ત્રિલોક ( પી. કે. દાવડા )


ત્રિલોક

આર્યાવ્રતની સીમાઓ ઉત્તરમાં પંજાબ, દક્ષિણમાં વિંધ્યાચલ, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને પુર્વમાં આસામ સુધીની હતી.

આર્યાવ્રતની ઉપરના ભૂખંડોને સ્વર્ગલોક ગણવામાં આવ્યા હતા, આર્યાવ્રતને પૃથ્વીલોક અને આર્યાવ્રતની નીચેના (વિંધ્યાચલની પેલીપારના) ભૂખંડને પાતાળલોક ગણવામાં આવ્યા હતા.

હિમાચલ, કાશ્મીર, નેપાલ, ઉત્તરાખંડ, સિક્કીમ, ભૂતાન, અરૂણાચલ અને તિબેટ વગેરે ભૂખંડોમાં સ્ત્રીઓ સુંદર હતી, એને અપ્સરા માની લેવામાં આવી હતી. ત્યાંના રાજાઓને ભગવાન માની લેવામાં આવ્યા હતા.

વીધ્યાચળની નીચેના ભૂખંડમાં લોકો શ્યામવર્ણા હતા. એમના વિશે બહુ જાણકારી હતી. સ્વબચાવમાં વીરતાપૂર્વક લડનારા હતા. આર્યો એમને સહેલાઈથી હરાવી શકતા હતા. એમના ઘરો અને મંદિરોના બાંધકામ આર્યાવ્રત કરતાં સુંદર હતા, (દા.. લંકાને સોનાની નગરી તરીકે વર્ણવી છે) એટલે એમને માયાવી અસુર ધારી લેવામાં આવ્યા હતા.

નારદનું પાત્ર ત્રણે લોક વચ્ચેની એક સાંકળ છે. નારદે ત્રણે લોકમાં ફરી જે માહિતી એકઠી કરી, એને પુરાણોએ સ્વીકારી લીધી હોય એવી પણ શકયતા છે.

વિંધ્યાચળની નીચેના અને છેક પૂર્વના ભૂખંડોમાં વસતા લોકોને દાનવ, દૈત્ય, યક્ષ, નાગ વગેરે નામો આપવામાં આવ્યા હતા. આમાંથી કેટલાક લોકોને આર્યો હરાવી શક્યા હતા. અનંત, વાસુકી, તક્ષક, વગેરે નાગપ્રજાના રાજાઓ હતા. અર્જુન નાગ રાજકુમારી ઉલુપીને પરણ્યો હતો.

જ્યારે પણ આર્યોનો રાજાઓ ઉપર વિજય થતો ત્યારે એને દાનવો ઉપર દેવોના વિજય તરીકે ગણવામાં આવતો.

મહાભારતમાં સ્વર્ગારોહણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તિબ્બેટમાં નંદનકાનન નામનો દેવરાજ ઇન્દ્ર નો દેશ હતો. ઇન્દ્ર સ્વર્ગ માં નહિ ધરતી પરજ હિમાલય વિસ્તાર માં રહેતા હતા. ત્યાં જ શિવ અને અન્ય દેવતા પણ રહેતા હતા.

ત્યાંથી જે આર્યાવ્રતમાં આવ્યા એ બધા મનુષ્ય આર્ય તરીકે ઓળખાવા લાગ્યા. આર્ય એક ગુણ વાચક શબ્દ છે જેનો સીધો અર્થ થાય છે ‘શ્રેષ્ઠ’. આ જ લોકો સાથે વેદ લઇ ને આવ્યા. આનાથી એ ધારણા પ્રચલિત થઇ કે દેવભૂમિ પરથી વેદ ધરતી પર ઉતર્યા. સ્વર્ગથી ગંગાને ઉતાર્યા એ પણ પૂરવાર કરે છે કે હિમાલયમાં જ સ્વર્ગ હતું.

હિસાબે સ્વર્ગમાં જવા તપ કે યજ્ઞ કરવાની જરૂર નથી. હિમાલય પર્વતની તળેટીથી ઊંચા શિખરો સુધીના કોઈપણ પ્રદેશમાં પહોંચી જાવ તો સ્વર્ગમાં પહોંચી શકશો, અને પાછા પણ આવી શકશો.

પી. કે. દાવડા

6 thoughts on “ત્રિલોક ( પી. કે. દાવડા )

 1. આ ચોપડી જરૂર વાંચજો .
  https://en.wikipedia.org/wiki/The_Immortals_of_Meluha

  એના ત્રણ ભાગમાંથી પહેલો ભાગ મેં વાંચેલો છે. શકરના જીવન વિશે ભાગ્યે જ કોઈ સાહિત્ય રચના લખાઈ હશે. મુન્શીજીના કૃષ્ણાવતારની જેમ, આ પુસ્તકમાં આપણા ધાર્મિક સાહિત્યની વાતોને આ ધરતી પરની હોય એમ વર્ણવાઈ છે.

  Like

 2. ત્રિલોક વિષે નવિન આજે જ જાણ્યું
  ધન્યવાદ
  કહેવત છે-‘આપ મર્યા વગર સ્વર્ગે ન જવાય પણ મા દાવડાજી ના સંશોધન-‘આ હિસાબે સ્વર્ગમાં જવા તપ કે યજ્ઞ કરવાની જરૂર નથી. હિમાલય પર્વતની તળેટીથી ઊંચા શિખરો સુધીના કોઈપણ પ્રદેશમાં પહોંચી જાવ તો સ્વર્ગમાં પહોંચી શકશો, અને પાછા પણ આવી શકશો.’

  Like

 3. પૂ. દાવડા સાહેબે આ સંશોઘન કરેલું છે કે ?
  કોણ વાચક આ સંશોઘનને માનશે ? કયો ભગવાઘારી આ રીસર્ચને માનીને તેમના ફોલોઅર્સને માનવા કહેશે ? સોલીડ પ્રુફ જોઇઅે.
  ઇજીપ્તના ખંડેરો સાબિતિ છે કે ત્યાં આવી સંસ્કૃતિ હતી.
  સોલીડ પ્રુફ હોવું જરુરી છે.
  અમૃત હઝારી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s