સમકાલીન ભારતીય કલાની દ્રષ્ટિએ, વડોદરા સૌથી આગળ પડતું સ્થળ છે, ભાવનગરના મહત્વના યોગદાનને અવગણી ન શકાય. સ્વતંત્રતા પછીના ભારતમાં આ વિસ્તારમાંથી ઘણા કલાકારો, મોટે ભાગે ચિત્રકારો, કાળક્રમે કલાની ઐતિહાસિક રેતાળ ભૂમિમાં પોતાની સ્પષ્ટ છાપ છોડી ગયા છે.
ભાવનગરના તત્કાલીન શાસક ગોહિલ રાજવી પરિવાર પરમાર્થી અને સંસ્કૃતિને પુષ્ટિ આપનાર હતા. ભાવનગર શહેરનું નામ ભાવસિંહજી ગોહિલ પરથી આવ્યું છે.
“1825 અને 1830 વચ્ચેના સમયગાળામાં એક ચાઇનીઝ કલાકારે ગ્લાસ પર બનાવેલી રાજા વિજયસિંહજીની તસવીરના કારણે જુદાં જુદાં માધ્યમોમાં ચિત્રો દોરવાની નવી પ્રથા શરૂ થઈ જેમાં સ્થાનિક રાજવીઓની કયારે ગ્લાસ પર, મોટેભાગે દીવાલો પર અને 1888માં રાજા રવિ વર્માના આગમન પછી, કેન્વાસ પર તસવીરો બનાવવાનું શરૂ થયું.”
ભાવનગર એક સક્રિય બંદર હોવાથી આ કલા પર યુરોપ, અગ્નિ એશિયા તથા લાક્ષણિક રીતે ચીનનો પ્રભાવ વર્તાતો હતો. 1825 અને 1830 વચ્ચેના સમયગાળામાં એક ચાઇનીઝ કલાકારે ગ્લાસ પર બનાવેલી રાજા વિજયસિંહજીની તસવીરના કારણે જુદાં જુદાં માધ્યમોમાં ચિત્રો દોરવાની નવી પ્રથા શરૂ થઈ જેમાં સ્થાનિક રાજવીઓની કયારે ગ્લાસ પર, મોટેભાગે દીવાલો પર અને 1888માં રાજા રવિ વર્માના આગમન પછી, કેન્વાસ પર તસવીરો બનાવવાનું શરૂ થયું.
કલાની આ ઔપચારિક રજૂઆતને સમાંતર, ભાવનગરની અંદર અને આજુબાજુ, લોકકલાનું ચિત્ર સમાનપણે ગતિશીલ હતું. છાણ પર સફેદ તથા લાલ માટી તથા કાદવ પર સાદું સુશોભન ભોંયતળિયાં તથા દીવાલો પર પથરાયેલું રહેતું અને ભરતકામ કરેલાં તોરણ તથા ચકલા આંતરિક સુશોભિકરણની મુખ્ય શૈલીઓ હતી તથા આ ભરતકામ કચ્છ કરતાં વિશેષરૂપે પશુ-પંખીઓ તથા ફૂલોની રજૂઆત અને ગૂંથણની દ્રષ્ટિએ સ્પષ્ટ રીતે નોખું તરી આવતું હતું.
જયારે આ બધું આ વિસ્તારના તત્કાલીન કલાકારોની કલાત્મક રૂઢિઓનું બંધારણ કરતી સાંસ્કૃતિક અસરોનું આલેખન કરતું, ત્યારે સૌથી અગત્યનો પ્રભાવ ભાવનગરમાં કથિત રીતે છ થી આઠ મહિના ગાળી ચૂકેલા રાજા રવિ વર્માનો થયો હતો. આમાં વાસુદેવ દવે અથવા દેવ મહારાજ કદાચ સૌપ્રથમ કલાકારોમાંના હતા. ખરી રીતે ભાવનગરના મહેલમાં કથાકાર તરીકે રહી ચૂકેલા વાસુદેવ દવેએ સયાજીરાવ ગાયકવાડની હરિકીર્તનશાળામાં કથાકીર્તન શીખવા વડોદરાની મુલાકાત લીધી હતી અને રવિ વર્મા તેમના સ્ટુડિયોમાં લાઇટ, શેડ અને દ્રષ્ટિકોણને અપનાવતાં નીરખ્યાં હતાં. પહેલાં આવનારા અન્ય કલાકારોમાં ત્રિભુવન પટેલ અને ભાવજીભાઇ રાઠોડ હતા. ભાવનગરમાં જન્મેલા અને ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત કલાકાર, લેખક અને શિક્ષક રવિશંકર રાવળે ભાવનગરમાં જ ભાવજીભાઇ પાસેથી કલા શીખી અને ત્યાર પછી રવિશંકર રાવળ મુંબઇની જે. જે. સ્કૂલમાં ગયા, જયાં તેમણે સેસિલ બેનર્સ હેઠળ તાલીમ લીધી. મુંબઇના તેમના પ્રોત્સાહક, હાજી મોહમ્મદ અલ્લારખિયાએ રવિશંકર રાવળને તેમના પ્રથમ કાર્યો આપ્યાં તથા તેમને કલાક્ષેત્રે સમૃદ્ધ કારકિર્દી ઘડવાને રસ્તે દ્રઢપણે નિર્ધારીત કરી દીધા.
તેમના તત્કાલીન ઓછી ઉંમરના સહાધ્યાયી સોમાલાલ શાહે જે. જે. સ્કૂલમાં અને થોડા સમય માટે વડોદરાના “કલાવંત કારખાના”માં અભ્યાસ કર્યો. રાવળની સલાહથી તેઓ કાઠિયાવાડના યુવાનોને ફાઇન આર્ટ્સ પરિચય મેળવવા ભાવનગરમાં નાનાભાઇની ભટ્ટની દક્ષિણામૂર્તિ શાળામાં જોડાયા. અહીં, સોમાભાઇના વિદ્યાર્થીઓમાં માર્કંડ ભટ્ટ હતા, જેઓ વર્ષો પછી વડોદરામાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના નવા ડીન બન્યા હતા. એમની સાથે વિનાયક પંડ્યા સ્થાપક સભાના સદસ્ય બન્યા હતા. 1934-35માં દક્ષિણામૂર્તિએ સોમાભાઇના 15 ચિત્રનું નિરૂપણ કરતો એક પોર્ટફોલિયો “રંગ રેખા” પ્રકાશિત કર્યો. ભાવનગરના તત્કાલીન મહારાજા અને મહારાણી તેમના કામના મહાન પ્રશંસક હતા. મહારાજાએ પોતાના મહેલને સોમાભાઈનાં ચિત્રોના સંગ્રહથી સુશોભિત કર્યો હતો.
1939માં જયારે દક્ષિણામૂર્તિ ભાવનગરની બહાર ખસેડવામાં આવ્યું ત્યારે 1944માં આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં કલાશિક્ષક તરીકે ભાવનગરના મહારાજાએ સોમાભાઈને રાખ્યા તે પહેલાં કુમારશાળા અને ઘરશાળામાં અમુક સમયગાળા માટે શીખવતાં. આ કાર્ય સોમાલાલ શાહે એ પછીના બે દાયકા સુધી ચાલુ રાખ્યું જે સમય દરમિયાન તેમના વિદ્યાર્થીઓમાં ખોડીદાસ પરમાર, વિનય ત્રિવેદી, કનુ મહેતા, પ્રદ્યુમન દવે, સુરેશ શેઠનો સમાવેશ થતો હતો. તે દરમિયાન ઘરશાળામાં, મુંબઇની જે.જે. સ્કૂલમાં તાલીમ લઇ ચૂકેલા જગુભાઇ શાહે આર્ટસના વર્ગો શરૂ કર્યા જેમાં જયોતિ ભટ્ટ, હેમંત શાહ, નરેન્દ્ર પટેલ, દામોદર બલોર, કોકિલા ભાર્ગવ તથા અન્યોનો સમાવેશ થતો હતો. ખોડીદાસ પરમાર અહીં શીખવતા. કાઠિયાવાડમાં સોમાલાલ શાહ ખૂબ છવાયેલા હતા અને અહીં પોતાની છાપ છોડી ગયેલા કલાકારો જેઓ તેમની શૈલીથી ખૂબ પ્રભાવિત હતા. તેઓ સોમાલાલ શાહની હાથ નીચે કદાચ તાલીમ લઇ શક્યા નહોતા. તેમાં કુમાર મંગલસિંહજી, ભાસ્કરભાઇ ભટ્ટ તથા અન્ય હતા.
“1962માં ભાવનગરના કેટલાક કલાકારો તેમના વડોદરાના સહાધ્યાયીઓ સાથે કલાક્ષેત્રે પ્રમાણભૂત વિકાસના પ્રસારને અવરોધતાં દૂષિત પ્રભાવોનો પ્રતિકાર કરવા “ગ્રૂપ 1890” નામના ક્રાંતિકારી સંસ્થાની રચના કરવા એકઠા થયા. “ગ્રૂપ 1890” નામ જયોતિ પંડયાના ભાવનગરના નિવાસસ્થાનના નંબર પરથી વિલક્ષણ રીતે રાખવામાં આવ્યું હતું. જેમણે 1962માં ઓગસ્ટ 25-26ના રોજ ગ્રૂપની પ્રથમ બેઠક યોજી હતી.”
1950 સુધીમાં વડોદરામાં ફાઇન આર્ટસ ફેકલ્ટી શરૂ થઇ ચૂકી હતી અને ભાવનગરની ઘણી યુવાન વ્યક્તિઓ વિદ્યાર્થી તરીકે જોડાઈ હતી. 1962માં ભાવનગરના કેટલાક કલાકારો તેમના વડોદરાના સહાધ્યાયીઓ સાથે કલાક્ષેત્રે પ્રમાણભૂત વિકાસના પ્રસારને અવરોધતાં દૂષિત પ્રભાવોનો પ્રતિકાર કરવા “ગ્રૂપ 1890” નામના ક્રાંતિકારી સંસ્થાની રચના કરવા એકઠા થયા.
“ગ્રૂપ 1890” નામ જયોતિ પંડયાના ભાવનગરના નિવાસસ્થાનના નંબર પરથી વિલક્ષણ રીતે રાખવામાં આવ્યું હતું. જેમણે 1962માં ઓગસ્ટ 25-26ના રોજ ગ્રૂપની પ્રથમ બેઠક યોજી હતી. જયોતિ પંડયા એ કલાકાર વિનાયક પંડયા (આગળ બતાવ્યા પ્રમાણે જેઓ ફાઇન આર્ટસ ફેકલ્ટીના સ્થાપક સભ્યમંડળનાં સભ્ય હતાં) ના બહેન હતાં અને અમુક લાયકાત ધરાવતાં જાતે તાલીમ પામેલા ચિત્રકાર હતાં.
ભાવનગરની આ બેઠક જેરામ પટેલ, ગુલમોહમ્મદ શેખ, હિંમત શાહ, જયોતિ ભટ્ટ, રાઘવ કનેરિયા, અંબાદાસ, બાલકૃષ્ણ પટેલ, રાજેશ મહેરા, એસ.જી.નિકમ, એરિક બોવેન, રેડુપ્પા નાઇડુ અને ગ્રૂપની અવેજીમાં કામ કરતાં સચિવ જે. સ્વામિનાથન વચ્ચે છેલ્લાં બે વર્ષથી ચાલતી ચર્ચાના પરિણામ સ્વરૂપ હતી. “ગ્રૂપ 1890” દ્વારા પ્રથમ પ્રદર્શન 1963માં નવી દિલ્હીમાં યોજાયેલું જેનું ઉદઘાટન જવાહરલાલ નહેરુએ કરેલું અને પરિચય મેકિસકન કવિ તથા વિચારક અને ત્યાર પછી મેકિસકોના ભારત ખાતેના રાજદૂત ઓક્ટેવિયો પાઝે કરાવ્યો હતો. કમનસીબે ત્યાર પછી તરત જ “ગ્રૂપ 1890” વિખરાઇ ગયું હતું એમ છતાં કલાસર્જનની ઓળખ કરાવવા માટે તત્કાલીન ભારતીય કલાકારો દ્વારા પોતાના સિદ્ધાંતો વિશે સવાલ કરવા, સમજવા અને ઘડવા માટેનો પ્રથમ ગંભીર પ્રયાસમાંના એક તરીકે આ ગ્રૂપે કરેલ કાર્યને માન્ય રાખવું જ પડશે.
કલ્પના કરી શકાય છે કે વડોદરામાં અને અન્ય સ્થળે કલાની શાળાઓમાં તાલીમ પામેલા ભાવનગરના કલાકારો વચ્ચે કલા અને કલાના વ્યવસાય બાબતે મોટા મતમતાંતરો હતા. વડોદરાના વાદવિવાદ કરવાનું વલણ ધરાવતાં કલાકારો આગળ અન્વેષણ અને અપારંપારિક ચક્ષુગમ્ય પરિભાષાનો વિકાસ કરતાં રહ્યાં અને અન્ય શાળાઓના કલાકારોએ અજમાવેલ અને ખાતરી કરેલ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું
ભાવનગર- ઇતિહાસમા ખાસ યાદ દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા!
અમારી જાણીતી વાત -૨૦મી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રક્લાની આગેવાની ક્લાગુરુ રવિશંકર રાવળે લીધી હતી. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે એ સમયે એમણે ધર્મકુમારસિંહજીના પક્ષીવિષયક ગ્રંથ ધિ બર્ડ્ઝ્ ઓફ સૌરાષ્ટ્ર માં રંગીન અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈના પંખી જગત નામના પુસ્તકોમાં પક્ષીઓના રેખા-ચિત્રો દોર્યા છે. લોક કલાના ખ્યાતનામ ચિત્રકાર ખોડીદાસ પરમાર પણ ભાવનગરના. તેમના ચિત્રોમાં લોક સહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે.’
મા ઘણી નવી અદભૂત વાત જાણી ધન્યવાદ
Thanks to Davda Saheb
LikeLike
ભાવનગર- ઇતિહાસમા ખાસ યાદ દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા!
અમારી જાણીતી વાત -૨૦મી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રક્લાની આગેવાની ક્લાગુરુ રવિશંકર રાવળે લીધી હતી. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે એ સમયે એમણે ધર્મકુમારસિંહજીના પક્ષીવિષયક ગ્રંથ ધિ બર્ડ્ઝ્ ઓફ સૌરાષ્ટ્ર માં રંગીન અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈના પંખી જગત નામના પુસ્તકોમાં પક્ષીઓના રેખા-ચિત્રો દોર્યા છે. લોક કલાના ખ્યાતનામ ચિત્રકાર ખોડીદાસ પરમાર પણ ભાવનગરના. તેમના ચિત્રોમાં લોક સહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે.’
મા ઘણી નવી અદભૂત વાત જાણી ધન્યવાદ
LikeLiked by 1 person
સરસ માહિતી. ગુજરાતમાં કલાના સંવર્ધન માટે આ સૌના આપણે ઋણી છીએ.
LikeLiked by 1 person
સરસ માહિતિ મળી.
ભાવનગરે સંગીત ક્ષેત્રે પણ સારા કલાકરો દેશને આપ્યા છે. જેમાં ઉઘાસ ભાઇઓ અને કમલેશ અવસ્થિ ને તો સીનેમા જગત પણ ઓળખે.
આભાર.
અમુત હઝારી.
LikeLiked by 1 person
great research article and proud of Bhavnagar – where people born with subtle BHAV and spread knowledge every where in different areas.
LikeLiked by 1 person