ભીંત પડે તો તમને ગાળ (પી. કે. દાવડા)


ભીંત પડે તો તમને ગાળ…

થોડા સમયથી ભારતના બાળકોમાં પણ અમેરિકાના બાળકો જેવો impulsive ગુસ્સો વધતો જાય છે. થોડા મહિના પહેલા દિલ્હીની એક સ્કૂલમા એક બાળકે બીજા બાળકની મજાક ઉડાવેલી, એથી ગુસ્સે થઈ એ બીજા દિવસે એના પિતાની revolver લઈ આવ્યો અને મજાક કરનાર બાળક પર ગોલી ચલાવી દીધી. અમેરિકામા તો આવું થોડા થોડા સમયે બનતું હોય છે.

અમે નાના હતા ત્યારે અમે પણ ગુસ્સે થતા, લડતા, ઝગડતા પણ કોઈને મારી નાખવાનો વિચાર તો સ્વપનામાં પણ ન આવતો. તે વખતે મહોલ્લાના બે જણ ઝગડે તો બે પાલા પડી જતા, થોડાક બાળકો એકના પાલામાં અને થોડાક બાળકો બીજાના પાલામાં જતા. આવું થોડા કલાક જ ચાલતું અને આ થોડાક કલાકમાં પણ બન્ને પાલાના બાળકો છૂપી રીતે આપસમા મળતા અને વાતચિત કરતા. ત્યારબાદ કોઈ એકાદ બાળકની મધ્યસ્તતાથી સુલેહ થઈ જતી.

રમતાં રમતાં ઝગડો થાય અને એક બાળક બીજાને ગાળ આપે, તો ગુસ્સે થઈ હાથાપાઈ કરવાને બદલે જેને ગાળ મળી હોય તે બોલતોઃ

“ભીંત પડે તો તમને ગાળ, આકાશ પડે તો અમને ગાળ,

 ભગવાનની ભીંત ભાંગે નહિં ને અમને ગાળ લાગે નહિ”

અને પછી એક નાનો પથ્થર લઈ નજીકની ભીંતને થોડી ખોતરતો.

બસ પતી ગયું, ગાળ પાછી જતી રહી, પાછું રમવાનું શરૂ.

આજે ટેલીવિઝનમા, ચલચિત્રોમા અને ઈલેકટ્રોનિક રમતોમા બતાડાતી હિંસા બાળકોના દિમાગમાં ઘર કરી રહી છે, ત્યારે “ભીંત પડે તો અમને ગાળ…” જેવો સાદો ઉપાય કામ નહિં આવે, એના માટે કાંઈક વધારે સારો ઉપાય શોધવો પડશે.

5 thoughts on “ભીંત પડે તો તમને ગાળ (પી. કે. દાવડા)

 1. ‘ઘાયલ’ યાદ આવી ગયા…
  ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા
  પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

  અજાણ્યા માણસો કદી આપણા દુશ્મન નથી હોતા.
  અને આ…
  જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી.
  બહુ થોડાં પાનાં જોઈ શક્યો , બહુ અંગત અંગત નામ હતાં .
  – સૈફ પાલનપુરી
  ————-
  અને છતાં……
  પદ્મમુદ્રામાં દુશ્મનોનો પણ આભાર માનવામાં આવે છે !
  https://gadyasoor.wordpress.com/2013/06/21/padam_mudra/

  Liked by 2 people

 2. you reminded great old time – pala padawa– party – now i remember wee too making this and all as you said perfectly happening- till some one making both party to merge in one. and this one learnt first time:
  “જેને ગાળ મળી હોય તે બોલતોઃ
  “ભીંત પડે તો તમને ગાળ, આકાશ પડે તો અમને ગાળ,
  ભગવાનની ભીંત ભાંગે નહિં ને અમને ગાળ લાગે નહિ”
  અને પછી એક નાનો પથ્થર લઈ નજીકની ભીંતને થોડી ખોતરતો.
  બસ પતી ગયું, ગાળ પાછી જતી રહી, પાછું રમવાનું શરૂ.”
  like old time games this one must be popularized to avoid unnecessary HINSA.

  Liked by 1 person

 3. નાના હતા ત્યારે ગામનો કોઈ બીજો મિત્ર મારવા માટે ધસી આવે ત્યારે બોલતા ” મને અડે તો ગોરી ગાયને અડે”. અને મારવા આવતો હોય એ બબડતો પાછો વળી જતો.ગાયને મારીએ તો પાપ લાગે એ માન્યતા કામ કરી જતી. હવે એ બધું ગયું . હવે તો બાળકોમાં પણ ગન કલ્ચર ગુસી ગયું જણાય છે.

  Liked by 1 person

 4. મોટા કવિઓ પણ ગાળમુક્ત ન હતા
  ‘અપશબ્દ શતં માઘે ભારવે ચ શતત્રયમ
  કાલીદાસે ન ગણ્યંતે કવિરેકો ધનંજય:’
  ‘કવિ માઘના લખાણમાં સો ગાળો હોય છે, ભારવિના લખાણમાં ત્રણસો ગાળો હોય છે, કાલીદાસના લખાણમાં તો અગણિત ગાળો આવે છે પરંતુ ધનંજય એ જ એક માત્ર શ્રેષ્ઠ કવિ છે – અર્થાત એના લખાણમાં ગાળ હોતી નથી.’
  ગુજરાત સાહિત્યના જાણીતા વિવેચક અને લેખક ડા¸ શરીફા વીજળીવાળા કહે છે કે ૧૮૬૨થી સાહિત્યમાં ગાળોનો ઉલ્લેખ મળે છે જે બતાવે છે કે પરંપરા કેટલી જુની છે. તેની ઉપર પરિવેશ અને સમયની ખાસ અસર થઇ નથી. સુરતની બોલીમાં ગાળ ગાળ છે જ નહીં, સહજ અભિવ્યક્તિ છે. એક વિશેષણ રૂપે ઉપયોગમાં લેવાય છે
  ગાળ અંગે રઇશ કહે-
  સુરતનો છું હું વતની એટલે આ આળ લાગે છે,
  શુભેચ્છા પાઠવું છું તોયે સૌને ગાળ લાગે છે.

  પણ મા દાવડાજીનો ઉપાય સીધો,સરળ,સચોટ અને સ રસ
  “ભીંત પડે તો તમને ગાળ, આકાશ પડે તો અમને ગાળ,
  ભગવાનની ભીંત ભાંગે નહિં ને અમને ગાળ લાગે નહિ”

  Liked by 1 person

 5. સરસ.
  જૂના દિવસો અને જૂની મેમરીઓ….આનંદદાયક વાગોળવાની વાતો બની રહી છે.
  તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં પેલો ટીચર આ વાતને જીવતી કરતાં કહે છે…‘ હમારે જમાને મેં…….‘ હાં ભૂતકાળ આજે…વર્તમાનમાં આનંદદાયક વાગોળવાની વાતો જ બની રહે છે…કારણ કે સમય અને પાણીનું વહેણ હંમેશા બદલાતા રહે છે…તે સ્થીર નથી રહેતા. અને માણસે પણ તે બદલાતા સમયનિ સાથે બદલાવું પડે છે….ના બદલાઓ તો….પાછળ પડી જવાય…..
  અમૃત હઝારી.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s