ભગવદગીતા DECODED-૧ ( પી. કે. દાવડા )


ભગવદગીતા DECODED-

મનુષ્યની જીવનની સફર માટે ભગવદગીતા GPS છે. જીવનમાં આપણે અત્યારે ક્યાં છીએ, અને આપણે ક્યાં પહોંચવું છે, જો આ બે વાતો ખબર હોય તો ભગવાન GPS બનીને માર્ગ દેખાડશે, પણ ડ્રાઈવ તો આપણે જ કરવું પડશે. જો ગાડી સ્ટાર્ટ જ નહીં કરો તો જ્યાં છો ત્યાં જ રહેશો.

ભગવદગીતાનો લાભ મેળવવાની પહેલી શરત છે શ્રધ્ધા. શ્રધ્ધા વગર આદરેલા કોઈપણ કાર્યમાં સંપૂર્ણ સફળતા મળવાની શક્યતા ઓછી છે. સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશમાં ગઈ હતી ત્યારે ભગવદગીતાનું પુસ્તક સાથે લઈ ગઈ હતી. શ્રધ્ધાનું એક ઉત્તમ ઉદાહરણ છે.

સામાન્ય રીતે નવી ટેકનોલોજી આવે ત્યારે જૂની ટેકનોલોજીનો ઉપયોગ રહેતો નથી. પણ ગીતા ૫૦૦૦ વરસ જૂની હોવા છતાં આજે પણ ઉપયોગી છે.

ગીતાની સરખામણી શાસ્ત્રીય સંગીત સાથે કરી શકાય, સમજાય ત્યાં સુધી કંટાળો આવે પણ એકવાર સમજાઈ જાય તો બસ આનંદ ને આનંદ.

માનવીના ભૌતિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જીવનને ગીતા માર્ગદર્શન આપે છે. માનવીને જીવન જીવવા ગીતા પ્રકાશ પાથરે છે. ગીતા જીવન જીવવામાં રસ જગાડે છે. વ્યક્તિએ શા માટે જીવવું અને કેવી રીતે જીવવું એ ગીતા સમજાવે છે. ગીતા સામાન્ય માણસને પણ આશ્વાશન અને હિમ્મ્ત આપે છે. બે ધર્મ વચ્ચે જ્યારે સંધર્ષ થાય તો શેનું આચરણ કરવું એ ગીતા સમજાવે છે. ગીતા માત્ર ધર્મગ્રંથ નથી એ જીવનગ્રંથ છે.

ગીતાના ૭૦૦ શ્ર્લોકમાં તો ઘણી વાતો સમજાવી છે પણ સિવાય ગીતાની રચના, ગીતાના બંધારણમાંથી પણ ઘણાંબધાં તારણ કાઢી શકાય છે. ગીતાનો પ્રત્યેક શબ્દ એના યોગ્ય સ્થાને મૂકાયલો છે. જો એનું સ્થાન બદલાય તો એનો અર્થ પણ બદલાઈ જાય એવી અદભૂત ગોઠવણી છે. આપણે એના થોડા ઉદાહરણો જોઈએ.

ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્ર ઉવાચથી થાય છે અને એનો અંત સંજય ઉવાચથી થાય છે. આનો અર્થ આપણે ગીતા સમજ્યા પહેલા ધૃતરાષ્ટ્ર જેવા આંધળા છીએ, પણ સમજી લીધા પછી આપણને સંજય જેવી દિવ્ય દૃષ્ટી મળે છે.

ગીતાના પ્રથમ શ્ર્લોકની શરૂઆત ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે થાય છે. આમાં ધર્મક્ષેત્રેને પહેલા અને કુરૂક્ષેત્રેને પછી શા માટે મૂક્યા છે? આનું કારણ છે કે જ્યારે આપણે જગતમાં આવીએ છીએ ત્યારે તો શરીરથી અને મનથી ધર્મક્ષેત્ર જેવા છીએ, કુરૂક્ષેત્ર તો પછી આપણે આપણાં કર્મોથી બનાવીએ છીએ.

યદા યદાહી ધર્મસ્ય શ્ર્લોકમાં ભગવાને કહ્યું છે, “પારિત્રાણાય સાધુનામ, વિનાશાય દુષ્કૃતામ..”. અહીં પણ એમણે પ્રાથમિકતા સાધુઓના રક્ષણને આપી છે. દુષ્ટૉને મારવાની વાતને બીજું સ્થાન આપ્યું છે.

આમ ગીતાની રચનામાંથી અને ૭૦૦ શ્ર્લોકો સિવાય પણ ગીતામાંથી અનેક સંદેશ મળે છે. આપણે હવે પછીના બે ભાગમાં સંદેશ વિષે વિચારીશું

પી. કે. દાવડા

5 thoughts on “ભગવદગીતા DECODED-૧ ( પી. કે. દાવડા )

 1. Wah….This is exactly what is required in today`s age. They say that the present generation is passing thru The Era of Stress……Bhagwad Gita is the universal granth….not attached to particular religion or sampraday or any place on universe…….It teaches the lessons of life. Hats off to Davda Saheb for taking this subject for us.

  Like

 2. ખૂબ જ પ્રચલિત શ્લોક ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ્ અધર્મસ્ય તદા આત્માનમ્ સૃજામિ અહમ્. પરિત્રાણાય સાધૂનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્, ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે‘ ના સંદર્ભમાં આપે લખ્યું કે એમાં પ્રાથમિકતા સાધુઓના રક્ષણને આપી છે એ વિશે થોડુંક લખવાનું પસંદ કરું છું.

  ભગવાનને આપણે સર્વશક્તિમાન માનતા હોઈએ તો એ વાત સમજી શકાય તેમ છે કે દુષ્કૃત્ય કરનારાને દંડ આપવા માટે કે સજ્જનોના રક્ષણ માટે અવતાર લેવાનું બહુ મોટું કારણ નથી. એટલું તો વૈકુંઠમાં કે જ્યાં બેઠા હોય ત્યાંથી પણ થઈ શકે. જે શક્તિ પોતાના સંકલ્પ માત્રથી બ્રહ્માંડનું સર્જન કરી કરતી હોય તેને માટે દુષ્ટોનો નાશ કરવો એ કોઈ અઘરી બાબત ન હોઈ શકે. ગમે તેનું ગમે ત્યારે હાર્ટફેઈલ કરી શકે!

  એક ગેરસમજ એવી પણ પ્રવર્તે છે કે ધર્મની ગ્લાનિ થાય અને અધર્મ પ્રભાવી થઈ જાય ત્યારે ભગવાન અવતાર લે છે- તદા આત્માનમ્ સૃજામિ અહમ્; તો પછી થાય તેટલાં પાપ કરો.જેથી ભગવાન જલદી આવે.! ભગવાનને લાગશે કે હવે તો મારે જવું જ જોઈએ એટલે એ અવતાર ધારણ કરીને આવશે.અને ધર્મસંસ્થાપના કરીને પાછા નિજ ધામમાં ચાલ્યા જશે.

  ‘સંભવામિ યુગે યુગે‘- આ યુગ એટલે કેટલો સમયગાળો? યુગ કેટલા વર્ષે બદલાય? હજી યુગ પૂરો જ નથી થયો કે શું? કે પછી અનેક યુગો પૂરા થઈ ગયા અને ભગવાન એમના વચન મુજબ અવતારી કૃત્ય કરીને ચાલ્યા યે ગયા! આપણે જ એમને ઓળખી શક્યા નહિ, એવું તો નથી ને!

  મને એવું સમજાય છે કે શુદ્ધ ધર્મ પર જ્યારે રાખ ફરી વળી હોય, પૃથ્વી પર જ્યારે દુષ્ટો કાળો કેર વર્તાવી રહ્યા હોય, માનવ્યને ભરખી જનારા અનેક દૂષણો ફૂલ્યા ફાલ્યા હોય, ધર્મનું રૂપ લઈને અધર્મ પ્રભાવી બન્યો હોય ત્યારે સાધુડા બે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય કે ‘હવે પ્રભુ અવતાર લો તો સારું‘ તો ભગવાન નહિ જ આવે. એમણે આવવું જ ન જોઈએ! બુદ્ધિ અને શક્તિ આપીને જે માનવને ભગવાને આ સંસારમાં મોકલ્યો તે શું માત્ર માળા જપવા માટે, ભિક્ષાન્ન આરોગવા માટે, ગુફામાં જઈને ધ્યાન ધરવા માટે…. સાધુ એટલે બાવા જોગટાં નહિ, પણ સજ્જનોના અર્થમાં સાધુ શબ્દ પ્રયોજાયો છે એ તો આપણને ખબર જ છે. એ સાધુ એટલે બાવા જોગટા હોય કે સમાજની ચિતા કરનારા ચિંતકો અને વિદ્વાનો હોય, તેઓ શું કરે છે તે વાત મહત્વની છે. ભગવાને જ આવીને બધું કરી જવાનું હોય તો આ લોકોએ કંઈ લરવાનું જ નહિ?

  ધર્મસંસ્થાપના માટે સદા પ્રયત્નશીલ એવા કર્તૃત્વવાન સજ્જનો માટે ભગવાન આવે છે. જગત બગડી ગયું, હળાહળ કળિયુગ બેસી ગયો એવો કેવળ વિલાપ કરનારા સજ્જનોનું ભગવાનના દરબારમાં કંઈ માન ન હોય. એને જે પ્રેમ છે તે કર્મવીરો પ્રત્યે. બધું બગડવા બેઠું હોય ત્યારે બબડતા બેસી રહેવાને બદલે ધર્મસંસ્થાપનાનું કામ કરનારા કર્મવીરો હતાશ ન થઈ જાય એટલા માટે તેને આશ્વાસન આપવા, તેમને માથે હાથ ફેરવી તેમનો થાક ઉતારવા ભગવાન આવતા હોય એ વધારે લોજિકલ લાગે છે.

  ગજેન્દ્ર મોક્ષની કથામાં પણ મગરની ચૂડમાંથી બચવા પોતાનાથી શક્ય તેટલું જોર હાથી અજમાવે છે અને એની શક્તિ ખલાસ થઈ જાય છે અને પછી એ ભગવાનની મદદ માંગે છે ત્યારે ભગવાન ગરુડે ચડીને આવે છે! પોતાની સમગ્ર બુદ્ધિ અને શક્તિ આજના સજ્જનો ધર્મ સંસ્થાપના માટે વાપરે છે ખરા?… કેવળ હાક મારવાથી ભગવાન નહીં આવે.થાકી જાય તેટલું કામ કર્યા પછી હાક મારે તો આવે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s