શિલ્પી રાઘવ કનેરિયા-૧ ( પી. કે. દાવડા )


શિલ્પી રાઘવ કનેરિયા-૧

રાધવ કનેરિયાનો જન્મ ૧૯૩૬માં એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૫૫ માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજમાં જોડાયા. વરસે એમની સાથે જોડાયેલા અને પછીથી મોટા કલાકારો તરીકે જાણીતા થયેલા અન્ય વિદ્યાર્થીઓ હતા જ્યોતિ ભટ્ટ, હિંમત શાહ, ગુલામમોહમ્મદ શેખ, વિનોદ શાહ, કૃષ્ણ છાતપર અને વિનોદરાય પટેલ. એમના અધ્યાપકો હતા માર્કંડ ભટ્ટ, એન.એસ. બેન્દ્રે, શંખો ચૌધરી અને કે. જી. સુબ્રમન્યમ જે બધા ભારતના કલાજગતના ખુબ મોટા નામો છે.

જ્યોતિભાઈ અને રાઘવભાઈની પ્રથમ વર્ષમાં જ પાકી દોસ્તી થઈ ગઈ. ૧૯૫૬ માં જ્યોતિભાઈને યુનિવર્સીટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં એક મોટું મ્યૂરલ (ભીંતચિત્ર) તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. જ્યોતિભાઈએ આ કામ માટે અન્ય બે મિત્રો અને રાઘવભાઈને મદદનીશ તરીકે લીધા. એમાંથી જે મહેનતાણું મળ્યું એ ચારે જણાએ વહેંચી લીધું. ત્યારે રાઘવભાઈની આર્થિક પરિસ્થિતી સારી ન હતી, અને અભ્યાસ છોડી દેવાનો વિચાર પણ આવ્યો હતો, પણ આ મહેનતાણું મળતાં એમને રાહત થઈ હતી.

કોલેજમાં પેઈન્ટીંગ વિભાગની સામગ્રી વિદ્યાર્થીઓએ જાતે ખરીદવી પડતી, પણ શિલ્પકળા વિભાગમાં માટી, પ્લાસ્ટર લાકડું, પથ્થર, ધાતુ વગેરે વિભાગ તરફથી પુરૂં પાડવામાં આવતું. રાઘવભાઈને પેઇન્ટીંગમાં વધારે રસ હોવા છતાં આર્થિક કારણોથી શિલ્પ વિભાગમાં રહેવું પડ્યું હતું. અનેક હાડમારીઓનો સામનો કરીને, રાત દિવસ જોયા વિના કામ કરીને દર વરસે પ્રથમ ક્રમે રહીને અભ્યાસક્રમ પૂરો કરી ડિપ્લોમા મેળવ્યો.

(૧૯૫૭ માં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ – વડોદરા-માં પ્રથમ વર્ષના વિદ્યાર્થી રાઘવ કનેરિયા)

વર્ષો દરમ્યાન પોતાના ઘર આંગણે ઉછરેલા ગાય, વાછરડાં તથા નંદીના સ્વરૂપ એમની કૃતિઓમાં પ્રગટ થતાં રહેલાં. વિદ્યાર્થિકાળમાં તૈયાર કરેલી એમની એક કૃતિને લલિત કલા અકાદમી આયોજિત રાષ્ટ્રીય પ્રદર્શનમાં પુરસ્કાર મળેલો. પ્રસંગે એમના ખાસ મિત્ર જ્યોતિ ભટ્ટ્ને એટલો આનંદ થયો હતો કે એમણે આનંદનું વર્ણન કરતો એક લેખ માસિકના માર્ચ ૧૯૫૯ ના અંકમા લખેલો.

ડિપ્લોમા મેળવ્યા પછી એમણે બે વર્ષ માટે (૧૯૬૦ થી ૧૯૬૨) ભારત સરકારની નેશનલ શિષ્યવૃતિ મેળવી. ૧૯૬૪ માં બ્રિટીશ સરકારની કોમનવેલ્થ સ્કોલરશિપ મેળવી લંડનની રોયલ કોલેજ ઓફ આર્ટમાંથી M.A. ની ડીગ્રી મેળવી.

લંડનમાં અભ્યાસ દરમ્યાન એમને સર રોબર્ટ સેન્બરી એવોર્ડ મળેલો. ત્યાં અભ્યાસ પૂરો કરી લંડનની વોલ્થમાસ્ટો આર્ટ કોલેજમાં બે વર્ષ સુધી લેકચરર તરીકે કામ કર્યું. ત્યાર બાદ ફરી વડોદરા આવી ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં અધ્યાપક બન્યા.

આમ તો ૧૯૬૦ થી પ્રયોગશીલ કલાકાર તરીકે જાણીતા થયા હતા, પણ ૧૯૭૦ સુધીમાં તો એમની ગણત્રી Perfectionist માં થવા લાગી. શરૂવાતમાં ઔદ્યોગિક પ્રોસેસ પછી નકામા તરીકે ફેંકી દેવાયલી વસ્તુઓનો ઉપયોગ કરી રાઘવભાઈ અનોખા શિલ્પ તૈયાર કરતા. આવા શિલ્પ તૈયાર કારવા તેઓ સામાન્ય પ્રક્રીયાઓ, જેવી કે ખીલ્લા ઠોકીને છૂટક ભાગને જોડવા, લાકડું કોરીને આકાર આપવો, છીણી હથોડીથી કોતરકામ કરવું વગેરે. એમના આવા શિલ્પોમાં એમની રમતિયાળ વૃતિ છતી થતી, પણ ત્યાર બાદના શિલ્પોમાં એમણે ગંભીર સંદેશ આપવાનું શરૂ કર્યું. ૧૯૮૦ માં માટીના ઘડા દ્વારા પ્રયોગા કર્યા, માટીની મૂર્તિઓ બનાવી અને ગ્રામ્ય કલાને છતી કરી.

શિલ્પકળાના અનેક સ્વરૂપો ખેડનારા રાઘવભાઈએ સ્ટીલ, બ્રોન્ઝ અને બ્રાસનો ઉપયોગ કરીને સુંદર શિલ્પોનું નિર્માણ કર્યું છે. એમના શિલ્પોમાં પશુઓ અને ખાસ કરીને આખલા જોવામાં આવે છે, એનું કારણ એમને નાનપણથી પશુઓ અને ખાસ કરીને નંદી અને વાછરડાઓ માટે વિશેષ પ્રેમ હતો.

વિદ્યાર્થીકાળમાં કરેલી એમની કૃતિ લલિત કલા એકેદેમી આયોજિત પ્રદર્શનમાં પુરસ્કૃત થઈ હતી, ત્યારે એમના સહપાઠીઓએ ઢોલનગારા સાથે વડોદરમાં ઉત્સવ ઉજવેલો.

૧૯૬૧ માં જગદીશ સ્વામીનાથન, જેરામ પટેલ, ગુલામમોહમ્મદ શેખ અને અન્ય કલાકારોએ સ્થાપેલા “ગ્રુપ ૧૮૯૦” માં બાર સભ્યો હતા. એમાંથી ૧૧ સભ્યો ચિત્રકાર હતા, માત્ર રાઘવ કનેરિયા શિલ્પી હતા. આ ગ્રુપનું પ્રથમ પ્રદર્શન દિલ્હીમાં લલિત કલા અકાદમીની ગેલેરીમાં, રવીન્દ્ર ભવનમાં યોજાયું હતું, જેનું ઉદઘાટન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ કરેલું. તેને માટે મુંબઈથી લોખંડના વજનદાર મૂર્તિશિલ્પો પહોંચાડવાનું સાહસ તો રાઘવભાઈએ કર્યું, પણ પાછા લઈ જવાના આકરાં ખર્ચની વ્યવસ્થા થઈ ન શકી, તેથી એક મિત્રના બગીચામાં જ એ છોડી આવ્યા.

(વધુ આવતા બુધવારે)

4 thoughts on “શિલ્પી રાઘવ કનેરિયા-૧ ( પી. કે. દાવડા )

 1. મા રાઘવ કનેરિયાજી ના ફૉટા જોયા અને શરુઆતના જીવન સંઘર્ષની વાતો જાણી
  રાહ બીજા હપ્તામા સુંદર શિલ્પના ફૉટા અને રસદર્શનની

  Like

 2. એક સાચા અને સરળ કલાકાર, અમારા મિત્ર રાઘવભાઈનો સૌને પરિચય કરાવવા માટે દાવડાસાહેબને ધન્યવાદ.
  સરયૂ દિલીપ પરીખ

  Like

 3. દાવડાભાઈ અને સરયૂબેન. તમારા સાથ અને સહકાર બદલ ખુબ ખુબ આભાર.

  – કનેરિયા પરિવાર વતી – અંકુર કનેરિયા.🙏

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s