અથડામણ (પી. કે. દાવડા)


અથડામણ

સંબંધોમા અથડામણ થવી સ્વભાવિક  છે.  દરેક વ્યક્તિને લાગે છે સામાવાળાની ભૂલ છે, અથડામણ માટે એ જ જવાબદાર છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે  અથડામણ થવા માટે બે જણ જરૂરી હોય છે. અથડામણ દરમ્યાન આપણી શું ભુલ છે એ સમજી શકવું થોડું અઘરૂં છે. આપણી અંદરની  ક્રોધ, અદેખાઈ, તિરસ્કાર વગેરે લાગણીઓ  આપણને એ ભુલ સમજતાં રોકે છે.

પહેલા તો એ સમજવાની જરૂર છે  કે આપણે અથડામણનો એક હિસ્સો છીએ. આપણે એનો વિરોધ કરીએ છીએ એટલે જ અથડામણ ઊભી  થઈ છે. જો એની વાતથી તમને કોઈ જાતનું નુકશાન ન થવાનું  હોય, તો એની વાત તોડી પાડવા તમને કોઈ જ ફરજ પાડતું  નથી. તમે એ તમારી મરજીથી કરો છો. તમે  વિરોધ કરો એ ઈરાદાથી કદાચ સામાવાળાએ એ વાત કરી પણ ન હોય. હા  કદાચ એની વાત ભૂલ ભરેલી હોય, તો એકવાર તમે એનું ધ્યાન દોરી  શકો, પણ એ ન માને તો એને વટનો સવાલ બનાવવાનું જરૂરી  નથી. એ તમારી વાત ન માને તો તમને ગુસ્સો આવે કે તિરસ્કાર આવે  એવી લાગણી એણે તમારામા નાખી નથી, એ તો તમારામા પહેલેથી  છે, એટલે બહાર આવે છે.

અથડામણની શરૂઆત તમે  સામાવાળા પાસેથી શું આશા રાખો છો એના ઉપર અવલંબે  છે. તમારા મનમાં એ વ્યક્તિ માટે અભાવ હોય તો એની સાચી વાત પણ તમને સારી નહિં  લાગે. એની વાતનો તમારો પ્રતિભાવ પણ નકારાત્મક હશે.  તે સમયનું તમારૂં વર્તન પણ સારૂં નહિં હોય. આમ  કરવું જરૂરી નથી, તે ક્ષણે જો એણે સારી વાત કરી હોય તો તેના  વખાણ કરવામાં કંઈપણ ખોટું નથી. આમ કરવાથી મોટાભાગની અથડામણો  ટાળી શકાય છે.

જ્યારે અથણામણ થાય છે ત્યારે  તમને પણ માનસિક પીડા થાય છે, ક્યારેક એ માનસિક અને શારિરીક રોગમાં પણ  પરિણમે. આના વધુ નહિં તો અર્ધા જવાબદાર તમે પોતે છો.  તમે ભાગ ન લો તો અથડામણ થવી શક્ય જ નથી. તમે  ધારો તો થયેલી અથણામણનો પણ અંત લાવી શકો છો. પહેલા તમે મનથી  નક્કી કરો કે તમને અથડામણ ખતમ કરવી છે કે નહિં.

1 thought on “અથડામણ (પી. કે. દાવડા)

  1. મતભેદ એ જીવનનું અનિવાર્ય સત્ય છે. માણસ પોતાની ઈચ્છા ના હોવા છતાં બીજાની સાથે અથડામણમાં આવે છે મા દાવડાજીએ આ માટે સરળ રસ્તા બતાવ્યા-તમારે દ્રઢ નિશ્ચય કરવાનો કે ‘મારે આખા દિવસમાં કોઈનાય દોષ જોવા નથી અને કોઈનીય અથડામણમાં આવવું નથી’ પરિણામે તમારામાં અંદરથી ગજબની શક્તિ ઉત્પન્ન કરશે જે બધાજ પ્રકારની અથડામણ ટાળવાની સૂઝ લાવશે, પછી તે ગમે તેવી વિકટ પરિસ્થતિ આવે તો પણ તે ટાળી શકાય. પરિણામે તમારો આનંદી સ્વભાવ અને સ્યાદ્‍વાદ વાણી તમારી આજુબાજુનાં બધા ઉપર પ્રભાવ પાડશે અને તમારી અંદર પણ સંતોષ, સુખ અને પ્રેમનાં પોષણમાં મદદ કરશે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s