શિલ્પી રાઘવ કનેરિયા-૪ (અંતીમ) – પી. કે. દાવડા


ગણેશ: ગણપતિ કદાચ સૌથી વધારે plastic દેવ છે આપણા. એમનાં અનેક રૂપો લોકોએ, કળાકારોએ કલપ્યાં છે. અહીં symmetryની મદદ. માથું નાનું ને દુંદ અતિશય મોટી. એમ છતાં બન્ને વચ્ચે સંવાદિતા. કાંસાના માધ્યમમાં આ પ્રકારની grace ઊભી કરવાનું કામ અઘરું છે. આભૂષણો. શ્રીફળના આકારે ગણપતિની મૂર્તિ. લોકકળામાં હોય છે એવા હાથ અને પગ. ખરેખર અદભૂત સંયોજન છે. ૨૦” X ૨૦” x ૩૦ની કાંસાનું શિલ્પ ખરેખર એક ઉત્કૃષ્ટ શિલ્પનો નમૂનો છે.

લોખંડના શિલ્પમાં એક ઊંડો વિચાર વ્યકત થાય છે. બીજમાંથી ફૂટતો ફણગો અથવા અંકુરિત થતું અનાજનું બી. રાઘવભાઈ કહે છે, “તેમાં ફણગો ફૂટતી વખતે બીજમા કેવા ફેરફાર થતાં હોય છે  તે મારી કલ્પના શક્તિ  દોડાવીને કૃતિ બનાવી છેસૌથી નીચે એક બીજ દેખાય છે. ધરતીની નીચે છે દર્શાવવા ઉપર એક ગોળાકાર નક્કર આકાર મુકવામાં આવ્યું છે અને એની ઉપર બીજમાંથી ફૂટી નીકેળેલો ફણગો દેખાય છે. ધાતુ જેવી કઠણ વસ્તુમાં આટલો નાજુક વિચાર વ્યક્ત કરવાનું અઘરૂં કામ અહીં રાઘવભાઈએ સારી રીતે પાર પાડ્યું છે. ૫૬ઊંચા શિલ્પની પહોળાઈ અને જાડાઈ ૩૩અને ૧૫છે.

હવે વિચાર ઉપર આધારિત ફૂટ ઊંચું, જાહેર જગ્યામાં મૂકાયલું શિલ્પ જુવો. અહીં પણ અંકુરિત થતાં બીજનો ઉંચો ફણગો દર્શાવ્યો છે. એક શિલ્પકાર, એક વિચાર પણ અભિવ્યક્તિના કદ અને આકાર તદ્દન જુદા. શિલ્પને આપવામાં આવેલા કેસરી રંગમાં પણ કંઈક સંદેશ તો હશે , પણ એને સમજવા આપણે રાઘવભાઈની ઊંચાઈએ પહોંચવું જોઈએ.

Reclining Woman નામનું લાકડાન બેઝ ઉપર જડેલું કાંસાનું શિલ્પ છે. ૧૫”X ૧૨” X ૧૮નું શિલ્પ Modern Art નો નમુનો છે. હાથ પાછળ રાખી એના ટેકે પોઝ આપતી સ્ત્રી છે કે આરામ કરતી સ્ત્રી છે? સ્ત્રીના અંગ ઉપાંગ અને એના વસ્ત્રોની કરચલીઓ વગેરેને ધાતુમાં ઢાળવી કેટલું અઘરૂં કામ છે એક શિલ્પકાર સમજી શક.

અને અંતમાં

ચિત્રમાં રાઘવભાઈ એક ધાતુના શિલ્પ ઉપર કામ કરી રહ્યા છે. એમની એકાગ્રતાને લઈને જાણે કે શિલ્પનો એક ભાગ બની ગયા છે. ચિત્ર મેં એટલા માટે પસંદ કર્યું છે કે જેથી વાંચકોને જાણ થાય કે શિક્પકારે માત્ર માનસિક નહીં પણ શારીરિક શ્રમ પણ ખૂબ કરવો પડે છે.

સાથે શિલ્પકળાની શ્રેણી હાલ પુરતી પુરી કરૂં છું. આશા છે કે શ્રી નરેંદ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયા જેવા બે જગપ્રસિધ્ધ શિલ્પકારોની શિલ્પકળા તમને સૌને ખૂબ ગમી હશે.

પી. કે. દાવડા

2 thoughts on “શિલ્પી રાઘવ કનેરિયા-૪ (અંતીમ) – પી. કે. દાવડા

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s