હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા ( પી. કે. દાવડા )


હું કરૂં હું કરૂં અજ્ઞાનતા

નરસિંહ મહેતાએ એક પંક્તિમાં ભગવદગીતાના કર્મયોગનો નીચોડ આપી દીધો છે. ભગવાને બીજા અધ્યાયથી આપણને સમજાવવાનું શરૂ કરી દીધું છે કે પ્રત્યેક કર્મ કોઈ એક વ્યક્તિથી થતું નથી. હું કરૂં છું ભાવ સદંતર ખોટો છે. અને જો આપણે ભગવાનની વાત માની લઈયે તો પછી એના અમુક ફળની આશા રાખવાના પ્રશ્નનો છેદ ઉડી જાય છે. છતાંયે ભગવાને તો દયા કરી આપણને પણ સમાજાવ્યું છે કેકર્મ કરવાનો તારો અધિકાર છે, પણ શું ફળ મળશે એના ઉપર તારો કોઈ અધિકાર નથી.” આનાથી વધારે સ્પષ્ટ્તાથી કયો શિક્ષક સમજાવી શકે?

આપણે આપણા હાથે અમુક કર્મ કરીએ છીએ, તો પણ ભગવાન એમ કેમ કહે છે કે મેં કર્યું છે એમ માની લેવામાં આપણી ભૂલ છે? જ્ઞાનીઓએ વાત અનેક દાખલા દલીલો આપી સમજાવી છે. આપણે એમાંનો માત્ર એક દાખલો જોઈયે.

એક કુંભારે માટી ગુંદી, ચાકડો ફેરવ્યો, ઘડાને આકાર આપ્યો, એને નીભાડામાં પકવ્યો અને પછી કહ્યું, “ ઘડો મેં બનાવ્યો છે.” આમાં એણે ખોટું શું કહ્યું? ભગવાનનો ઇશારો જ્ઞાનીઓ સમજ્યા છે. કહે છે કે માટી તેં બનાવી છે? માટી હોત, તો ઘડો શેનો બનાવત? ચાલ માટી છે, પણ ચાકડો હોત તો તું ઘડો કઈ રીતે બનાવત? માટી પણ હોત અને ચાકડો પણ હોત પણ તમે ચાકડૉ વાપરવાનું જ્ઞાન હોત તો તું ઘડૉ કેવી રીતે બનાવત? તેં ઘડો બનાવ્યો, નીભાડો ગોઠવ્યો પણ વરસાદ આવત તો બધું ફરી માટી થઈ જાત. તું વરસાદને રોકી શકત? આમ ઘડૉ બનાવવામાં કુંભાર સિવાયની કેટલી બધી વાતોનો હાથ છે? તો પછી બધાના ભાગનું ફળ તું એકલો કેમ માગી શકે? તારો જે યોગ્ય હક્ક છે તો તને યેન કેન પ્રકારે મળશે .

પાંચ હજાર વરસ પહેલા ભગવાને આટલી સ્પષ્ટ રીતે સમજાવ્યું છે, છતાં આજે પણ આપણે ક્યાં સમજીએ છીએ. બધી વાતમાં Negotiation અને Bargain કરવામાં જીવન વીતાવી દઈયે છીએ.

પી. કે. દાવડા

5 thoughts on “હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા ( પી. કે. દાવડા )

 1. બેંકના લૉકરની જેમ બે ચાવી વગર લૉકર ના ખુલે એમ કર્મ અને ભાગ્યની બે ચાવી છે.

  એક ચાવી (કર્મ) આપણે લગાડવાની છે અને બીજી બેંક મેનેજરની જેમ ભાગ્યની ચાવી ભગવાન લગાડશે તો જ એનું યથાર્થ મળે…

  Liked by 2 people

 2. vry lucidely explained with simple example of potter – saying he made the pitcher- true in one sense– but he has not made earth needed for that nor chakado= instrument to make pitcher–nibhado – place to make pot mature– and even if rain comes– is not in his control this example is par excellent– same way for present day practical example given by rajul bahen – about locker key..so these two example makes it very clear. thx again

  Liked by 1 person

 3. અવલ અલ્લા નૂર ઉપાયા, સબ કુદરતકે બંદે,
  એક નૂરસે સબ જગ ઉપજા, કૌન ભલે કોન મંદે? – કબીર
  .બહુ જ ગહન વાતોને સાદી સરળ શૈલીમાં આ સંત કહી ગયો છે, ભક્ત કહો કે સંત કહો એમના આધ્યાત્મિક પદો આપણે સમજ્યાં નથી અને જેટલા વાંચીએ છીએ તેમ તની ગહનતા છતી થાય છે …હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા

  Like

 4. નરસિંહ મહેતાના બે પંક્તિ વાક્યો સાથે હું સહમત છું કારણ કે આજના સમાજમાં મને પ્રેક્ટીકલ દાખલાો અેક ઢૂંઢો હજાર મીલે…દૂર ઢૂંઢો પાસ મીલે જેવું છે. અમેરિકાના નવા પ્રેસીડન્ટ તે સમજાવતો મોટો દાખલો છે.
  અમૃત હઝારી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s