ધોધમાર ઝંખનાનું ગીત ( હેમંત ગોહિલ “મર્મર” )


ધોધમાર ઝંખનાનું ગીત ( હેમંત ગોહિલ “મર્મર” )

હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું….

મુઠ્ઠીભર માવઠામાં તળિયુંય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?

માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં

ચોમાસું કોઈનું મંગાય કૈં ?

વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ

ભીતરમાં કૈંક લંઘાય, સૈ.

અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી,  છાણાને કેટલું સંકોરવું ?

ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક

મેંદી મૂક્યાની કરે વાતું;

વાતું તો હોય સખી, ઝરમરીયું ઝાપટું,

ભીનું તરબોળ ક્યાં થવાતું ?

ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?

થઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો

ધીંગો વરસાદ મને ગોઠે;

માટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે

તરસ્યું છીપાય મારી હોઠે.

ક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું ?

2 thoughts on “ધોધમાર ઝંખનાનું ગીત ( હેમંત ગોહિલ “મર્મર” )

 1. મા રમેશભાઇએ મારા મનની વાત કરી-‘વરસાદ હૈયે વરસાવ્યો ને મહેકાવ્યો, વાહ.
  કાઠીયાવાડી બોલીના રણકાએ અમારું બાળપણ યાદ કરાવ્યું !
  “હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે”
  આખ્ખું ચોમાસું વ્હોરવાની વાત;
  “મુઠ્ઠીભર માવઠા”ને હાંડલીમાં ઓરીને ખોટ ખાવાની વાત;
  વીંઝાતા વાયરામાં તૈડાતી સીમ;
  લંઘાતું ભીતર;
  ઓબાળ માગતાં મૂઆં અરધા આંધણ;
  ચોમાસું હોવા છતાં ‘મૂંગો મંતર’ રહે એવો ખોટુંડો મોર; પ્રયોગો ગમ્યા
  રાળ રાળ થઇ જાતી આખ્ખી સીમ;
  ધીંગો વરસાદ;
  સાચાં મોતીડાંને આઘાં ઠેલીને વણવરસ્યા દિવસોને દોરે પોરવવાની ખોટ ખાવાવાળી વાત…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s