ઇશ્ર્વર અને ભગવાન ( પી. કે. દાવડા )


ઇશ્ર્વર અને ભગવાન

E = mC^2

આઈનસ્ટાઈનના જાણીતા સમીકરણમાં એક ઈશ્વરવાદની સંપૂર્ણ વ્યાખ્યા આવી જાય છે. આઈનસ્ટાઈન અને સ્ટીફન હોકીંગ્સ બન્નેએ કબૂલ કરેલું કે આ શક્તિ એ જ કદાચ ઈશ્વર છે.

આ લેખમાં મેં ઇશ્વર અને ભગવાન આ બે શબ્દો માત્ર બન્નેને એકબીજાથી અલગ દર્શાવવા જ વાપર્યા છે. મને ખબર છે કે મોટાભાગના લોકો ઈશ્વર અને ભગવાનને એક જ ગણે છે.

લેખની શરૂઆતમાં હું આઈન્સ્ટાઈનની વાત માની લઉં છું કે સમસ્ત બ્રહ્માન્ડ શક્તિનું મૂર્ત સ્વરૂપ છે. યુરેનિયમના એક નાના કણને તોડવાથી એમાંથી કેટલી શક્તિ પેદા થાય છે, એનો એક જ દાખલો બસ થશે. જાપાન ઉપર નખાયલા અણુબોમ્બમાં પેક કરાયલા યુરેનિયમમાંથી માત્ર ચાર પાઉન્ડ યુરેનિયમ જ વપરાયેલું. આ પૃથ્વી ઉપર જ યુરેનિયમનો કેટલો જથ્થો છે એનો અંદાઝ લગાડવો મુશ્કેલ છે. યુરેનિયમને split કરી શકાયું, એ જ રીતે જ્યારે બીજા પદાર્થોના અણુઓને પણ split કરી શકાશે ત્યારે કેટલી ઊર્જા પેદા કરી શકાશે? આ ચર્ચાને ટુંકી કરવા mathematics માં વપરાતી સંજ્ઞા ઇન્ફીનીટી વાપરવી જ યોગ્ય છે. તમે કેટલો પણ મોટો આંકડો ધારૉ તો પણ ઈન્ફીનીટીનો આંકડો એનાથી મોટો હશે. એટલે શક્તિ, જેને હું હવે ઇશ્વર કહીશ, એ ઈન્ફીનીટી છે. એનો વ્યાપ માપવો અશક્ય છે.

આખું બ્રહ્માંડ અને એમાં રહેલા જડ અને ચેતન પદાર્થો તો એ શક્તિપૂંજના અતિ સૂક્ષ્મ અંશ છે. આપણે પણ એ જ શક્તિનો અંશ છીએ. રામ, કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ પણ એ જ શક્તિના અંશ હતા. તો પછી આપણાંમાં અને આ દેવી દેવતાઓમાં શું ફરક? આપણાંમાં જેટલી શક્તિ છે, એના કરતાં અનેક ઘણી શક્તિ આ લોકોમાં હતી. આપણે એમને ભગવાન કહીએ.

આવી વિશેષ શક્તિવાળા લોકો ખૂબ જ લાંબા સમયગાળા પછી અસ્તિત્વમાં આવે છે, એટલે આપણે એમને અવતાર કહીએ છીએ. ભગવાન એક અવતાર છે. એને પણ જન્મમરણની પરિભ્રમણાં છે. જ્યારે ઇશ્વર અજન્મા-અવિનાશી છે.

ઇશ્વર નિરાકાર છે. શક્તિનું કોઈ ચોક્ક્સ સ્વરૂપ નથી. એના અનેક પ્રકાર છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. ત્યારે ભગવાન સાકાર છે.

હિંદુ પરંપરામાં શ્રી રામ, કૃષ્ણ આદિ ભગવાન કહેવાય છે. જિન પરંપરામાં તમામ તીર્થંકરોં ભગવાન કહેવાય છે. બૌદ્ધ પંરપરામાં ગૌતમ બુદ્ધ ભગવાન કહેવાય છે, તો શીખ પરંપરામાં નાનકદેવ ભગવાન કહેવાય છે.

ઇશ્વર- આ શક્તિ, આ બ્રહ્માંડમાં હરેક જડ અને ચેતન વસ્તુઓની જનેતા અને પાલક છે. ચાહે મનુષ્યને જ્ઞાત હોય કે ન હોય. જે શક્તિ દ્વારા સંપૂર્ણ બ્રહ્માંડના વિસ્તારથી લઈને અણુની સૂક્ષ્મતમ સ્થિતિ વ્યવસ્થિત રૂપે ચાલી રહી છેએ ઇશ્વર છે.

ભગવાનમાર્ગદર્શક છે, જેઓ આપણને ઇશ્વરની અનુભૂતિનો માર્ગ બતાવે છે.

ઇશ્વરનો કોઈ સમ્પ્રદાય નથી. હરેક ભગવાનના નામે એમના નિર્વાણ પછી એક નવો સમ્પ્રદાય જન્મે છે.

મારા મત અનુસાર ઇશ્વર અને ભગવાનનો ફરક સમજી લઈએ તો બધાના ભગવાન એક જ ઇશ્વરના અંશ છે. આને હું એક ઇશ્વરવાદ કહીશ.

-પી. કે. દાવડા

8 thoughts on “ઇશ્ર્વર અને ભગવાન ( પી. કે. દાવડા )

  1. આટલું જે સમજીને પચાવી શકે તે પોતાનામાં રહેલી શક્તિને વધારી કેમ સદ્ઉપયોગ કરવો તેનો સાચી દિશામાં વિચાર કરવા યોગ્ય થઈ શકે એવી મારી માન્યતા છે. આ વાત સમજીને અમલમાં ન મૂકનારા લોકો અંધશ્રદ્ધાળુ ગણાય અને યોગય દિશામાં વિચારવાની ક્ષમતા તેમનામાં ઓછી હોય છે.સ્થળ અને સમય જોયા જાણ્યા વગર અહીં દર્શાવેલા ભગવાનનું આંધળું અનુકરણ કરનારા, વિચારોની ભ્રમજાળ રચી સુખ અને દુ:ખના ખોટા ખ્યાલોમાં રાચે છે અને જગત વિષેના નકારાત્મક વિચારોને પોષે છે. દાવડાભાઈએ બહુ ઓછા શબ્દોમાં ઈશ્વર નામની અદીઠ શક્તિનો પરિચય આપ્યો તે બદલ ધન્યવાદ.

    Like

  2. સાયન્સ એટલે સત્ય માનતા આઈનસ્ટાઈનના આ જાણીતા સમીકરણ વિરુધ્ધ અનિશ્ચયનો સિધ્ધાંત ! Why E=mc² is wrong?
    The most famous equation in all of science is Einstein’s E = mc2, but it is also frequently disputed. અને ગોડ પાર્ટીકલ અંગે પણ મતભેદ પ્રવર્તે છે, ત્યારે સંતોના માર્ગે સાક્ષાત્કાર કરવો અને આપની વાત-અનુભવવી વધુ યોગ્ય લાગે છે.બાકી ભગવાન અને ઇશ્વર શબ્દો સર્વશક્તિમાન- જેને વર્ણવી ન શકાય તેને વર્ણવવાની અભિવ્યક્તી છે.અને દરેક ધર્મોએ પ્રેમ, ઇશ્ક ,લવ એવા શબ્દથી વર્ણન કર્યું છે
    ‘મારા મત અનુસાર ઇશ્વર અને ભગવાનનો ફરક સમજી લઈએ તો બધાના ભગવાન એક જ ઇશ્વરના અંશ છે. આને હું એક ઇશ્વરવાદ કહીશ.’ તે ઉપરાંત દરેક જડ ચેતન બધા જ તેના અંશ છે

    Like

  3. very straight forward explanation of ISHAVAR as Infinity and BHAGWAN as AVATAR of Divine whole as Divine Fragment. Who express/teach us what is ISHAVAR taking birth into- SAKAR Personality to express NIRAKAR.. If their disciples understand ultimate and don’t make/create new sects then Humanity can be most Happy, else we are what wee are today and will be worst tomorrow !!!!

    Like

  4. મને એમ સમજાય છે કે ભગવાન કે ભગવન્ એ માનાર્થે થતું સંબોધન છે. જેવી રીતે અંગ્રેજીમાં લૉર્ડ બોલાય છે. (લૉર્ડ માઉન્ટ બેટન- માં વપરાતો લોર્ડ શબ્દ પણ માનાર્થે જ છે)શિષ્ય પોતાના ગુરુને ભગવન્ કહીને સંબોધતા હોય અને ગુરુ પોતાના શિષ્યને વત્સ કહેતા હોય એવા કેટલાંયે દૃષ્ટાંતો આપણે વાંચ્યાં છે.

    ભગવાનનો ડિક્શનરી મિનિંગ શો છે તે લક્ષમાં લેવો ઘટે.

    આચાર્ય રજનીશ પાછળથી ભગવાન રજનીશ બન્યા અને છેલ્લે ઓષો બન્યા ત્યારે પત્રકારોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ભગવાનનો કેવો અર્થ એમણે આપેલો તે અહીં લખી શકાય તેમ નથી!

    Like

  5. આપણી ભારતીય પરંપરામાં તત્વજ્ઞાનની મુખ્ય છ શાખાઓ છે. તેને દર્શન શાસ્ત્રો નામ આપેલ છે. સાંખ્ય -યોગ -ન્યાય -વૈશેષિક-પૂર્વમીમાંસા તથા ઉત્તરમીમાંસા અથવા વેદાન્ત. પ્રત્યેક દર્શન ઇશ્વર બાબત સ્વતંત્રતા થી વાત કરે છે. આ વિષય રસપ્રદ છે.

    Like

  6. મારા ખ્યાલ પ્રમાણે ભગવાન એટલે જે તેજવાન છે તે. તેજસ્વી મનુષ્યમાં જ્ઞાન, બુદ્ધિનું અને અથવા બળનું તેજ હોય. આમ તો ભગ નો અર્થ તેજ છે. એટલે ભગવાન મૂળ શબ્દ સૂર્ય માટે વપરાયેલો. પછી તે સૂર્યસમાન રાજાઓ અને મહાપુરુષો માટે વપરાવવા લાગ્યો. કૃષ્ણ, રામ, બુદ્ધ, મહાવીર, પરશુરામ … ભગવાન કહેવાયા. તે પછી તો ઘણા બધા ભગવાન કહેવાય છે.
    ઈશ્વર એટલે નિયંતા. ઈશ, ઈશાન, ઈશ્વર, પરમેશ્વર સામાન્ય રીતે પ્રાચીન સાહિત્યમાં અગ્નિ, રુદ્ર, અને શિવ માટે વપરાયાં. વિષ્ણુ અને બ્રહ્મા માટે પણ પણ તેમના સહસ્રનામમાં વપરાયાં.
    સ્વતંત્ર રુપે ઈશ્વર, ઈશ, કે ઈશાન શબ્દ વપરાતો ત્યારે તે શિવનો પર્યાયના રુપે હતો.
    ભગવાન ઉવાચ એટલે કૃષ્ણ બોલ્યા કે વિષ્ણુ બોલ્યા
    ઈશ્વરઃ ઉવાચ એટલે શિવ બોલ્યા.

    Like

પ્રતિભાવ