આનંદની અનુભુતિ
ભગવદગીતા મનુષ્યને સ્વધર્મ શીખવીને પોતાના અંતરના ભાવ અનુસાર પ્રકૃતિ સાથે અને અન્ય લોકો સાથે કેવી રીતે એકરૂપ થઈને શાંતિથી જીવાય એ શીખવે છે. ગીતા માણસમાં રહેલી સ્વકેંદ્રીત અભિમાની વૃતિમાંથી બહાર નીકળી, કોઈ અગોચર ઉચ્ચ શક્તિની અનુભુતિ કરવાની રીત બતાવે છે. ગીતા માણસના મનમાં થતી માનસિક અથડામણો સમજાવીને કહે છે કે દરેક માણસ પોતાના વિચારોની સીમાને લીધે ઉપાધીઓ અને અથણામણો પેદા કરે છે. મોટા ભાગની અથડામણો અહંકારમાંથી જન્મે છે. આ અહંકારના મૂળમાં હું પણાની ભાવના છે. આ બધું હું કરૂં છું એ ભાવનાના ત્યાગમાં જ ગીતાનો સંદેશ છુપાયલો છે.
મનમાં આવતા વિચારોને બુધ્ધિથી ચકાસવાની જરૂર છે. જો માણસ સાફ બુધ્ધિથી વિચારે તો જણાશે કે હું, મારૂં શરીર અને મારૂં મનથી પણ વધારે ક્યાંક કંઈક છે, તો જરૂર એની પ્રગતી થાય. જ્યાં સુધી માણસ એના શરીર અને મનની સીમાઓમાં બંધાયલો રહે, ત્યાં સુધી એ માનસિક નબળાઈઓનો ભોગ બનવાનો જ. જ્યારે એ સીમાઓની બહાર નીકળીને બુધ્ધિથી વિચારશે ત્યારે જ એને ખરી અનુભુતિ થશે. પ્રગતિ ધીમી હશે, પણ દિશા સાચી હશે તો જરૂર આનંદની અનુભુતિ થશે.
–પી. કે. દાવડા
સવારનો સુવિચાર ગમ્યો.
LikeLiked by 1 person
મા દાવડાજીની સુંદર વાત- ‘જ્યારે એ સીમાઓની બહાર નીકળીને બુધ્ધિથી વિચારશે ત્યારેજ એને ખરી અનુભુતિ થશે. પ્રગતિ ધીમી હશે, પણ દિશા સાચી હશે તો જરૂર આનંદની અનુભુતિથશે.’ આ વિચારને સમજવા પ્રયત્ન કરીએ.દેહાત્મ બુધ્ધિ પતન નું કારણ છે. ૐ દેહ ને આત્મરૂપ માનવો એ અવિદ્યા છે,આમ કરવાથી દેહ નું લાલન પાલન અને સુખ સગવડ ની ભાવના જાગૃત થાય છે પરિણામે હું આત્મ સ્વરૂપ છું ચૈતન્ય છુ.,એ ભુલી જ આપણો આનંદ એ બાબત પર આધારિત છે કે તે અન્યના અંત:કરણમાં કેટલો પ્રેમ પ્રગટાવી શકે છે !આપણે બીજાને જે આનંદ આપીએ છીએ તે આનંદ જ જાતે પૂરેપૂરો ભોગવી શક્તા હોઈએ છીએ.આવા આનંદની અનુભૂતિ માટે તો જોઈએ કર્મનિષ્ઠા, સંતોષ, નિ:સ્વાર્થભાવ અને બીજાને સમજવાની દૃષ્ટિ. આટલું થાય તો માણસને તેના જીવનમાં સાચા આનંદનો અહેસાસ થાય
LikeLiked by 1 person
સુદર્શન ક્રિયા/ વિપશ્યના
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
lesson from Gita: “જ્યારે એ સીમાઓની બહાર નીકળીને બુધ્ધિથી વિચારશે ત્યારે જ એને ખરી અનુભુતિ થશે. પ્રગતિ ધીમી હશે, પણ દિશા સાચી હશે તો જરૂર આનંદની અનુભુતિ થશે.”
LikeLike
Gita Sandesh summary:”મોટા ભાગની અથડામણો અહંકારમાંથી જન્મે છે. આ અહંકારના મૂળમાં હું પણાની ભાવના છે. આ બધું હું કરૂં છું એ ભાવનાના ત્યાગમાં જ ગીતાનો સંદેશ છુપાયલો છે.”
LikeLike