લુગડાં ઉતારીને વાંચજો ( પી. કે. દાવડા )


લુગડાં ઉતારીને વાંચજો

આજથી ૭૦-૭૫ વરસ પહેલા સારા-માઠા સમાચાર પોસ્ટકાર્ડ દ્વારા અપાતા. સારા પ્રસંગોના સમાચાર કે આમંત્રણ લાલ શાહીથી લખાતા, જ્યારે મરણની ખબરના પોસ્ટકાર્ડ કાળી શાહીથી લખાતા.

એ જમાનો કરકસરનો હતો. ઘરમાં પહેરવાના સાદા કપડા દરરોજ ધોવાતા, પણ એકવાર ધોયા પછી એનો ચોવીસ કલાક ઉપયોગ કર્યા બાદ જ ફરી ધોવાતા. આના બે કારણો હતા. એક તો કપડા ધોવામાં વપરાતા સાબુની કરકસર થતી, અને ધોકા મારી કપડા ધોવાથી થતો ધસારો બચી જતો.

એ જમાનામાં નજીકના સગાના મરણના સમાચાર મળે ત્યારે પહેરેલે કપડે નહાવું પડતું. એટલે તમે ખરેખર કોણ મરણ પામ્યું છે, એ જાણ્યા પહેલા બીજા ફાટેલા કે જૂના વસ્ત્રો પહેરી લો, પછી ખબર વાંચો તો તમારે એ ફાટેલા જૂના વસ્ત્રો પહેરી નહાવું પડતું, જે માત્ર ભીના થયા બાદ સૂકવી દો તો ચાલે. સાબુ અને ધોવાની મહેનત બચે. એટલા માટે પત્રને મથાળે જ ચેતવણી તરીકે “લુગડા ઉતારીને વાંચજો” લખતા.

આ અને આવી બીજી અનેક પ્રથાઓ એ જમાનાના મધ્યમ વર્ગની પરિસ્થિતિનું ચિત્ર રજુ કરે છે. આજે કેટલાક ઘરોમાં દિવસમાં ઓછોમાં ઓછા ત્રણવાર વસ્ત્રો બદલવામાં આવે છે. કેટલાય ઘરોમાં બાળકો શાળામાં એક પ્રકારના વસ્ત્રો પહેરી જાય છે. ત્રણ વાગે ઘરે આવી વસ્ત્રો બદલે છે. રાત્રે સુતાં પહેલાં Night Dress પહેરવામાં આવે છે. આ ત્રણે જોડી વસ્ત્રો વોશીંગ મશીનમાં રોજે રોજ ધોવાય છે, જેના માટે મોંઘા ડીટરજન્ટ, સ્ટેઈન રીમુવર, અને એન્ટી સ્ટેટીક કાગળ વાપરવામાં આવે છે. વસ્ત્રો તડકામાં સુકવવાને બદલે વીજળીથી ચાલતા ડ્રાયરમાં સુકવવામાં આવે છે. એટલે “હવે લુગડાં ઉતારીને વાંચજો” એવું વોટ્સએપ કે ઈમેઈલમાં લખવામાં આવતું નથી.

-પી. કે. દાવડા

4 thoughts on “લુગડાં ઉતારીને વાંચજો ( પી. કે. દાવડા )

 1. સમય સમય બલવાન નહિ મનુષ બલવાન.
  સમય જીવન ઘડે છે…
  માણસ સમયની સાથે બદલાતો રહે છે….તેને બદલાવું જ પડે છે.
  ચલના જીવન કી કહાણી…રુકના મૌત કિ નીશાની…..

  અમૃત હઝારી.

  Like

 2. મા દાવડાજીએ જુની સ્મૃતિ યાદ કરી
  પોસ્ટ કાર્ડ ફક્ત સારા પ્રસંગ માટે જ નહિ પણ નરસા પ્રસંગોપાત પણ ઉપયોગી થાય છે. જો કોઈ સ્વજન નું મૃત્યુ થયું હોય તો તેની મરણોત્તર ક્રિયા કે પછી બેસણા ના સમાચાર આપવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જેને વાંચીને સામે પક્ષે વાંચનાર ના આંખો માં શોક ના આંશુ આવી જતા.અને મુમુક્ષુ ની જેમ મનોમન એ આત્મા ને શ્રધાંજલિ આપી દેતા.
  ”અશુભ લુગડા ઉતારીને વાંચજો.” આવું ખાસ લખવામાં આવતું તે મારી નાનપણની સ્મૃતિમાં બરાબર યાદ છે અને ખરેખર કપડાં કાઢીને નવરાવ્યા બાદ વડીલ જાણ કરતા કે આપણા ફલાણા સગા દેવ થઈ ગયા” !.
  … ત્યાર પછી .
  પણ કોણ જાણે સમય ની આ ગતિ ને નડ્યો છું હું,
  કે પત્રવ્યવહારમાં વિસ્મરણીય પર્યાય બન્યો છું હું.
  જમાનો જોઈ રહ્યો છું ઈમેઈલ અને ફેસબુક નો હું,
  જોઇનેજ ડઘાઈ ગયો છું મારા પર્યાયની ઝડપથી હું.
  ………………..
  લુગડો ઉતારીને વાંચજો , કહુંતો બહુ લોકો આવે
  જો વિચાર નાં ફૂલ મુકું તો સુઘવાયે કોઈ ન આવે

  Like

 3. આવા અશુભ સમાચરવાળા પોસ્ટ્કાર્ડ ઘરની અંદર લવાતા નહીં,એ ડેલી કે ફળિયાના કોઈ ખૂણે કે એવી જગ્યાએ રખાતા.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s