૨૦૧૮ ને ભાવભીની વિદાય અને ૨૦૧૯ ને ભાવભર્યો આવકાર (પી. કે. દાવડા)


૨૦૧૮ નું વર્ષ “દાવડાનું આંગણું” માટે એક સીમાચિન્હ બની રહ્યું. અમેરિકા સ્થિત જાણીતા સાહિત્યકારોમાંથી મોટાભાગના સાહિત્યકારોનો આંગણાંને સાથ-સહકાર મળ્યો. શ્રી મધુ રાય, શ્રીમતિ પન્ના નાયક, શ્રી બાબુ સુથાર, શ્રી નટવર ગાંધી, શ્રી રાહુલ શુક્લ, શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટ અને અન્ય કવિઓ અને લેખકોની કૃતિઓ એમણે આંગણાં માટે ઉપલબ્ધ કરાવી. ૨૦૧૮ માં આંગણાંમાં આત્મકથાઓ, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધ, લેખ અને કવિતાઓને ખૂબ જ સારો આવકાર મળ્યો. લલિતકળા વિભાગમાં જગવિખ્યાત કલાકારો શ્રી જ્યોતિ ભટ્ટ, શ્રી નરેંદ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયાના સર્જનો આંગણાંના સૌભાગ્ય અને શોભા બની રહ્યા.

ભારત સ્થિત સર્જકોમાંથી શ્રી ભાગ્યેશ જહાએ ૨૦૧૮માં આંગણાંમાં પદાર્પણ કર્યું છે. ૨૦૧૯ માટે મને શ્રી જોરાવરસિંહ જાદવ, શ્રી આંબાદાન રોહડિયા અને શ્રી ઉત્કર્ષ મજમુદાર તરફથી આશ્વાશન મળ્યું છે. શ્રીમતિ ઉષા ઉપાધ્યાય એમની શિક્ષણયાત્રા સાથે આંગણાંમાં આવવાના છે. ભારતમાંથી ડો. ભરત ભગત સમાજસેવાના આયામ રજૂ કરશે. અમેરિકા સ્થિત સર્જકોમાંથી ડો. નિલેશ રાણાની વાર્તાઓ આંગણાંના મુલાકાતિઓને માણવા મળશે.

લંડન સ્થિત કેપ્ટન નરેંદ્ર ફણસે એમના ૧૯૬૫ અને ૧૯૭૧ ના યુધ્ધના અનુભવો સાથે ઉપસ્થિત થશે.

તો મિત્રો, રોજ માત્ર ૧૦ – ૧૫ મીનીટ માટે મારા આંગણાંની મુલાકાત લઈ, આંગણાંને આગળ વધવાની પ્રેરણા આપનાર બનજો.

અંતમાં ૨૦૧૮ માં મને સતત માર્ગદર્શન આપનારા આંગણાંના સલાહકારો શ્રી બાબુ સુથાર અને શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટનો ખૂબ જ આભાર માનું છું.

આપનું અને આપના આપ્તજનોનું ૨૦૧૯ નું વર્ષ આનંદમાં વ્યતિત થાય એવી શુભેચ્છા સાથે,

-પી. કે. દાવડા

9 thoughts on “૨૦૧૮ ને ભાવભીની વિદાય અને ૨૦૧૯ ને ભાવભર્યો આવકાર (પી. કે. દાવડા)

 1. સોરી, ભૂલથી આનંદપ્રદને બદલે પ્રદૂષણ પ્રિન્ટ થઈ ગયું છે તો ક્ષમા કરશો. ડીલીટ કરવાનો પ્રયત્ન કર્યો પણ થયુ નહિ.

  Liked by 1 person

 2. હેપી ન્યુયર..

  ૨૦૧૯નું..નવું વરસ સૌને માટે તંદુરસ્તી અને આનંદદાયક અને લાંબું નીવડે તેવી શુભેચ્છઓ.

  અમૃત હઝારી અને ફેમીલી તરફથી.

  Liked by 2 people

 3. ગત વર્ષે શ્રી દાવડાજીએ ”આંગણું ” ને જતન કરીને શણગાર્યું .નવા વર્ષ ૨૦૧૯ માં પણ એની શોભામાં વધારો થતો રહે એવી દિલી શુભેચ્છાઓ. નવું વર્ષ આપને દરેક રીતે મુબારક બની રહે .

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s