શિલ્પી રાઘવ કનેરિયા-૩ ( પી. કે. દાવડા અને શ્રી બાબુ સુથાર )


એપીસોડ

રાઘવભાઈના શિલ્પોમાં એમના નંદી અને વાછરડાં ખુબ પ્રસિધ્ધ છે. આજના એપીસોડમાં આપણે આવા ચાર શિલ્પ જોઈએ.

કુદાકુદ કરીને પોતાનો આનંદ વ્યક્ત કરતાં વાછરડાંનું શિલ્પ કાંસાનું છે. 15″×13″× 28″ ના શિલ્પને લાકડાના પ્લેટફોર્મ ઉપર Mount કરવામાં આવ્યું છે. શિલ્પનું શ્રી બાબુ સુથારે કરેલું અવલોકન પ્રમાણે છે.

ગતિ અને એમાં પણ પુનરાવર્તિત થતી ગતિને શિલ્પ જેવા સ્થિર માધ્યમમાં પ્રગટ કરવાનું કામ સાચે જ અઘરું છે. અહીં શિલ્પકારે એ કામ કર્યું છે. વાછરડાના સ્નાયુઓ પર નજર કરો. એમાં રહેલું tension ગતિ, એ પણ પુનરાવર્તિતિ ગતિ,નું સૂચન કરે છે. માથું નીચે. પૂંછડી ઉપર . અદભૂત સમતુલા.

બેસવા જતા નંદીનું શિલ્પ 33″ ×17″ × 48″ નું સ્ટેઈનલેસ સ્ટીલ છે. લાગે છે કે મેટલ પ્લેટ ઉપર માઉંટ કરેલું છે. બેસવા જતા નંદીના શિલ્પમાં સમયની એક ક્ષણ જાણે કે કેદ થઈ ગઈ છે. ફોટોગ્રાફીમાં શક્ય છે, પણ શિલ્પમાં ખૂબ અઘરૂં છે. ઘૂંટણથી વળેલા આગળના બે પગ, ઊંચી ડોક, પાછળ તરફ ઢળેલા શિંગડા, ઉંચી ઉપાડેલી પૂંછ, કેટ કેટલું બારીક નિરિક્ષણ કરીને રાઘવભાઈએ શિલ્પને મૂર્ત સ્વરૂપ આપ્યું છે?

નંદિની સુંદરતા, તાકાત અને છટાનું નિરુપણ કરતું આ શિલ્પ સ્ટેઈનલેસ સ્ટીલમાથી બનાવેલ છે. સુંદર શિલ્પનું અવલોકન પણ મેં શ્રી બાબુ સુથાર પાસેથી કરાવ્યું છે. બાબુભાઈ લખે છે,

ગતિ નહીં, છટા પર ભાર. કોઈ એક ક્ષણમાં સ્થિર. પૂંછડાની અને શિંગડાંની દિશા જોઈ આપણને ગતિનો અનુભવ થાય પણ ચરણની સ્થિરતા એ ગતિને સ્થિર બનાવે. કોઈ એક જ ક્ષણમાં. સ્ટેનલેસ સ્ટીલના પતરાંને કારણે પરંપરાગત નંદિ કરતાં આ નંદિ જુદા લાગે. પોલા છતાં પોલા ન લાગે. નક્કરતાના ભાવને પતરાંના ઉપયોગથી વ્યક્ત કરવામાં આવ્યો છે.

રાઘવભાઈનું નંદીનું શિલ્પ ઉપરના બે શિલ્પથી અલગ પ્રકારનું છે. છટા તો રાઘવભાઈના અન્ય નંદીઓની છે, પણ શિલ્પ ઉપરનો શંણગાર અલગ તરી આવે છે. શિલ્પ બ્રોંઝ ધાતુનું બનેલું છે. લાગે છે કે શિલ્પનએ પથ્થરના પ્લેટ્ફોર્મ ઉપર મૂકવામાં આવ્યું છે. ટ્રેડીશન આર્ટથી હટીને મોર્ડન આર્ટ તરફનો ઝૂકાવ પણ નજરે પડે છે.

હવે પછીના ચોથા અને અંતીમ એપીસોડમાં આપણે રાઘવભાઈના અન્ય શિલ્પનું નિરીક્ષણ કરીશું.

3 thoughts on “શિલ્પી રાઘવ કનેરિયા-૩ ( પી. કે. દાવડા અને શ્રી બાબુ સુથાર )

પ્રતિભાવ