પુષ્પિત ભાષા (જુગતરામ દવે)


પુષ્પિત ભાષા

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;

            અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

માથે મોભ્ભાદાર પાઘડી,

            છટાદાર મુખ શાસ્ત્રવિલાસા.

ઋષિ, દેવતા, છંદ સમેતા,

            ચારે  વેદો  જિહ્‌વા  વાસા.

ક્યા શાસ્ત્રનું ક્યું વિવેચન–

            વાદ ચડે તો પડે  ન પાછા.

આપ વદે ને આપ ન બૂઝે,

            બહુ ધૂમ્ર ને  અલ્પ પ્રકાશા.

મંત્ર ભણ્યો પણ મર્મ ન કળ્યો,

             માત્ર  કંઠમાં મંત્રો  ઠાસ્યા.

ચિત્રવિચિત્ર ક્રિયા વિસ્તારી,

            ધર્મ નહિ  એ  ધર્મ તમાશા.

યજ્ઞ કર્યા પણ સ્વાર્થ ન હોમ્યા,

            મનમાં  ભોગૈશ્વર્ય   ફલાશા.

નિશ્ચય ટાણે ગડગડ ગબડે,

            અનંત    સર્‌જે   તર્કાકાશા.

જ્ઞાનગંગમાં બહુ નાહ્યા,

            કોરા પંડિત રહ્યા શિલા શા.

ગીતાનાં બહુ ગીતો ગાયાં,

            તોય હજુ ક્યાં હઠે નિરાશા!

          -જુગતરામ દવે

(૧ લી જાન્યાઆરીથી આંગણાંમાં યુધ્ધ…..

ભારતીય સેનામાં અફસર તરીકે કામ કરવું એટલે શું? ૧૯૬૫ અને ૧૯૭૧ ના પાકીસ્તાન સાથેના યુધ્ધની દિલધડક વિગત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત, ભારતીય સેનાના એક અફસરના શબ્દોમાં “દાવડાનું આંગણું” માં ૧લી જાન્યુઆરીથી દરરોજ રજૂ કરવામાં આવશે. આ કોપીરાઈટથી સુરક્ષિત કથા રજૂ કરવા મને અને આંગણાંને ખાસ મંજૂરી મળી છે. એક પણ એપીસોડ વાંચવાનું ચૂકશો નહીં-પી. કે. દાવડા  (સંપાદક) )

5 thoughts on “પુષ્પિત ભાષા (જુગતરામ દવે)

 1. જુગતરામ દવેને વાંચીએ ને અખો યાદ આવી જ જાય.
  આંગણાંમાં યુદ્ધ્ તૈયારી થઈ રહી છે એટલું માત્ર જાણતા જ ધડકન તો વધી જ ગઈ છે!
  ૧લી જાન્યુઆરીની રાહમાં દિલ થામીને બેઠા છીએ.
  અફસર સાહેબને આગોતરા સલામ , દાવડા સાહેબનો આગોતરો આભાર.

  Liked by 1 person

 2. અમારા જુ’કાકા, વેડછીનો વડલો,ની યાદગાર રચનાઓ બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા; અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા , એનું જીવનકાર્ય અખંડ તપો અમ વચ્ચે બાપુ અમર રહો ! અંતરપટ આ અદીઠ, અરેરે ! આડું અંતરપટ આ અદીઠ ! …આંખ નમ થઇ

  ભારતીય સેનાના એક અફસરના શબ્દોની રાહ

  Like

 3. જય હિંદ… કેપ્ટન સાહેબને

  જયહિન્દ! જય તારો

  આજ થનગને જોમ અમારું
  સ્વાધિનતાનો નારો
  ગર્વ ધરીને ફરક ત્રિરંગા
  જયહિન્દ! જય તારો
  શૌર્ય અમનને રંગ ધરાના
  અંગ ત્રિરંગી શોભા
  ચક્ર પ્રગતિનું દે સંદેશા
  નિત ખીલશે રે આભા
  કિલ્લા લાલે ઝીલ સલામી
  કોટિ હસ્ત રણભેરી
  સાગર, ડુંગર વ્યોમ સવારી
  શિર સાટે બલિહારી
  રાહ અમનની ચીંધે ગાંધી
  યુગયુગની કલ્યાણી
  રિપુ થયા તો ઊઠે આંધી
  દેશદાઝની વાણી
  વતન તણી હૈયે જ ખુમારી
  ઋણ ચૂકવશું ધરાના
  મા ભારતના ભવ્ય લલાટે
  ધરશું યશ અજવાળા(૨)
  રમેશ પટેલ(આકાશદીપ)

  Sent from my iPhone

  >

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s