ઘર ઘર ની રમત (પી. કે. દાવડા)


ઘર ઘર ની રમત

અમે નાના હતા ત્યારે ચોમાસામાં વરસાદને લીધે આંગણાની રમતો ન રમી શકતા. ત્યારે રજાને દિવસે આડોસ પડોસના નાના બાળકો ભેગા થઈ, કોઈના ધરમા અથવા કોમન પેસેજમા, ઘર ઘરની રમત રમતા. દરેક જણ પોતાને ઘરેથી કંઈને કંઈ લઈ આવે. એક બે ચાદરની મદદથી તંબુ જેવું ઘર બનાવતા. રમવાના રસોડાં, નાની છત્રી, રમકડાં અને આવી નાની નાની વસ્તુઓ ભેગી કરી ઘર બનાવતા. પછી એક છોકરો કહે કે આજે હું પપ્પા બનીસ, તો તરત એક છોકરી કહે હું મમ્મી બનીસ. જો બે છોકરીઓ મમ્મી બનવા માટે દાવો પેશ કરે તો એકને સમજાવીને દાદી બનાવી દેતા. કોઈ બીજો છોકરો પપ્પા બનવાનો દાવો કરે તો એને ડોકટર બનાવી દેતા. બાકી વધેલા બધા ભાઈ બહેન.

બસ પછી કલાક બે કલાક આ રમત ચાલતી. બાળકોએ જે અસલ જીવનમાં જોયું હોય તેની નકલ કરવાનો પ્રયત્ન કરતા. પપ્પા, મમ્મીને અને છોકરાવોને વઢતા પણ ખરા. કોઈને તાવ આવ્યો હોય ત્યારે ડોકટર વિઝીટે આવી ઈન્જેકશન પણ આપી જતા. રાત પડતી તો બધા સૂઈ જવાની એકટીંગ કરતા, અને બે ત્રણ મિનિટમાં જ સવાર પડતી તો મમ્મી બધાને જગાડી દેતી. આમા થોડા લડાઈ ઝગડા પણ થતા અને રમત પૂરી થઈ જતી.

આજે પણ આ ઘર ઘરની રમત રમાય છે પણ એમા માત્ર બે જણ જ રમવાવાળા હોય છે. આજે આ રમતનું નામ બદલી એને “લીવ-ઈન રીલેશનશીપ” નામ આપવામા આવ્યું છે. આ રમતમાં હવે નિર્દોષ આનંદ નથી.

3 thoughts on “ઘર ઘર ની રમત (પી. કે. દાવડા)

 1. ઘર ઘર ની રમત
  હજીયે યાદ હતું કે,વરસો પહેલા બા ના દાદા-પરદાદાનું જૂનું મકાન વારસાઈમાં પડતાં પોતાને ભાગે આવેલી રકમ લઈ … ‘ઘર’. પોતાનું ‘ઘર’.પરમ શાંતિનો એહસાસ કરાવતું ‘ઘર’.બાળપણાની નિર્દોષ રમતો, ભાઈ-બહેન સાથેની મ્મતો,રમતો,નિર્દોષ આપણી ભૂલાતી જતી બાલ રમતોને ફરી યાદ કરીએ.બાળકો જાતે આ રમતો રમી શકે છે અને જો તેમેને સમજણ ના પડે તો વડીલો તેમેને સમજાવે તો આ રમતો ફરી જીવંત બની શકે.

  .
  “લીવ-ઈન રીલેશનશીપ” … દુઃખદ સામાજીક રોગ

  Like

 2. બાળકોની વાત પરથી બહુ ગંભીર વાત કહી દીધી ! લિવ ઈન સંબંધોમાં કોઈ જાતનું બંધન ના હોય ! પેલો યે છૂટો અને પેલી પણ ! એવું એક કપલ અમારા એક બિલ્ડિગમાં વરસો પહેલાં ભાડે રહેતું હતું. દશેક વર્ષ બધું બરાબર ચાલ્યું . ક્યારેક હું પણ એમના એપાર્ટમેન્ટમાં જાઉં. બે બાળકો પણ જન્મી ચૂક્યાં હતાં. કંઈક વાંધો પડ્યો અને એક દિવસ બધું હતું નહતું થઇ ગયું! છોકરાં લઈને પેલી ભાગી ગઈ , ભર્યું ભાદર્યું ઘર મૂકીને પેલો પણ ક્યાંક જતો રહ્યો ! વાત પુરી !!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s