મહીપતરામ અને દલપતરામ ( પી. કે. દાવડા )


મહીપતરામ અને દલપતરામ સમકાલીન સાહિત્યકારો હતા. બન્નેનો સુરત શહેર સાથે નાતો હતો. એમના સમયમાં દક્ષિણ ગુજરાત ઉપર અંગ્રેજોની મજબુત પકડ જામી ગયેલી. મહીપતરામ અંગ્રેજોના શિક્ષણ વિભાગમાં અધિકારી હતા અને દલપતરામ ફોર્બસને ગુજરાતિ સાહિત્ય શીખવતા. બન્ને સુધારાવાદી હતા.

અંગ્રેજ સરકારે મહીપતરામને બ્રિટીશ શાળાઓ કઈ રીતે ચાલે છે એનો અભ્યાસ કરવા ઈંગ્લેંડ જવાનું કહ્યું. મહીપતરામની નાગર નાતે દરિયો ઓળંગવા સામે વિરોધ કર્યો અને ધમકી આપી કે જો જશે તો એમને નાત બહાર મૂકવામાં આવશે. નાતની ધમકીની પરવા કર્યા વગર મહીપતરામ ઈંગ્લેંડ ગયા. ત્યારે દલપતરામે લખ્યું,

નાગર નર હારે નહિ, હારે હોય હજામ,

કહેવત તેં સાચી કરી રાખી મહીપતરામ.

મહીપતરામ ઈંગ્લેંડથી પાછા આવ્યા અને એમણેમારી ઈંગ્લાંડની મુસાફરીનામનું પુસ્તક લખ્યું, જે ખૂબ લોકપ્રિય થયું. રાજા રજવાડાઓએ મહીપતરામનું સન્માન કર્યું; ત્યારે દલપતરામે લખ્યું<

જાણીતો હતો પંથ, જોઈને જાણીતો થયો,

જાણીતા થઈને કીધા જાણીતા તમામને.

મોટું એણે કીધું કામ, મોટા દેશે મોટું માન,

મોટા મોટા મહીપતિ મહીપતરામને.

આમ એક બાજુ મહીપતરામની વાહ વાહ થઈ રહી હતી, તો બીજી બાજુ સુરતની નાગરી નાતે એમને નાતબાર મૂક્યા. સમય એવો હતો કે મહીપતરામ જો એના પિતાના અવસાન સમયે એમને અગ્નિદાય આપે તો સમશાનમાં કોઈ નાતિલું જવા તૈયાર હતું. આખરે કામ મહીપતરામના કાકાએ કરવું પડ્યું. આવી અડચણોથી થાકીને આખરે મહીપતરામે નાતની માફી માગી, અને નાતના કહેવા અનુસાર ૧૫૦૦ રુપિયા ખર્ચીને પ્રાયશ્ચિત કર્યું ત્યારે એમને નાતમાં પાછા લીધા. ત્યારે દલપતરામે લખ્યુ;

નાગર નર હારે નહિ હારે હોય હજામ ,

ઇત્યાદિક ફેરવ હવે ડાહ્યા દલપતરામ”

પી. કે. દાવડા

4 thoughts on “મહીપતરામ અને દલપતરામ ( પી. કે. દાવડા )

 1. એક અંગત વાત. જ્યારે મેં અમારા ગોળ-જ્ઞાતિની બહાર લગ્ન કર્યા ત્યારે અમારા કુટુંબને ગોળ બહાર મુકવામાં આવ્યા હતા. પછી તો ગોળ બહાર લગ્ન કરનારાઓની સંખ્યા વધી ગઈ અને તેઓ કહેવા લાગ્યા કે અમે ગોળ વાળાઓને ગોળ બહાર મુકીએ છીએ !.

  Like

 2. ‘સુરતની નાગરી નાતે એમને નાતબાર મૂક્યા’ નહીં પણ તેમણે ન્યાતને ન્યાતબહાર મૂકી ! અને દલપતરામના દેખ બીચારી બકરીનો કોઈ ન જાતા ઝાલે કાન …પર અંગ્રેજોના ખાંધિયા ગણતા. મા દાવડાજીએ જુના જમાનાની કહીકત ની વાતો નો નવી પેઢીને ખ્યાલ પણ ન આવે

  Like

 3. દ્લપતરામનો જન્મ જાન્યુઆરી ૨૧, ૧૮૨૦ ને દિવસે થયેલો.

  ગાંઘીજીનો જન્મ ઓક્ટોબર ૨, ૧૮૬૯માં થયેલો.

  મહિપતરામ, દલપતરામના સમકાલિન હતાં.

  ગાંઘીજી ૧૮૮૮ના વરસમાં ઇન્ગલેંન્ડ ગયેલાં…નાતબહાર મુકાયા બાદ….તેમની આત્મકથામાં ચેપ્ટર: ૧૨માં લખે છે કે…‘ નાત ઘારે છે કે તેં વિલાયત જવાનો વિચાર કર્યો છે તે બરોબર નથી. આપણા ઘર્મમાં દરિયો ઓળંગવાની મનાઇ છે. વળી વિલાયતમાં ઘર્મ ન સચવાય અેવું અમે સાંભળીઅે છીઅે. ત્યાં સાહેબ લોકોની સાથે ખાવુંપીવું પડે છે.

  મહિપતરામ નાગર બ્રાહ્મણ હતાં. ગાંઘીજી વણીક હતાં. બન્નેને સમાજની અંઘશ્રઘ્ઘાનો ભોગ બનવું પડેલું. બન્ને વઘુ જ્ઞાન મેળવવા,,,વઘુ ભણવા જ વિલાયત જતા હતાં.
  બન્નેની ન્યાતવાળા કહે છે કે ‘ આપણા ઘર્મમાં દરિયો ઓળંગવાની મનાઇ છે.‘
  વાડાબંઘી, ઘણી ન્યાતોમાં, હજી પણ ચાલુ દેખાય છે.જૂના રીતરીવાજો હજી પણ વપરાય છે.
  ૨૧મી સદીમાં ઘણા સામાજીક ફેરફારો…ટેકનીકલ પ્રોગ્રેસને કારણે થયા છે. છોકરીઓ ખૂબ ભણે છે. પણ અમુક રાજ્યોમાં જ.

  સ્વામી સચ્ચીદાનંદજીની બુક…‘ અઘોગતિનું મૂળ, વર્ણવ્યવસ્થા‘ આંખ ખોલનાર પુસ્તક છે.

  ગાંઘીજીઅે ‘ ભંગીઓને‘….હરિજન બનાવ્યા.શુદ્રો પણ હરિજન બન્યા. ઘણા રાજ્યોમાં આ ‘હરિજન‘ શબ્દ પેપર ઉપર જ પડી રહે છે. દરરોજના જીવનમાં હજી પેલો જૂનો શબ્દ જ વપરાય છે.

  ૧૮મી સદી હોય કે ૧૯મી સદી હોય..પણ…૨૧મી સદીમાં પણ ભારત,વર્ણવ્યવસ્થા અને ન્યાતબહારના ચક્કરોમાં, ફરતું જ રહે છે.
  હજારો વરસોથી ચાલી આવતા રીત રીવાજો ઘીમે ઘીમે બદલાશે જ. ઘીમે ઘીમે…અેટલે ખૂબ મોડે……જ્યારે ટેકનીકલ દુનિયા લગભગ ૫૦ વરસો આગળ જીવતી હશે.

  અમૃત હઝારી.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s