નિવૃતિ (પી. કે. દાવડા)


નિવૃતિની સમસ્યા પેઢી દર પેઢી બદલાતી રહે છે. મારા પિતા કે દાદાના સમયમાં નિવૃતિ સહજ પ્રક્રીયા હતી, જ્યારે આજે સમસ્યા છે. આના મુખ્યત્વે ત્રણ કારણ છે.

. સરેરાશ આયુષ્ય વધ્યું છે. આજથી 0 – ૬૦ વર્ષ પહેલા સરેરાશ આયુષ્ય ૫૫ થી ૬૦ વર્ષનું હતું. ત્યારે નિવૃતિની વય ૫૮ વરસની હતી. આને લીધે કંપનીઓ અને સરકાર ઉપર પેન્શનનું ભારણ ઘણું ઓછું હતું. આજે સરેરાશ આયુષ્ય ૭૫ ની આસપાસ પહોંચ્યું છે. કેટલાક લોકો ૯૦ થી ૧૦૦ વરસની વય સુધી જીવે છે. આજે લઈને માલિકો ઉપર પેન્શનનો બોજ અતિશય વધી ગયો છે.

. કુટુંબ વ્યવસ્થામાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. ૫૦૬૦ વરસ પહેલા મોટા ભાગના કુટુંબો સંયુક્ત હતા. તમે નિવૃત થાવ પછી પણ તમે વિશાળ કુટુંબની વચ્ચે હોવાથી એકલતાનો અહેસાસ નહોતા કરતા. નિવૃતિ પછી તમે કુટુંબને લગતું કાર્ય ઉપાડી લેતા, જેથી બીજા કામ કરતા લોકોને રાહત થતી. આજે નિવૃતિ વખતે કુટુંબમાં પતિપત્ની હોય છે. અગાઉ લગ્ન બાદ દિકરીઓ ઘર છોડી જતી, આજે દિકરાઓ પણ ઘર છોડી જાય છે. આને લીધે એકલતાનો અહેસાસ વધારે થાય છે.

. અગાઉ શહેરમાં નોકરી કરતા લોકોના વતનમાં ઘર હતા. નિવૃતિ પછી વતનમાં જઈ વસવાટ કરવાથી ગામના અન્ય લોકો સાથે સમય પસાર થઈ શકતો. શહેરમાં કોઈને ફુરસદ નથી. ઘણાં વરસ વહુ દિકરાથી અલગ રહ્યા પછી, એમની સાથે રહેવા જવાનું શક્ય થતું નથી.

નિવૃતિ પછીનો સૌથી મોટો પ્રશ્ન માનસિક છે. નિવૃતિ વખતે ઘણાં લોકો ઉંચા હોદ્દા ઉપર હોય છે. એમને ખૂબ માનપાન મળતા હોવાથી એની આદત પડી જાય છે. હોદો છોડ્યા પછી એમાં ક્રમે ક્રમે ઘટાડો થતો જાય છે. ઘરમાં પણ નિવૃત માણસની કદર ઓછી થાય છે. “તમને શી ઉતાવળ છે?” પ્રશ્નનો સામનો અનેક વાર કરવો પડે છે. આને લીધે નિરાશાની શરૂઆત થાય છે.

બીજો પ્રશ્ન સમય પસાર કરવાનો છે. ૨૪ કલાકમાંથી કલાક સુવાના બાદ કર્યા પછી બાકીના ૧૬ કલાક શું કરવું? ભણતા અને કામ કરતા લોકોને તમારી સાથે ગાળવા સમય નથી. ટી. વી. , છાપું વગેરે ઓછા ગમવા લાગે છે. માણસોને મળવાની તલપ વધતી જાય છે. આને લઈને પણ નિરાશા વધતી જાય છે.

તો આનો ઉપાય શું?

શક્ય હોય તો તમે જે કામ કરતા હતા પ્રકારનું કામ ઓછું વેતન લઈને શોધી કાઢો. તમે સરકારમાં મોટા હોદ્દા ઉપરથી નિવૃત થયા હો તો વચેટિયાનું કામ કરી, તમારી ઓળખાણથી અન્ય લોકોના કામ કરાવી આપો અને વ્યાજબી વળતર મેળવો. અન્ય પ્રકારનું નાનું મોટું કામ મેળવવા કોશીશ કરો.

કોઈ સામાજીક સંસ્થામાં વગર વેતને સેવા આપો. અહીં તમારો માનમરતબો જળવાશે અને તમારો સમય પસાર થશે.

તમારી વયના અન્ય નિવૃત માણસોને શોધી કાઢો. એમની સાથે આનંદમાં સમય પસાર કરવાના કાર્યક્રમો ગોઠવો. ધર્મમાં વિશ્વાસ હોય તો નિયમિત મંદિરે જાવ, પ્રવચનોમાં જાવ.

નિવૃતિની સૌથી મોટી મુશીબત છે કે લોકો લોકો પરિસ્થિતિનો સ્વીકાર કરતા નથી. જન્મથી માંડીને મૃત્યુ સુધી, પરિસ્થિતિ સતત બદલાતી રહે છે. કોઈપણ શારીરિક કે માનસિક બદલાવ સંપૂર્ણપણે આપણને ગમે એવા હોઈ શકે. પ્રકૃતિના નિયમો અનુસાર આવેલા બદલાવનો સ્વીકાર કરવાથી ઘણી મુશ્કેલીઓ હળવી થઈ જાય છે.

પી. કે. દાવડા

3 thoughts on “નિવૃતિ (પી. કે. દાવડા)

  1. નિવૃતિ અંગે ખૂબ ચર્ચાઓ અને પ્રેરણાદાયી સુચનો મળતા રહ્યા છે ટૂંકમા સૌથી અગત્યની વાત નિવૃતિની યોજના માટે શિસ્તતા જરૂરી છે. તમારા ખર્ચ કેટલા પણ હોય તમે નિવૃત થાવ ત્યાં સુધી તમારા લક્ષ્ય માટે નિયમિત ભંડોળ પુરું પાડવું જોઈએ.

    Like

  2. very practical steps shown by you davda saheb,
    before retirement people should prepare for retirement.
    to be useful in society – using your skill and to make friends-garden friends- social circle friends of similar interest. Health related awareness – including yoga and religious activity if like to read discourses-now a days on tv- or other media. learn more to contribute so liked and valued by people- this includes volunteering in any field- honorary or with minimum remuneration.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s