ભગવદગીતા DECODED-૩ ( પી. કે. દાવડા )-અંતીમ


ભગવદગીતા DECODED-

શ્રીકૃષ્ણ અર્જુનની લડાઈ લડતા નથી, એને લડવા તૈયાર કરે છે. ગીતા આપણને આપદાઓ સામે સંઘર્ષ કરવા તૈયાર કરે છે.

યુધ્ધની ભૂમિ ઉપર રચાયલી ગીતા માણસને સુખશાંતિ ભર્યું જીવન જીવવાનો રસ્તો બતાવે છે. ગીતા મૃત્યુ પછી વાંચવાનો ગ્રંથ નથી.- આ લોકની વાત છે, પરલોકની નહીં. ગીતામાં અધ્યાત્મની ચર્ચા કરતાં માણસના મનની અને મનુષ્ય જીવનની વધારે ચર્ચા છે. આજે જ્યારે અધ્યાત્મના નામે કર્મત્યાગની વાત કરાય છે, ત્યારે ગીતા કર્મ કરવાની વાત કરે છે. ગીતા સંયમની વાત કરે છે, ત્યાગની નહીં. ગીતા અહિંસાવાદી કે હિંસાવાદી નથી, એ વાસ્તવવાદી છે. ગીતા યુધ્ધ કરવાનું એટલે કહે છે કે પ્રજા નમાલી ન બની જાય. ગુલામ ન બની જાય. બધા સાધુ થઈ જાય તો સમાજ કેમ ચાલે?

ગીતા કહે છે કે કર્મ સારા કે ખરાબ હોતા નથી, હેતુ સારા કે ખરાબ હોય છે. ફાંસીની સજા પામેલા ગુન્હેગારને ફાંસીને માચડે લટકાવનાર ફાંસીગરનું કર્મ ખરાબ નથી. ખૂની નથી. તો પોતાનો સ્વધર્મ બજાવે છે.

ગીતાની શરૂઆત એક વાત સાબિત કરે છે કે દૃષ્ટી તેવી સૃષ્ટી. દુર્યોધને અને અર્જુને બન્ને એ યુધ્ધની એક સરખી તૈયારીઓ જોઈ. દુર્યોધનને માત્ર સામેની સેનામાં દુશ્મનો જ દેખાય, ત્યારે અર્જુનને સગાં-સંબધી, ગુરૂજનો અને વડિલો દેખાયા. જેવી દૃષ્ટી એવી સૃષ્ટી.

મહાભારત એ સગાં-સંબધીઓ વચ્ચેનું યુધ્ધ હતું. આપણાં પણ લડાઈ ઝગડા સગાં-સંબંધીઓ વચ્ચે જ થાય છે. એ સંપતિ માટેનું યુધ્ધ હતું આપણું પણ મોટે ભાગે સંપતિ માટેનું જ યુધ્ધ હોય છે.

ગીતામાં જીવનના બધા જ અંગોનો સમાવેશ -૧. યુધ્ધ ૨. આત્માપરમાત્મા ૩. કર્મ ૪. જ્ઞાન ૫. ભક્તિ ૬. સન્યાસ ૭. યોગ ૮. ત્યાગ ૯. તપ ૧૦. સુખ દુખ. એક નાના એવા પુસ્તકમાં આટલા બધા વિષયનો સમાવેશ પણ ગીતાનું એક આગવું આકર્ષણ છે.

મેં ગીતાનો અભ્યાસ ૮૦ વર્ષની વયે શરૂ કર્યો. જેમ જેમ વધારે સમજ પડે છે તેમ તેમ મને વધારેને વધારે ગમે છે.

પી. કે. દાવડા

9 thoughts on “ભગવદગીતા DECODED-૩ ( પી. કે. દાવડા )-અંતીમ

 1. મેં ગીતાનો અભ્યાસ ૮૦ વર્ષની વયે શરૂ કર્યો. જેમ જેમ વધારે સમજ પડે છે તેમ તેમ મને એ વધારેને વધારે ગમે છે.
  ———
  સમજાય અને ગમે,એ તો સારું જ હોય. પણ એ કામનું ન પણ હોય ! કામની વાત એ હોય કે, જે જીવનમાં ઊતરે. ગીતા ગાઈડ છે. પણ પરીક્ષામાં પાસ થવા અભ્યાસ કરવો પડતો હોય છે. પાસ થઈએ તો આગળ વધાય.

  Liked by 1 person

 2. સ્નેહી સુરેશભાઇનો પ્રતિભાવ વાંચ્યો. તેમના ભાવો..બીજા પેરેગ્રાફમાં છે તે સરસ ગાઇડ બને છે. ગીતા કોણ જાણે ક્યારૈ અને કોણે લખી હશે ? મૌખિક ભાવો જ્યારે શબ્દોમાં લખાયા ત્યાર પછી આજે જે રુપમાં છે તે બનતાં કેટલાં ફેરફારો નોંઘાયા હશે!…જેમ નરસિંહ મહેતાના સર્જનોમાં થયેલાં…મીરાંબાઇના સર્જનોમાં થયેલાં…
  ૨૧મી સદીનું માનવીય જીવન ગીતાના જન્મ સમયના જીવન કરતાં કેટલાંઅે ગણું જુદુ છે. દરેક માનવીની રોજનીશી પણ જુદી, પુરું જીવન અને તેનું જીવવાનું જુદુ. ઘર્મો…ઘણા….ઘર્મોના ઇન્ટરપ્રિટેશનો જુદા…..બઘુ જ જુદુ……લડાઇના કારણો અને તે લડાઇ લડવાના સાઘનો જુદા…રીત રસમો જુદી….આ બઘા જુદાપણામાં ગીતાના બોઘવાક્યોને ક્યાં અને કેવી રીતે ફીટ કરવા ? કથાકારની કથામાં જઇને ઘરે આવ્યા બાદ કોણ તે બોઘને પોતાના જીવનમાં ઉતારીને જીવન જીવે છે ? કોઇક તો ઓનેસ્ટીપૂર્વક પ્રતિપાદિત કરી બતાવે !.
  સુરેશભાઇ કહે છે તેમ….‘ સમજાય અને ગમે, અે તો સારું જ હોય. પણ અે કામનું ન પણ હોય! કામની વાત અે હોય કે જે જીવનમાં ઊતરે………….પાસ થઇઅે તો આગળ વઘાય…‘
  આજના જીવનને સમજીને પોતાના જીવનમાં ઉતારીને કોઇ વિરલો ૨૧મી સદીની ગીતા લખે તો તે મંજૂરી પામે.!
  બીજું જે વ્યક્તિ પુરાણિ ગીતાના વિવેચનો કરે છે તે ૨૧મી સદીનું જીવન જીવે છે કે પુરાણુ જીવન ?

  આજના જીવનના વહેણ સાથે તરો…ચાલો….જીવો…..જીવન જીવવાના સદ્ માર્ગો શોઘો અને તેને જીવનમાં ઉતારો…..

  અમારો ભૂતકાળ મહાન હતો…તે આજના જીવનમાં ફક્ત મ્યુઝીયમમાં શોભે. રોજીંદુ જીવન જીવવા માટે સંઘર્ષ આજના જીવનને અનુલક્ષીને કરવો પડે. અેક કુટુંબના બે ભાઇઓના બાળકો પ્રોપર્ટી માટે યુઘ્ઘ …આજની રીતે કરે.

  સમયને માન છે. પુરાણ તેના સમયને માટે સર્વોત્તમ હતું…..આજના જીવન માટે નહિ. કયો વિવેચક ગિતાની સલાહને જીવનમાં ઉતારીને રોજીંદુ જીવન જીવે છે ?

  અમૃત હઝારી.

  Like

 3. સમત સુજાજી સાથે

  જે જીવનમાં ઊતરે. ગીતા ગાઈડ છે.
  પણ
  પરીક્ષામાં પાસ થવા અભ્યાસ કરવો પડતો હોય
  .
  .
  .
  .
  .
  .
  .
  . પાસ થઈએ તો આગળ વધાય

  Like

 4. અમૃતભાઈની વાત સાચી છે અને……. નથી !
  હકીકત તો છે જ કે, આવી વાતો આપણને વ્યાસપીઠ પરથી સાંભળવી ગમે છે. એનું કારણ પણ દીવા જેવું સ્પષ્ટ છે – આપણને આપણી જિંંદગીમાં શું ખૂટે છે – તેની બહુ જ સારી રીતે ખબર છે. એવી આશા હોય છે કે, કદાચ કોઈ ચાવી મળી જાય !
  પણ જે, એ ખોટનાં કારણો શોધવા પ્રયત્ન કરે છે – એની યાત્રા ધીમે ધીમે – હૌલે હૌલે – અંદરની બાજુ વળવા લાગે છે. અને જેમ જેમ અંદર ડૂબતા જઈએ તેમ તેમ નવાં અને નવાં બારણાં ફટ્ટાક કરીને ખૂલવા માંડે છે.
  આપણે શ્રી કૃષ્ણ કે અર્જુન કદાચ ન બનીએ , પણ જીવન સભર બનતું આ જીવનમાં , આ ક્ષણે, આ સ્થળે અનુભવી શકીએ છીએ,

  Once it happens …. there is no joy in returning. One flies in endless sky like Jonathan Livingston Seagull.

  આ અનુભવ સિદ્ધ વાત છે – ચોપડ્યું મ્હાંયલી નૈ !!

  Like

 5. દાવડા સાહેબ, આપે સુંદર વિચારો રજુ કર્યા. સુરેશભાઈ જાની સાહેબે એંસી વરસની ઉંમરે રસ લીધો અને સમજ પડતી જાય છે તેમ તેમ ગીતા ગમતી જાય છે એ જાણીને અત્યંત હર્ષ થયો. નમસ્કાર બંને વડીલોને.

  ગીતા વિેષે એક ભ્રામક માન્યતા છે કે ગીતા એ કોઈ ધર્મનું પુ્સ્તક છે, બીજી માન્યતા એ છે કે ગીતા ઘડપણમાં વાંચવાનો ગ્રંથ છે. જાની સાહેબની વાત પરથી એવું લાગે છે કે આવી ઉત્તમ સમજ આપતી ગીતા આટલી મોડી કેમ સમજાઈ! આ તો જીવન જીવવાનો ગ્રંથ છે અને જીવન પૂરું થવા આવ્યું ત્યારે છેક ગીતા હાથમાં લીધી! બહુ મોડું થઈ ગયું કહેવાય, જુવાનીમાં જ ગીતા સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો સારું થાત એવો થોડો વસવસો પ્રગટ થતો હોય એવો સૂર સંભળાય છે.

  અમૃતભાઈએ જે મુદ્દા ઊભા કર્યા તે પણ વિચારણીય છે. મારા મતે ગીતા પાંચ હજાર વરસ પુરાણી હોય કે પાંચ મિનિટ પહેલાંની હોય તે મુદ્દો મહત્ત્વનો નથી. મારા આજના જીવન સાથે એ કેટલી સુસંગત છે, મારી જીવનસમસ્યાનું કોઈ સમાધાન એમાંથી મળે છે કે કેમ? જો આપણને ખપ લાગે તેવું કંઈક મળતું હોય તો એ ગમે તેણે કહી હોય, ગમે ત્યારે બોલાઈ હોય, બોલ્યા પછી ગમે ત્યારે ગમે તેને હાથે લખાઈ હોય, ગમે તે વાત છૂટી ગઈ હોય અને બીજી વાતો ઉમેરાઈ હોય એ તમામ બાબતો ગૌણ છે.

  કોઈકે ગીતાને પોતાના જીવનમાં કેટલી ઊતારી તે જોવાનું કે કોઈનો ન્યાય કરવાનો પણ કોઈ અર્થ નથી. એમ કરવાથી મુખ્ય મુદ્દો બાજુ પર રહી જાય છે. આપણે તો ગોળ ખાધે ગરજ.

  માનસિક સારવાર કરનાર નિષ્ણાત ડોકટરનું અમે સિનિયર સિટિઝન ક્લબમાં પ્રવચન ગોઠવેલું. તેણે કહેલું કે ડિપ્રેશનમાં સરી પડેલા અર્જુનની માનસિક સારવાર ગીતા દ્વારા થઈ છે. ઘણા ઊંડાણપૂર્વક એમણે ગીતાના તત્ત્વજ્ઞાનને ઔષધ સાબિત કરવાનો પ્રયત્ન કરેલો. સૂરતમાં અત્યારે કોઈ યુવાન કલેક્ટર છે જેણે ગીતાના મેનેજમેન્ટના સિદ્ધાંતો પર પીએચડી કરેલ છે અને એક સફળ અધિકારી તરીકે લોકચાહના મેળવી છે. લોકો એની પાસે ગીતા સમજવા પ્રવચનો ગોઠવે છે. દિવાળીના અવસર પર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કલેક્ટર ઓફિસમાં બહુ મૂલ્ય બક્ષિસ (લાંચ) આપવા લાબી લાઈન લગાવીને ઊભા હતા. સૌને વિનયપૂર્વક ના પાડી.તમારી ભેટનું મારે મન બહુ મોટું મૂલ્ય છે, પણ તે પુસ્તકના રૂપે આપો. લોકો નિરાશ થયા. કેટલાક લોકો સાહેબના ઘરે ગયા, પણ ત્યાંથીય નિરાશ થઈને પાછા આવ્યા.

  ગીતા વિષેના આજ સુધીના પૂર્વગ્રહો બાજુએ મૂકવા પડશે તો જ ગીતા સમજાશે. હું જાની સાહેબના અભિગમને ખરા દિલથી બિરદાવું છું. બાવાઓ, કથાકારો, ધાર્મિક આગેવાનો દ્વારા ગીતા વિષે જે બોલાયું હોય તેને બાજુ પર હડસેલી દઈને ખુલ્લા મનથી પોતાની બુદ્ધિથી વિચારીએ તો ગીતામાંથી પુષ્કળ વાતો મળે છે. આપણે શું શોધવા માંગીએ છીએ તેના પર બધું નિર્ભર છે.

  Like

 6. દાવડાજી, ભગવદ ગીતા મારો પણ પ્રિય ગ્રંથ છે. ગીતા માટે તમારા અવલોકન સાથે હું ૧૦૦% સહમત છું. પહેલાં મને ગીતાના ઉપદેશ સમજાતા ન હતા. પણ જ્યારથી સ્વાધ્યાયમાં પાંડુરંગ આથવલેના પ્રવચન સાંભળવા જાઉં છું, ત્યારથી તેમાં વધુ અને વધુ રસ પડવા માંડ્યો છે. તેમની સમજાવવાની રીત અને રોજીંદા જીવનમાં ગીતાના ઉપદેશને કેવીરીતે ઉતારવા એટલી હળવી શૈલીમાં કહે છે કે પ્રવચન ક્યારે પુરું થઈ જાય તેની ખબર નથી રહેતી. મારા મત પ્રમાણે ભગવદ ગીતા ફક્ત ભારતના નહીં પણ વિશ્વના બધા માનવીને માર્ગદર્શક બની શકે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s