ન કરતા. ઘણા ઇનોવેટિવ આઇડિયા અને આધુનિક ટેક્નોલોજીની મદદથી ઘણા આગળ નીકળી ચૂક્યાં છે.
    યાદ આવે વાવાઝોડા તોફાનમા અમારા ઘરનું એલ્યુમીનીયમનુ પતરુ ગોબાઇ વળી વિચિત્ર આકારનું થયુ ત્યારે વડીલ કહે આને આર્ટ ગેલરીમા મુકવામા આવે તો રસિકો વિચારતા થઇ જાય

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s