આંગણાંની વર્ષગાંઠ (પી. કે. દાવડા)


આંગણાંની વર્ષગાંઠ

આજેદાવડાનું આંગણુંશરૂ કર્યાને બે વર્ષ પુરા થયા. શ્રી ઉત્તમ ગજ્જરની પ્રેરણાથી, શ્રી સુરેશ જાનીની ટેકનિકલ સહાયથી અને શ્રી કનક રાવલની સક્રીય મદદથી આંગણાંમાં લલિતકળા વિભાગની શરૂઆત કરી. થોડા દિવસ પછી શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટ અને શ્રી બાબુ સુથાર આંગણાંમાં જોડાતાં આંગણાંને ગતિ મળી. બસ પછી તો જાણીતા શેરहम तो अकेले ही चले थे जानिब-ए-मंजिल मगर, लोग साथ आते गए और कारवाँ बनता गयाમુજબ જાણીતા સાહિત્યકારો જોડાતા ગયા અને આંગણું ઝડપથી પ્રગતિ કરવા લાગ્યું. અત્યાર સુધીમાં આંગણાંમાં શ્રી મધુરાય, શ્રી હરનિશ જાની, શ્રી નટવર ગાંધી, શ્રીમતિ પન્ના નાયક, શ્રી રાહુલ શુક્લ, શ્રી ભાગ્યેશ જહા, શ્રી અનિલ ચાવડા, શ્રી જુગલકિશોર વ્યાસ, શ્રી પ્રવીણકાન્ત શાસ્ત્રી અને અન્ય સાહિત્યકારોએ યોગદાન આપ્યું છે. કલાકારોમાં શ્રી રવિશંકર રાવળ, શ્રી ખોડિદાર પરમાર, શ્રી જ્યોતિ ભટ્ટ, શ્રી કાર્તિક ત્રિવેદી અને અન્ય ચિત્રકારોને આવરી લેવામાં આવ્યા છે. ટોચના છબીકારોમાં શ્રીમતિ હોમાયબાનુ વ્યારાવાલા અને શ્રી જગન મહેતા, અને શિલ્પકારોમાં શ્રી નરેન્દ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયા જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા કલાકારોને આવરી લેવામાં આવ્યા છે.

આંગણાંના મુલાકાતીઓમાં કેટલાક એવા નામો છે કે જે મને ગદગદ કરી દેવા માટે પુરતા છે. કેટલાક મિત્રોએ આંગણાંનો અખંડ આનંદ અને કુમાર જેવા સંસ્કારી પ્રકાશનોની દિશામાં જવાના પ્રયાસ તરીકે ઉલ્લેખ કર્યો છે.

૨૦૧૯ માં આંગણું આસરે ૨૦ સર્જકોને મંચ ઉપલબ્ધ કરાવશે. પ્રત્યેક સર્જક દર અઠવડિયે એક કૃતિના હિસાબે ત્રણ મહિના સુધી મુકરર દિવસે પોતાનું સર્જન રજૂ કરશે. આસરે ૧૨૦૦ શબ્દો સુધીની પ્રત્યેક કૃતિ, વર્ડ ફોર્મેટમાં અને યુનિકોડમાં મોકલવાની રહેશે. બધી કૃતિઓ અગાઉથી મોકલવાની રહેશે, જેથી શેડ્યુલમાં ક્ષતિ થાય.  સલાહકાર મંડળની સહાયથી સર્જકને એમની કૃતિ ક્યારથી રજૂ થશે એની જાણ કરવામાં આવશે. બધા સર્જકોને અહીં હું આમંત્રણ આપું છું.

દાવડાનું આંગણુંમાં મૂકાયેલી કૃતિઓ માટે સર્જકોને કોઈપણ પ્રકારનું આર્થિક અનુદાન આપવામાં આવતું નથી. આંગણું સર્જકોને વિના મુલ્યે એક મંચ ઉપલબ્ધ કરાવે છે, અને આમ સાથે મળીને ગુજરાતી ભાષાની સેવા કરવાનો ઉપક્ર્મ છે.

અંતમાં આંગણાંના મુલાકાતીઓનો હ્રદયપૂર્વક આભાર માનું છું. બસ આવો પ્રેમભાવ સદા જાળવી રાખજો.

પી. કે. દાવડા (સંપાદક)

20 thoughts on “આંગણાંની વર્ષગાંઠ (પી. કે. દાવડા)

 1. Davda Saheb,
  Hardik Abhinandan Aangana na 2 varsha Jot Jota Ma pura thaya.
  @2 years account you have given conciely and also given 3rd year scedule.we are happy to get all these writers artist and all who put their most precious work on this platform- and hope will continue doing better and better seva of Gujarati through this platform.. yes very true:
  “हम तो अकेले ही चले थे जानिब-ए-मंजिल मगर, लोग साथ आते गए और कारवाँ बनता गया”

  Like

 2. મુરબ્બી શ્રી દાવડાભાઈ,
  આપના આંગણાની દ્વિતીય વર્ષગાંઠે હાર્દિક અભિનંદન. આંગણે પધારેલા લેખકો / લેખિકા ,ચિત્રકારો , ફોટોગ્રાફરો , શિલ્પકારો વિગેરે સૌએ પ્રવેશીને આંગણાને શોભાવ્યું છે. આપના આંગણે વિશ્રામ કરવા આવેલ અતિથિઓને આપ સૌએ મળી ઉત્તમ વાનગીઓ પીરસી છે. ધન્યવાદ .આપનું આંગણું સદાય પ્રવૃત્તી મય રહે એ શુભેચ્છા સહ ……
  ફૂલવતી શાહ

  Like

 3. અભિનંદન, દાવડા સાહેબ. આપના અભિગમનો શરૂઆતથી ચાહક અને અનુગામી રહ્યો છું. કબીરે દાતણને નર્મદા કાંઠે ખોસ્યું અને તેનો વિશાળ વડ બની ગયો તેમ આપનું આંગણું ટુંક સમયમાં વૈશ્વિક પટાંગણ બની ગયું છે. શ્રી. નટવર ગાંધી અને પ્રૉ. બાબુભાઈ સુથાર, જયશ્રી બહેન, સપના બહેન જેવા મહાનુભાવોના પ્રવેશથી આપના વાચકો અભિભૂત થયા. ફરી એક વાર અભિનંદન અને આપના આંગણાની મહેમાનગતીનો લાભ આપવા માટે આભાર!

  Like

 4. એક આગવી સૂઝ ને ખંતથી આપે સૌને આંગણે આવવા, કલા ને વિચાર ગોષ્ઠીથી જાણે સન્માનવા ભેખ લીધી હોય, એવો હૃદયથી અનુભવ થાય છે. આપની આ યાત્રા એ પ્રસાદી પીરસતી શ્રેષ્ઠ વેબ સાઈટ છે..ખૂબ ખૂબ અભિનંદન દાવડા સાહેબ

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. આંગણાના એક વધુ અને નવા વર્ષ-પ્રવેશ માટે હાર્દિક અભિનદન અને સાથે આવનાર પ્રતિદિન માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
  આપનું આંગણુ નિત નવા મહેમાનોથી વધુને વધુ પ્રસન્ન રહે.
  આ બે વર્ષ દરમ્યાન આપના આંગણાંમાં જે ભાવભીનો આવકાર મળ્યો છે એ માટે આંતરિક આભાર.

  Like

 6. સ્નેહીશ્રી દાવડા સાહેબ,
  આંગણાની બીજી વર્ષગાંઠ નિમિત્તે આપને હાર્દિક અભિનંદન અને લાખો શુભેચ્છાઓ.
  અમૃત હઝારી.

  Like

 7. 👍🌺🌹🌲
  Happy Birth Day to આંગણું
  આદરણીય શ્રી દાવડા સાહેબ
  આંગણા ની ૨ જી વર્ષ ગાંઠના આનંદ અવસરે આપને અભિનંદન.
  સ્વસ્થ રહો, રાજી રહો , લગે રહો, પ્રસન્ન રહો
  પ્રતાપ પંડયા

  Like

 8. “આંગણું”ની વર્ષગાંઠ નિમિત્તે આપ સહુ વાચકોને “આંગણું”નું એક અવિભાજ્ય અંગ બનીને સતત સહકાર આપવા બદલ ખાસ મુબારકબાદ આપતાં, “આંગણુ”ના ટીમ મેમ્બર તરીકે હું ખૂબ ગૌરવ અનુભવું છું. આ મારા માટે humbling moment છે. જો “આંગણું” ન હોત તો નવલકથા “પડછાયાના માણસ” અને “જિંદગી એક સફર હૈ સુહાના” draft mode બનીને જ રહેત! દાવડાભાઈ, સમસ્ત બ્લોગ જગત “આંગણું”ની ભેટ આપવા બદલ આપનું સદા માટે ઋણી રહેશે. આપને આજે પણ અવિરત ઉત્સાહથી “આંગણું”ની એકેએક પોસ્ટ માટે, એક યુવાનને પણ શરમાવે એટલો શ્રમ કરતાં જોઉં છું ત્યારે મારું મસ્તક અનાયસે ઝૂકી જાય છે.
  Davdabhai, thank you for creating “Anganu” for us.
  Jayshree na Pranams

  Sent from my iPhone

  >

  Like

 9. ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, પણ કોને? આંગણાંને! આંગણું કોનું? કહેવા ખાતર દાવડા સાહેબનું, બાકી જતા આવતા દરેક વટેમાર્ગુનું આ આંગણામાં સ્વાગત છે. એમાં વિચારસૌરભ પ્રસરાવનારા અને એ સૌરભ માણનારા તમામનું આ આંગણું છે.એટલે આંગણાંને શુભેચ્છા મતલબ આપણને પોતાને જ શુભેચ્છા! હાં, તો આ દાદા કોણ? દાદા છે આંગણું ઊભું કરનાર, આંગણાની માવજત કરનાર, આંગણાંના ચોકીદાર, આંગણાને સુશોભિત કરનાર પી. કે. દાવડા સાહેબ. આ પી.કે.નો અર્થ મને નથી ખબર. હજી સુધી જાણવાની જરૂર જ નથી લાગી. પહેલાં એમના ઈ-મેઈલ આવતા હતા. ઈ-મેઈલ દ્વાર જુદા જુદા વિષયો પરની પોસ્ટ મોકલતા હતા. મુ. ઉત્તમભાઈ ગજ્જરનો હું આ તકે ખૂબ આભાર માનું છું કે એમણે આગ્રહપૂર્વક એમની પાસે આ આંગણું બનાવડાવ્યું. જેને કારણે આપણે અહીં હૃદય અને બુદ્ધિના દ્વાર ખુલ્લાં કરીને હળવાશ માણવા બેસતા થયાં.આજની ઘડી ખરેખર રળિયામણી છે. હજી આંગણું વિસ્તરતું રહે અને નવા નવા સભ્યો ઉમેરાતા જાય એવી ઝંખના સાથે સૌને અભિનંદન.

  Like

 10. શ્રી પરભુભાઈ મિસ્ત્રી કહે છે કેઃ
  “એમાં વિચારસૌરભ પ્રસરાવનારા અને એ સૌરભ માણનારા તમામનું આ આંગણું છે.
  એટલે આંગણાંને શુભેચ્છા મતલબ આપણને પોતાને જ શુભેચ્છા!”

  ” અમે પણ ” એ સૌરભ માણનારા” છીએ. એટલે
  આપના આંગણે અમે વાંચન લાભ લેતા રહીએ એવી અમારા પોતાના માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s