ગુજરાતી ભાષામાં પદ્યમાંથી ગદ્ય તરફની ગતિ (પી. કે. દાવડા)


આજે આપણે રોજના વ્યહવારમાં ગદ્યભાષાનો ઉપયોગ કરીએ છીએ. કવિતા તો મોટે ભાગે સાહિત્ય સંમેલનો પૂરતી વપરાય છે, અથવા ક્યારેક ગદ્ય લખાણમાં થોડી પંક્તિઓ ટાંકવામાં આવે છે. આજના સાહિત્ય સર્જનમાં પણ નિબંધ, લેખ, વાર્તા, આત્મકથા, નવલકથા, નાટકો વગેરે ગદ્ય સાહિત્યનું પ્રમાણ કવિતા, ગીત, ગઝલ, આછાંદસ વગેરે જેવા પદ્ય સાહિત્ય કરતાં ઘણું વધારે થાય છે. પુસ્તક રૂપે છપાઈને પણ ગદ્ય સાહિત્ય વધારે બહાર પડે છે. પણ જ્યારે ગુજરાતમાં છપાઈનું કામકાજ શરૂ થયું ત્યારે મોટા ભાગનું સાહિત્ય પદ્ય સાહિત્ય હતું.

ગદ્ય સાહિત્યને શરૂઆતમાં સૌથી મોટો ટેકો વર્તમાન પત્રો અને સામયિકોએ આપ્યો. સાહિત્યના ક્ષેત્રમાં વ્યવસ્થિત ધોરણે શરૂઆત નર્મદથી થઈ એવો સંશોધનકારોનો મત છે. શરૂઆતનું ગદ્ય સાહિત્ય અશુધ્ધ અને વિચિત્ર લાગે એવું હતું. જેમ જેમ શિક્ષણ વ્યવસ્થા સુધરતી ગઈ તેમ તેમ ભાષામાં સુધારો આવતો ગયો. વર્તમાન પત્રોની ભાષા પણ સુધરવા લાગી.

ભાષાના વિકાસમાં વર્તમાનપત્રોનું યોગદાન નકારી શકાય એમ નથી. ૧૮૨૨ માં ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર મુંબઈ સમાચાર પ્રગટ થયું ત્યારથી ગુજરાતી ગદ્યભાષા અને વર્તમાનપત્રોનો સંબંધ શરૂ થયો. છપાઈનું કામ તો ૧૭૮૦ થી શરૂ થઈ ગયું હતું. સમયે એક પારસીએ છાપખાનું શરૂ કરીને ગુજરાતીમાં પંચાંગ છાપેલું. અગાઉ આવું બધું હાથે લખીને થતું. આવું કામ કરનારાઓ લહિયા કહેવાતા. સમયમાં જોડાક્ષરોનો ઉપયોગ ટાળવામાં આવતો. છાપેલા સાહિત્યમાં સુધારો ખૂબ ધીમી ગતિથી થયો; એનું મુખ્ય કારણ હતું કે છપાઈનું કામકાજ મોટે ભાગે પારસીઓના હાથમાં હતું. લોકો પારસીઓ સમજી શકે એવી ભાષાનો ઉપયોગ કરતા. ૧૮૫૦ સુધી તો પારસીઓ જોડાક્ષર વાપરતા નહીં. જ્ઞાન ની જગ્યાએ ગનાન લખતા, પ્રસારક ની જગ્યાએ પરસારક લખતા. છપાઈનું કામ પારસીઓના હાથમાં હોવાથી અન્ય ગુજરાતી સાહિત્યકારો એમને ટોકતા નહીં.

૧૮૬૨ ની આસપાસ ગુજરાતીઓની માલીકીના છાપખાના શરૂ થયા, ત્યારથી ગુજરાતી ભાષામાં સુધારો શરૂ થયો. નર્મદના લખાણ અને તેમનું મુખપત્ર ડાંડીયો સમયમાં ખૂબ ધમાલ મચાવતું. અંગ્રેજી સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર પણ સમયમાં શરૂ થયું. ફારસી શબ્દોને બદલે સંસ્કૃતમાંથી આવેલા શબ્દોનો ફરી ઉપયોગ શરૂ થયો.

આજે આપણે જે મધ્યકાલીન કવિઓની કવિતાઓ અને નર્મદના સમયના અગાઉના લખાણ એમની મૂળ ભાષામાં વાંચીએ તો સમજવી પણ મુશ્કેલ થઈ જાય એમ છે. ભાષા સુધાર દરમ્યાન કેટલીક કૃતિઓ પણ મઠારવામાં આવી છે, એટલે આપણને ખૂબ આકર્ષક લાગે છે.

પી. કે. દાવડા

1 thought on “ગુજરાતી ભાષામાં પદ્યમાંથી ગદ્ય તરફની ગતિ (પી. કે. દાવડા)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s