પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૯-કાસ્ટિંગ કાઉચ


(૯)કાસ્ટિંગ કાઉચ

સફળ અભિનેત્રી શૈલાએ સ્ટિવન્સ સાથે એના વૈભવી ફ્લેટમાં પ્રવેશ કર્યો. આજે શૈલાને ફિલ્મ આધિપત્યમાં બેસ્ટ એક્ટ્રેસ એવૉર્ડ હોલિવૂડથી પધારેલા ખાસ મહેમાન નિર્માતા સ્ટિવન્સને હાથે જ અપાયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા પાંચ-છ વર્ષના ગાળા દરમ્યાન એણે પોતાનું સ્થાન ટોચની ત્રણ અભિનેત્રીમાં સ્થાપિત કરી દીધું હતું. અભિનય માટે અપાયલો આજનો અપાયલો એવૉર્ડ યોગ્ય હોવાં છતાંયે ચર્ચાસ્પદ હતો. એ કાંઈ એશ કે કૅટ જેવી ગૌરવર્ણી ન હતી. શ્યામળી શૈલા એટલે જાણે કાળા આરસમાં કંડારાયલી સુંદર શિલ્પ પ્રતિમા. એની ગણત્રી અને સરખામણી હૉલીવૂડની બ્લેક સેક્સીએસ્ટ અભિનેત્રી હૅલી બૅરીસાથે થતી. પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓના મેનેજરો શૈલાના અંગત જીવનની સાચી ખોટી વાતો ઉછાળતા પણ એને તો એક યા બીજી રીતે પ્રસિધ્ધી જ મળતી. કેટલીકવાર એ જાતે જ ચર્ચામાં રહીને ટેબ્લોઈડ પર છવાયલી રહેતી.
એવૉર્ડ સમારંભ પછી એણે સ્ટિવન્સની બાંહોમાં લપેટાઈને લીપ લોક ચુંબન આપતા ફોટો વિડીયો પડાવ્યા હતા એ પણ ગણત્રી પૂર્વકના જ હતા. સ્ટિવન્સ સાથે લિમોઝીનમાં દાખલ થતાં ફોટોગ્રાફર્સને ફ્લાઈંગ કીસ આપતાં એ ગણગણી હતી. રિયલ ફન ટાઈમ સ્ટાર્ટ નાવ. એનો ઈરાદો સ્પષ્ટ હતો. એક રાત અને સ્ટિવની આગામી ફિલ્મમાં લીડ રોલ.

ડ્રિંકસ અને રોમૅન્ટિક મ્યુઝિક સાથે બન્ને દેહના વસ્ત્રો ઉતરવાનું શરૂ થયું. શૈલાની પચ્ચીસી કાયા બાસઠના સ્ટિવના દેહ પર આધિપત્યના એક દૃષ્યની જેમ જ સવાર થવાની હતી અને………
એની નજર અરજન્ટના માર્ક વાળા એક કવર પર પડી. બ્રા લેસ ટોપની ઝિપર અડધી ખૂલી ચુકી હતી; પણ નજર એ ભૂરા કવર પરથી ખસતી ન હતી.
એજ આછા ભૂરા રંગનું કવર જે એને દર વર્ષે એકવાર મળતું હતું. કવર મળતું અને બેત્રણ દિવસ વ્યગ્રતામાં જતાં. એને ખબર હતી કે બે અઠવાડિયા પછી ભૂરા રંગનું કવર આવશે જ પણ આટલું વહેલું અને જુદા જ હસ્તાક્ષરવાળું કવર આજે? આવું જ આછા ભૂરા રંગનું કવર જે એને દર વર્ષે એકવાર મળતું હતું. પણ આજે હસ્તાક્ષર જૂદા હતા. અને અર્જન્ટ લખ્યું હતું. શૈલાએ એની સેક્રેટરીને કાયમની સૂચના આપી હતી; ‘જ્યારે બેલાપુરથી ભુરા રંગનો પત્ર આવે ત્યારે બેડરૂમ ડેસ્ક પર મૂકવો. અને એ કવર ત્યાં મુંકાયું હતું.

જ્યારે જ્યારે કવર મળતું ત્યારે એ તરત જ વાંચતી, હૈયા સાથે ચાંપી બે આંસુ સારી લેતી હતી.

અકાળે આવેલા અર્જન્ટ કવરે બધી જ શારીરિક ઉત્તેજનાને શિથીલ કરી નાંખી શું હશે એ અરજન્ટ અકાળે આવેલો સંદેશ!
પાછળથી સ્ટિવન્સના બન્ને હાથ એના ભરાવ સ્તનયુગ્મને હળવું મર્દન કરતાં હતાં.

સ્ટિવ. બી કુલ ફોર અ વ્હાઈલ. આખી રાત આપણી જ છે.
આઈલ બી રાઈટ બેક

શૈલાએ એના હાથ ખસેડતાં કહ્યું અને સામેનું કવર લઈને સીધી બાથરૂમ તરફ દોડી. કવર ખોલ્યું. ટૂંકો પત્ર વાંચ્યો. સાથેનો ફોટો જોયો. અને ધ્રુસ્કે, ધ્રુસ્કે રડી પડી. વિચાર્યું આઈ કેન નોટ ડુ. નોટ ટુ ડે. સ્ટિવને ના પાડી દઉં.

કાલે તો સ્ટિવ અમેરિકા ઉપડી જશે. આજે જો એ ખુશ થઈ જાય તો એની આગામી ફિલ્મમાં લીડ રોલ મળી જાય. એવૉર્ડ સમારંભ પહેલા જ બોલ્ડ પરફોર્મન્સની ઘણી વાતો થઈ હતી. એ સ્ક્રિન પર આજ સુધીમાં ન અપાયલો ઈન્ટિમેટ સીન આપવા તૈયાર હતી. માત્ર એટલી જ એની શર્ત હતી કે એ ફિલ્મને પોર્નનું લેબલ કે ઓળખ ન હોવી જોઈએ. અને સ્ટોરી સારી હોવી જોઈએ.આધિપત્યફિલ્મ ની વાર્તા પોર્ન વાર્તા ન હતી. અને ડોમિનેશનપણઆધિપત્યનું જ રૂપાન્તર થવાનું હતું.

આધિપત્યમાં બોલ્ડ સીન હતા પણ સ્ટિવનું ડોમિનેશનવધારે બોલ્ડ બનવાનું હતું. એણે જ કહ્યું હતું કે ટુ નાઈટ આઈલ પ્રુવ ધેટ, આઈ વીલ બી બેટર પરફોર્મર ધેન યોર હોલિવૂડ એક્ટ્રેસ.

જો સ્ટિવ ખુશ થઈ જાય તો એનો હોલિવૂડ પ્રવેશ નક્કી થઈ જાય. આ મ્યુચ્યુલ

કન્સેન્ટેડ કાસ્ટિંગ કાઉચ – Casting couch- જ હતું. માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પણ કારકિર્દીના અનેક ક્ષેત્રમાં પવેશ કરવા માટે કે આગળ વધવા માટે પુરૂષ પ્રધાન સમાજમાં ઘણી સ્ત્રીઓએ આ કિંમત સ્વેચ્છાએ કે બળજબરીથી ચૂકવી જ છે. શૈલાએ વાસ્તવિકતા સ્વિકારી લીધી હતી.

પણપત્ર વાંચતાં એ ભાંગી પડી.

મન મક્કમ કરવા પ્રયત્ન કર્યો.

હવે શું ફેર પડવાનો છે. ઈશ્વરેચ્છા બલીયસી. શૈલા કાળજું કઢણ કર આજનો ફોટો અને બેચાર વાક્યો ને બે કલાક માટે ભૂલી જા અમેરિકાના હોલિવૂડમાં તું બોલિવુડ કરતાં વધારે પ્રસિદ્ધિ મેળવશે. તારે માત્ર તારા આધિપત્ય ફિલ્મમાં કરેલા અભિનયને જ પુનરાવર્તિત કરવાનો છે. સ્ટિવનું આગામી મુવી ડોમિનેશન પણ એજ સ્ટોરી પર થવાનું છે. ફેર એટલો જ કે પાંચ મિનિટના અભિનયને બદલે એ જ ક્રિડા સ્ટિવની સાથે દોઢ-બે કલાક કરીને હોલિવૂડ સ્ટારડમનો દરવાજો ખોલવાનો છે. હોલિવૂડમાં સારી અભિનેત્રીની કદર થતી જ. પછી ભલે તે વ્હાઈટ, બ્રાઉન કે બ્લેક હોય. શૈલા, તારે માટે આ નવી વાત નથી. શરૂઆતના દિવસોમાં જાડિયા અને ગંધાતા જાનવર જેવા પ્રોડ્યુસરઓની પથારી ગરમ કરી હતી તો સ્ટિવ તો હેન્ડસમ અમેરિકન છે.
એ કુશળ અભિનેત્રી હતી. દુઃખ ભૂલીને કૃત્રીમ રીતે હસવાનો પ્રયત્ન કર્યો. પણ રડી પડાયું.

પણ મારો મુન્નો
તારો મુન્નો? તારો ક્યાં હતો? પેટમાં હતો ત્યારે પણ તેં ક્યારે તારો માન્યો હતો. માંડમાંડ આઠ મહિના વેઠ્યા હતા. તે વખતે તો સારું લાગ્યું હતું ચાલો, એક મહિનો વહેલા છૂટાયું.

છેલ્લા પાંચ વર્ષથી જ માયા બંધાઈ હતી. લોહીનો તરવરાટ જાગૃત થયો હતો. દર વર્ષે આવેલા ફોટાને લૅમિનેટ કરાવી અને ખાસ દિવાલ પર મુકાયા હતા. શું મારા મુન્નાનો આ છેલ્લો ફોટો આ છેલ્લું લૅમિનેશન?… ઓહ નો!

કેટલીયે વાર મુન્નાને જોવા મળવા માટે અનિમેષકાકાને વિનંતી કરી હતી. પણ મુન્નાના ઉછેર માટે તારો પરિચય ન થાય તે જ યોગ્ય છે કહીને કાયમનો પ્રતિબંધ મૂકી દીધો હતો. બદલામાં એને દર વર્ષે મુન્નાના જન્મદિને એનો એક ફોટો અને ફોટાની પાછળ એકાદ બે વાક્યનો સંદેશ મળતો.

મુન્નાનો ફોટો મળતો, શૈલાનો ભૂતકાળ જાગૃત થતો. અતિતનું ભૂતાવળ ડાકલાં વગાડતું. એ વિહ્વળ થઈ જતી. બે ત્રણ દિવસ ખરાબ જતા, અને ધીમે ધીમે રાબેતા મુજબ જીવન પ્રવાહ વહેતો થઈ જતો.

બેડમાં નિર્વસ્ત્ર પડેલા સ્ટિવની બુમ સંભળાઈ
એઈ, બ્લેક બ્યુટી, આઈ એમ વેઈટિંગકમોન્..

યેસ હેન્ડસમ, આઈલ બી રાઈટ ધેરકાળજું કઠણ કરીને એણે જવાબ તો વાળ્યો પણ એને આછા ભૂરા કવર પર બળતી, ત્રણ ભડભડતી ચિતાઓ દેખાઈ. શૈલા ભાંગી પડી. દર વખતની જેમ શૈલા અતિતમાં સરી ગઈ.
અતિત..

સોળ વર્ષની ઉચ્ચ મધ્યમ વર્ગની શૈલા રંગે શ્યામળી હતી એટલું જ પણ યૌવન સભર કાયા, ખિલતાં પુષ્ટ સ્તન, સમતોલ સપ્રમાણ કાયા, સ્મિત વહાવતો ચહેરા પર જો એકવાર નજર પડે તો એકી ટસે જોયા કરવાનું મન થાય એવી એ આકર્ષક છોકરી હતી. અભ્યાસમાં પણ હોંશિયાર હતી. પણ એ કાળી હતી એવા બહાના હેઠળ આંતરશાળા નાટ્ય સ્પર્ધાના નાટકના ઓડિશનમાંથી એને રદ કરવામાં આવી હતી.

બદમાશ શિક્ષકે શરીરના બદલામાં અભિનેત્રી થવાની તક આપી. રિહર્સલ દરમ્યાન એ સિલસીલો ચાલુ રહ્યો. તે સમયે તો શૈલાને પણ યુવાની માણવાનું ગમ્યું જ હતું. નાટકને પહેલું ઈનામ મળ્યું. શૈલાનો અભિનય વખણાયો. પણ જ્યારે એના માંબાપને ખબર પડી કે શૈલા ગર્ભવતી છે, તો લાગેલા આઘાતથી મધ્યમ વર્ગના ધાર્મિક દંપતિએ ઝેર ગટગટાવ્યું. શૈલાને પણ આપ્યું હતું. પણ એ બચી ગઈ.

ફ્લેટના પાડોશી ડો.અનિમેષે બચાવી લીઘી. શૈલાને પણ મરવું હતુંપણ બચી ગઈ. ડો. અનિમેષ અને એની પત્નિ ડો. સુરેખાને સંતાન થવાની શક્યતા ન હતી. એમણે અનાથાશ્રમમાંથી એક છોકરીને તો દત્તક લીધી જ હતી. ભલે એક બાળક વધારે. શૈલાને સમજાવી. શૈલાના થનાર બાળકને દત્તક લેવાનો નિર્ણય લેવાયો. શૈલાને ચાર વર્ષ ભણવાનો અને ખાધા ખોરાકીના ખર્ચાની રકમ આપી દેવાઈ. ડોક્ટર દંપતિ સેવાર્થે આદીવાસી વિસ્તારના બેલાપુર ગામમાં સ્થાનાંતર કરી ગયું. ભણવાને બદલે માં બાપ વગરની શૈલા ડોકટર દંપતિને જણાવ્યા વગર મુંબાઈ પહોંચી ગઈ .

માંબાપનો વારસો અને ડોક્ટર દંપતિ પાસેથી મળેલા બધા નાણાં વપરાયા, વેડફાયા અને પુરા થયાં. રાત રેલ્વે સ્ટેશનના બાકડે કાઢી. અંધેરીના સ્ટુડિયોમાં રખડપટ્ટી શરૂ થઈ. એક એક્ષસ્ટ્રા એજન્ટ ભટકાયો. થોડા કલાકના દેહ સમર્પણ પછી ખાવાનું મળ્યું અને એક નાનો રોલ પણ મળ્યો. એક દિગ્દર્શકની નજરમાં એની કાબેલિત વસી ગઈ. શૈલા હવે સોળની અણસમજુ છોકરી ન હતી. દેહ સમૃધ્ધીનો કઈ રીતે ઉપયોગ કરવો, પ્રેગનન્સી અને એઈડ પ્રિવેન્શન માટે શી કાળજી રાખવી તે સમજતી યુવતી થઈ ગઈ હતી.

બસ પાંચ વર્ષ પછી એને સરસ બ્રેક મળ્યો. જાણીતી માનીતી અભિનેત્રી બની ગઈ. ભૂતકાળ વિસરાઈ ગયો….

એક દિવસ સમાચાર જાણવા મળ્યા કે ડોક્ટર અનિમેષને જનસેવા માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ડોક્ટરના કુટુંબ સાથેના સમાચાર ટીવી પર જોયા. વિસરાયલો ભૂતકાળ આળસ મરડીને બેઠો થયો. શું આ મારો પુત્ર છે? એ દોડી. બેલાપુર ડોક્ટર દંપતિને મળી. પુત્ર ઘરમાં ન હતો. એ ડો.અનિમેષને પાડોસી નાતે કાકા કહેતી હતી. કાકા, મને મારો દીકરો પાછો આપો. હવે હું એની માં બની રહીશ

ના, બેટી એ જન્મ્યો ન હતો ત્યાં સૂધી જ તારો હતો. હવે એ અમારો છે.અમે તારી ફિલ્મી સફળતાથી વાકેફ છીએ. અમે નથી ઈચ્છતા કે તારા જીવન અને સંસ્કાર ની અસર અમારા પુત્ર પર પડે.

મારે એને એક વાર જોવો છે. મારે મળવું છે. વાતો કરવી છે.

વી આર સોરી શૈલા. તને તો યાદ ન હશે પણ ગઈ કાલે જ એની વર્ષગાંઠ ગઈ. લે આ એક ફોટો લઈ જા.

અભિનેત્રી માં બનીને બેલાપુર ગઈ હતી. પુત્રનો ફોટો ફોટો લઈને મુંબઈ પાછી ફરી. મુંબઈમાં ફરી તે અભિનેત્રી બની ગઈ. દર વર્ષે એક વાર મુન્નાનો ફોટો મળતો રહ્યો. જ્યારે મુન્નાનો ફોટો મળતો ત્યારે બે ત્રણ દિવસ ન સમજાય એવી વિહ્વળતામાં પસાર થતાં. ડોક્ટર કાકાના પ્રિસક્રિપ્સન  જેવા હસ્તાક્ષરથી દરેક કવર પર સરનામું થતું. આજે કવર પર સુંદર હસ્તાક્ષર સાથે અરજ્ન્ટ લખેલું કવર મળ્યું. અધિરાઈથી કવર ખોલ્યું અને આભ ફાટ્યું….

શૈલાજી હું સ્મૃતિ…‘
ડોક્ટર અનિમેષ પપ્પાની પુત્રી અને મારા નાના ભાઈ મુન્નાની બહેન. પપ્પા મમ્મી અને મારો ભઈલુકારમાં જતાં હતાં. ટ્રકે ટક્કર મારી. ત્રણેની અંતિમ ક્રિયાનો આ ફોટો આપને મોકલું છું. પપ્પા દર વર્ષે આપને એક ફોટો મોકલતાં તે યાદ આવતાં આજે છેલ્લો ફોટો આપને મોકલી રહી છું. પપ્પાના ઘરમાં બધું હોવા છતાં હવે હું પાછી એકલી અને અનાથ બની ગઈ છું.

હાથમાં પત્ર અને ફોટા સાથે રૂદનથી ધ્રુજતી શૈલા હજુ બાથરૂમમાં જ હતી.

ફરી સ્ટિવનો અવાજ સંભળાયો એઈ શૈલા, આઈ એમ સ્ટીલ વેઈટિંગ.
શૈલા કોઈ પ્રત્યુતર માટે શક્તિમાન ન હતી.
નગ્ન ઉત્તેજીત સ્ટિવ બાથરૂમમાં આવ્યો. શૈલાને ખેંચી, બેડમાં પછાડી, શબવત બ્લેક બ્યુટીને ચુંથી, સંતૃપ્ત થઈ ચાલતો થયો. કહેતો ગયો યુ ડોન્ટ ક્વોલીફાય ફોર માય સેક્સી હોટ મુવી શૈલા.

શૈલા લથડતે પગલે ઉઠી અને ડ્રાઈવર રામસિંગને ફોન કર્યો. ચલો, હમેં અપની બેટી સ્મૃતિકો લેને બેલાપુર જાના હૈ.

5 thoughts on “પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૯-કાસ્ટિંગ કાઉચ

 1. પ્રવિણભાઇઅે બોલીવુડ, હોલીવુડ અને બીજી ફિલ્મો બનાવતા સ્થળોની અંઘારી દુનિયાને પ્રકાશમાં લાવીને સમાજ સામે મૂકી દીઘી…સ્ત્રીની જીંદગી….પુરુષપ્રઘાન ઇન્ડસ્ટરીમા કેવી હોય તેનો આબેહુબ ચિતાર આપ્યો. સાથે સાથે અંગત જીંદગીને જોડીને અેક વારતા બનાવી.
  સત્યને અંઘારામાંથી અજવાળે લાવી મુક્યુ.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. મા પ્રવિણભાઇ એ કાસ્ટિંગ કાઉચનો શિકાર બનતી મહિલાઓના દાખલા સાથે સ રસ અસરકારક વાર્તા લખી.

  આમેય આપણા સમાજમા જાણીતી વાત છે કે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરનારી મહિલા હોય કે મજૂરી કરીને ગુજરાન ચલાવનારી મહિલા – દરેક જગ્યાએ મહિલાનું જ શોષણ થતું હોય છે. જાણે-અજાણ્યે તેનું શોષણ થયા જ કરે છે તો પછી મહિલાઓએ મહિલાઓના સપોર્ટમાં આગળ આવવું જ જોઈએ. અન્યાય સામે અવાજ ઉઠાવવો જ જોઈએ, જેથી અન્ય મહિલાઓ સાથે અન્યાય ન થાય અથવા જો કોઈ મહિલાની સાથે અન્યાય થઈ રહ્યો હોય કે તેનું શોષણ થતું હોય તો તેને તેનો ખ્યાલ આવે
  અને તેની સામે લડવાની હિંમત પણ મળે …
  તો
  કેટલીક વાર ઝડપથી નામ અને દામ કમાવવા માટે તેઓ પોતે જ આ રસ્તો પસંદ કરતી હોય છે. તેમને આગળ વધવા માટે એ રસ્તો અપનાવવો જરૃરી લાગે છે અને તેમની ઇચ્છાથી તેઓ આ માર્ગ પસંદ કરે છે. પછી બૂમો પાડી પાડીને કાસ્ટિંગ કાઉચનો શિકાર થયાની ફરિયાદ શા માટે કરવી ?

  આવી ખૂબ અગત્યની વાત અંગે આવી સચોટ વાર્તાથી સમાજ જાગરણ અસરકારક રહે

  ધન્યવાદ

  Liked by 1 person

 3. એક ભુલ કરવાથી માબાપનો પ્રેમ ન મલ્યો અને જીંદગી આડે રસ્તે ફંટાઈ ગઈ… અને સ્ત્રી પાસે જો ભણતર અને આવડત ન હોય તો એની પાસે માત્ર એનું ‘શરીર’જ હોય છે અને શૈલા પાસે એજ હતું, જેનો એણે છુટકે કે નછુટકે ઉપયોગ કર્યો..
  સરસ વાર્તા છે.

  Liked by 1 person

 4. Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
  શ્રી દાવડાજીએ એમના પ્રસિદ્ધ બ્લોગમાં મારી આ વાર્તાને એમના બ્લોગમાં સ્થાન આપીને મારી વાર્તાને એક નવી ઊંચાઈ આપી છે. એમના આભાર સહિત આ વાર્તાને ફરી વાર રિબ્લોગ કરું છું. રિબ્લોગનો બીજો હેતુ એ છે કે મારી વાર્તા “દાવડાનું આંગણા”નું પ્રવેશદ્વાર બને.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s