શિલ્પસિવાયરાધવભાઈનાઅન્યશોખમાંચિત્રકળા, ફોટોગ્રાફીઅનેફોકમ્યુઝિકછે. એમના મોટા ભાગના સ્કલ્પચર્સ સ્ટિલ, બ્રોન્ઝ અને બ્રાસથી તૈયાર કરવામાં આવ્યા છે. પ્રિન્ટમાં ફાયર વર્ક કરીને તૈયાર કરેલ પ્રિન્ટ, પેન્સિલ અને ક્રેયોન ડ્રૉઇંગ્સનો સમાવેશ થાયછે.
(૧૯૭૪ માં રાઘવભાઈ પોતાના એક શિલ્પને ગ્રાઈંડ કરી રહ્યા છે.)
(૧૯૮૧ માં બીજા જાણીતા ફોટોગ્રાફર કિશોર પારેખ સાથે માંડુમાં ફોટોગ્રાફસ લઈ રહ્યા છે.)
(૧૯૮૫ માં ગામડાંની દિવાલ ઉપરના ભીંતચિત્રનો ફોટોગ્રાફ લેતા રાઘવભાઈ)
(અત્યાર સુધી ફોટોગ્રાફીનો શોખ કાયમ છે. આ ૨૦૧૫ નો ફોટોગ્રાફ છે)
(કોલેજકાળમાં રાઘવભાઈ નાટકોમાં અને રાસ-ગરબામાં ભાગ લેતા. ૧૯૬૦ નો આ ફોટોગ્રાફ છે,)
એમના સ્કલ્પચર્સમાં પશુઓ જોવા મળે છે તેનું કારણ શું? આનાજવાબમાંરાઘવભાઈકહેછે, “મનેપહેલાથી પશુઓ અને ખાસ કરીને નંદી અને વાછરડાઓ માટે વિશેષ પ્રેમ હતો જે મારા આર્ટ વર્કનો વિષય રહ્યો છે. નાનપણથી પશુઓના ફિગર બનાવતો હતો અને શિલ્પકાર તરીકે પણ નંદીના ઘણાં શિલ્પ તૈયાર કર્યા છે.”
આજે આઇકોનિક સ્ટ્રકચર્સ કેમ તૈયાર નથી થતાં? આનાજવાબમાંતેઓકહેછે, “અજંતાઇલૉરાથી લઇને તાજમહેલ સુધી અને માઉન્ટ આબુ કે દેલવાડાના દેરાથી દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરો સુધીના વિશાળ આઇકોનિક સ્ટ્રકચર્સ શિલ્પ તેમજ સ્થાપત્યના ઉદાહરણો રાજા મહારાજ અને ભામાશા જેવા દાનવીરોના લીધે બન્યા હતા.”
શિલ્પકળામાંશુંબદલાવઆવ્યોછે? નાજવાબમાંતેઓકહેછે, “પહેલાનાસમયમાં માત્ર હથોડી અને ટાંકણા વડે સ્કલ્પચર્સ બનતા હતા. જ્યારે આજે તેમાં ગ્રાઇન્ડર અને અન્ય ટૂલ્સનો ઉપયોગ થાય છે. પહેલા માટી, લાકડું ને પથ્થરનો ઉપયોગ કરીને સ્કલ્પચર બનાવવામાં આવતા હતા. જ્યારે હવે ફાઇબર ગ્લાસ, સ્ટિલ, વગેરે મટિરિયલ્સનો ઉપયોગ થાય છે.”
કલાજગતની આ એક દુર્લભ તસ્વીર સાથે આજનો અંક સમાપ્ત કરૂં છું. વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના સંસ્થાપક પ્રોફેસર માર્કંડ ભટ્ટ સાથેની રાઘવભાઈની ૧૯૭૦ માં લીધેલી આ તસ્વીર છે. ફેકલ્ટીની સ્થાપના ૧૯૪૯ માં થયેલી.
આ અંકની બધી જ તસ્વીરો જગવિખ્યાત કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટના સૌજન્યથી મને પ્રાપ્ત થઈ છે. શ્રી જ્યોતિભાઈનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું.
આવતા અંકમાં આપણે રાઘવભાઈના શિલ્પની તસ્વીરો જોઈશું.
great pleasure to see all these memorable pic because of jyoti bhai- thx to him and to your efforts
LikeLike
કલાજગતની દુર્લભ તસ્વીર
અ દ ભૂ ત
LikeLike
Very good dhanyavadj j bhoot jamnagar
LikeLike