Reality Distortion Field (RDF)-હકીકતને મરડીને સર્જેલું વાતાવરણ (પી. કે. દાવડા)


(મારા એક શોધખોળ આધારિત લેખ સાથે ૨૦૧૮ ના વર્ષને વિદાય આપું છું. મારા શોધખોળ આધારિત લેખો માટે મારે અનેક શ્રોતો ખંગાળવા પડે છે, અને ક્યારેક તો ૪ પાનાના લેખ માટે ૪૦૦ પાનાનું વાંચન કરવું પડે છે. મિત્રોના પ્રતિભાવ ઉપરથી લાગે છે કે એમને આ પ્રકારના લેખ ગમે છે, એટલે હું સતત મહેનત કરતો રહું છું. આપ સૌને નવા વરસની શુભેચ્છાઓ સાથે આ લેખ પ્રસ્તુત કરૂં છું).

Reality Distortion Field (RDF)-હકીકતને મરડીને સર્જેલું વાતાવરણ

Reality Distortion Field (RDF) આ અંગ્રેજી શબ્દ સમૂહ Star Track નામની અંગ્રેજી ટી.વી. સિરીયલમાં વપરાયલો, પણ એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સની કાર્યપધ્ધતિએ એને ચલણી બનાવ્યો.

 Reality Distortion Field નો સાદો અર્થ છે કે માણસની એવી શક્તિ, જે બીજા લોકોને પ્રથમ દૃષ્ટીએ અશક્ય લાગતા કામને એ શક્ય છે અને સહેલું છે એ સમજાવી શકે, અને એમની પાસેથી સફળતા પુર્વક એ કામ કરાવી શકે. આના માટે હકીકતોને વળાંક આપી એની અણદેખી કરવી પડે તોય વાંધો નહીં.

આની પાછળનો સિધ્ધાંત એવો છે કે કોઈપણ માણસ પાસે બુધ્ધિ, આત્મશ્રધ્ધા, વકૃત્વકળા અને પોતાની વાતને વળગી રહેવાની શક્તિ હોય તો એ અન્ય લોકોને પોતાની વાત મનાવી શકે છે, કહો કે બધાને એ વાત માની લેવા મજબૂર કરે છે. એ સામાન્ય રીતે અશક્ય વાતને માત્ર મનાવી જ નથી લેતા પણ શક્ય કરી દેખાડે છે.

સ્ટીવ જોબ્સ હકીકતને એવો વળાંક આપતા કે અશક્ય અને અઘરૂં લાગતું કામ પણ સહેલું અને શક્ય લાગવા માંડે. આ ટેકનિકનો મૂળભૂત હેતુ લોકોને પ્રેરણા આપી પ્રોત્સાહિત કરવાનો હતો, જેથી મુશ્કેલ લક્ષ્ય સર કરવાની તાલાવેલી લાગે. સ્ટીવ જોબ્સની હાજરીમાં એના સ્ટાફના લોકો એમની પોતાની માન્યતાઓમાંથી બહાર નીકળી સ્ટીવે બતાવેલી સપનાની દુનિયામાં સરી જતા. સ્ટીવ જોબ્સની આ મનોવૃતિ એપલના ઝડપી વિકાસનું કારણ માનવામાં આવે છે, આને લીધે જ, જે સામાન્ય પરિસ્થિતિમાં ન હાંસિલ કરી શકાય એ એપલે હાંસિલ કરી દેખાડ્યું.

સ્ટીવ જોબ્સ પાસે દુરંદૄષ્ટી અને મક્કમતા આ બે ગુણ હતા જેને લઈને એ પોતાના સપના સ્ટાફને વહેંચી શકતા. સ્ટાફના લોકો એ સપનાને પોતાના સપના હોય એમ માની ને કામે લાગી જતાં, અને આમ થતાં પોતાની બધી શક્તિ અને સામર્થ્ય એ સપના સાકાર કરવામાં લગાડી દેતાં.

ટુંકમાં અશક્ય લાગતી વાતને શક્ય માની લેવી, અને બીજા લોકોને પણ આમ કરવા પ્રેરિત કરી એને શક્ય બનાવવી એટલે જ સ્ટીવ જોબ્સનું RDF.

સ્ટીવ જોબ્સનું RDF એટલે પોતાના માટે કોઈપણ સીમા બાંધવાનો ઇન્કાર, અને પોતાની વાત ખરી સાબીત કરવાની કટીબધ્ધતા. એની ડીક્ષનરીમાં અશક્ય શબ્દ માટે જગ્યા ન હતી. એમની આંતરિક તાકાતથી એ અશક્યને શક્ય કરી શકતા. એ તમારૂં Brain wash કરી, તમને પણ એમની જેમ વિચારતા કરી દેતા. આના માટે ક્યારેક સત્યને જરા મચડવું પણ પડે. એપલના વાઈસ પ્રેસિડંટ બડ ટ્રાઈબે સ્ટીવ જોબ્સ માટે આ ટર્મ અનેકવાર વાપરેલી.

મેકીન્તોશ કોમપ્યુટરને બજારમાં મૂકવાને માત્ર થોડા દિવસ જ બાકી હતા ત્યારે એક એંજીનીઅર એનું મધરબોર્ડ સ્ટીવને બતાવવા લઈ આવ્યો. એના વાયર જે રીતે દેખાતા હતા એ સ્ટીવને પસંદ ન પડ્યા. એંજીનીઅરે કહ્યું કે એ તો કેસીંગની અંદર જતું રહેશે, કોઈને ખબર નહીં પડે. સ્ટીવે કહ્યું પણ મને તો ખબર છે ને. મને આ નહી ચાલે. અને રાત દિવસ એક કરી સ્ટીવે કહ્યું એ પ્રમાણે સુધારા કરવામાં આવ્યા.

સ્ટીવ જોબ્સ માનતા કે ટેકનોલોજી સરળ હોવી જોઈએ. માત્ર ઉચ્ચ શીક્ષા પામેલા નિષ્ણાતો જ નહીં, પણ સામાન્ય માણસ વાપરી શકે એવી હોવી જોઈએ. એપલ એક સોફટવેર તૈયાર કરી રહી હતી. એની ટીમે ખૂબ મહેનત કરી, એવું સોફટવેર તૈયાર કર્યું કે માઉસની પાંચ ક્લીકમાં કામ પતી જાય. આ સોફટફેર બજારમાં મૂકવાના દિવસથી એક દિવસ પહેલા સ્ટીવને એનું ડેમો આપવામાં આવ્યું, પણ સ્ટીવને એ ન ગમ્યું. એણે કહ્યું, આપણે આ કામ માત્ર ત્રણ ક્લીકમાં થઈ શકે એવું સોફટવેર બનાવી શકીયે એમ છે. બસ ટીમ કામે લાગી ગઈ. ૨૪ કલાક કામ કર્યું, અને wow ત્રણ કલીકમાં કામ થઈ જાય એવું સોફ્ટવેર તૈયાર થઈ ગયું.

કેટલાક લોકો આને સ્ટીબ જોબ્સની ખરાબ બાજુ તરીકે ગણાવે છે. કેટલાક લોકો માને છે કે એમણે પોતાની મનોકામના પુરી કરવા જુઠ્ઠું બોલીને લોક ઉપર દબાણ લાવ્યા હતા, અને સફળ થવા લોકોને માનસિક યાતનાઓ આપી હતી. તેમ છતાં જોબ્સ લોકો પાસેથી પોતાની ઇચ્છા અનુસાર કામ લઈ શક્તા હતા, અને ખૂબ જ સાંકડી સમય સીમામાં એ કામ પુરૂં કરાવી શકવાની એમની શક્તિ હતી એ વાતમાં કોઈ બે મત નથી.

એક રીતે એ અઘરી વસ્તુઓને સાવ સહેલી છે એમ કહીને લોકોનો ભય ઓછો કરતા હતા, અને લોકોમાં એવો વિશ્વાસ પેદા કરતા હતા કે આ કામ કરી શકાય એવું છે, અને એ નિર્ધારિત સમયમાં પુરૂં કરી શકાય એમ છે. આ એમની ટીમ ઉપર આડકતરૂં દબાણ લાવવાની એમની ચાલાકી હતી.

કહેવાતું હતું સ્ટીવની હાજરીમાં હકીકત નરમ પડી જતી હતી. એ કોઈની પાસેથી પોતાની કોઈપણ વાતનો સ્વીકાર કરાવી શકતા હતા. જો કે એ હાજર ન હોય ત્યારે સ્ટાફના મનમાં સ્ટીવની વાત પ્રત્યે શંકા ઉત્પન્ન થતી, ખાસ કરીને સ્ટીવે નક્કી કરેલી સમય સીમાની બાબતમાં આવી શંકા થતી.

સ્ટીવ જોબ્સમાં પ્રતિભા પારખવાની અજોડ શક્તિ હતી. IT ઉદ્યોગમાંથી, અને વેપાર જગતમાંથી સર્વશ્રેષ્ઠ માણસોને ગમે તેમ કરી એપલમાં ખેંચી લાવતા. પેપ્સી કોલા કંપનીના CEO જોન સ્કલી કેલિફોર્નિયાના પાલોઅલ્ટૉ શહેરમાં સ્ટીવ જોબ્સની નજીકમાં રહેતા હતા. એને સીધી રીતે સમજાવત તો સ્કલી પેપ્સી છોડીને એપલમાં ન આવત. પણ જ્યારે જોબ્સે એને કહ્યું કે, “તમારે જીવનભર સાકરવાળું રંગીન પાણી વેંચવું છે કે મારી સાથે દુનિયા બદલી નાખવાના કામમાં જોડાવું છે?” આ એક વાક્યે સ્કલીના મગજનો કબ્જો લઈ લીધો, અને એ એપલ કંપનીમાં જોડાઈ ગયા. ત્યારે સ્ટીવ માત્ર ૨૫ – ૨૬ વરસના હતા.

જ્યારે આપણે હકીકત જાણતા હોઈએ અને જ્યારે કોઈ એ હકીકતને મરોડે તો સૌથી પહેલા આપણાં મનમાં આવે કે આ માણસ કહે છે એ ખોટું છે, પણ જો એ માણસ સ્ટીવ જોબ્સ જેવો હોય, અને એની પાસે એ વિષયનો અનુભવ હોય, એની પાસે સત્તા હોય તો એ આપણને convince કરી દેશે કે આપણાથી આ થઈ શકશે, અને થોડી વારમાં જ આપણે એની વાત માનવાની શરૂઆત કરી દઈએ છીએ. એના દબાણ હેઠળ આપણે આપણી બધી શક્તિઓને કેન્દ્રીત કરી, રાત દિવસ એક કરી એણે બતાવેલી દિશામાં આગળ વધી એને સાચો પુરવાર કરીએ છીએ.

કોમપ્યુટરની ભાષામાં કહું તો એ આપણા Mind ને Hack કરે છે અને એનું reprogramming કરે છે. તમે અશક્ય જણાતી વાતમાં શક્યતા શોધો છો અને તમને જવાબ મળે છે કે બધી શક્તિ અને સમય આમાં જ લગાડી દો. બસ બે જણનું કામ એક જણ કરવા લાગે તો સમય આપો આપ અરધો થઈ જાય. આત્મબળ આવતાં તમારી શક્તિઓની સીમાઓ પણ વિસ્તરે છે.

સ્ટીવ જોબ્સે તો આ Reality Distortion Field ને એટલું વિસ્તારેલું કે એમને શક્યતાની કોઈ સીમાઓ જ દેખાતી નહીં. એમને બધું જ શક્ય લાગતું. એ માનતા કે દરેક મુશ્કેલીનો હલ છે. એ એની આ દ્ર્ઢ માન્યતાનો ચેપ બીજા લોકોને પણ લગાડી શકતા. સ્ટીવમાં તીવ્ર જીજ્ઞાશા અને દુનિયા બદલી નાખવાની ધૂન હતી. સ્ટીવ જોબ્સ કહેતા કે મારે બ્રહ્માંડમાં ગોબો પાડવો છે. (I want to ‘put a dent in the universe.) અને આમ કરવા જે કરવું પડે એ કરવા હું તૈયાર છું. સ્ટીવ સાથે કામ કરવું બહુ અઘરૂં હતું.

હકીકતમાં દુનિયાના ઘણાં મહાન નેતાઓએ આવું કર્યું હતું, અને હજીએ કરે છે. હીટલરના નાઝી પક્ષે ૫૦ લાખ યહુદીઓને મારી નાખ્યા હતા. ગાંધીજીનું “કરેંગે યા મરેંગે” સુત્ર પણ એક પ્રકારનું RDF હતું.

-પી. કે. દાવડા

3 thoughts on “Reality Distortion Field (RDF)-હકીકતને મરડીને સર્જેલું વાતાવરણ (પી. કે. દાવડા)

 1. સ્ટીવ જોબ્સમાટે દાવડા સાહેબે જે લખ્યું તે ગમ્યું.
  દાવડા સાહેબે મારા મગજને હેક કરી લીઘું છે.
  સ્ટીવ જોબ્સની નોકરીમાં સીલેક્ટ થયેલાઓ પણ અેટલા જ કોમ્પીટન્ટ હોવા જોઇએ અને એટલે જ તેઓ સ્ટીવન દબાણને સમજીને સફળતાપૂર્વકના રીઝલ્ટ આપતાં. સ્ટીવ, જાણે કે એક પી.અેચ.ડીના ગાઇડ….તેમના સજેશનો ખરાં જ હોવા જોઇઅે…અને કા ચાલુ…સફળતા મેળવી નેજ જંપે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. ‘સ્ટીવ જોબ્સ કહેતા કે મારે બ્રહ્માંડમાં ગોબો પાડવો છે. (I want to ‘put a dent in the universe.) અને આમ કરવા જે કરવું પડે એ કરવા હું તૈયાર છું. ‘ વાત સફળ થાત તો ઘણું નવુ જાણવા મળતે

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s