(આંગણાંની શરૂઆતથી જ બહેન સરયૂ પરીખનો આંગણાંને સાથ-સહકાર મળી રહ્યા છે. આજે તેમણે લલિતકળા વિભાગ માટે મોકલેલો સચિત્ર લેખ, લલિતકળા વિભાગમાં એક નવો વિષય ઉમેરે છે. ભારતના દરેક પ્રદેશમાં આંગણાંમાં રંગોળી દોરવાની પ્રથા છે. આજે મારા આંગણાંમાં રંગોળી લઈ આવવા બદલ સરયૂબહેનનો ખૂબ આભાર –સંપાદક)
વહેલી સવારમાં, તેમના વડોદરાના આંગણામાં રંગોળી કરી તેનો ફોટો પાડી, અનેક રંગોળી રસિકો સાથે લ્હાણી કરવાનો રોજનો નિયમ ઈલાબેને બહુ વર્ષોથી ચાલુ કર્યો છે. શિશુવિહાર, ભાવનગરના માનનિય માનભાઈ ભટ્ટના દીકરી, પદ્મશ્રી ડો.મુનિભાઈના પત્ની અને કલાકાર જ્યોતિભાઈના બહેનનો આજે એક અલગ પરિચય કરાવું..
ઈલાબેન ચીરોડી લઈ ગ્રેનાઈટ્ના ઓટલા પર આંગળીઓના ટેરવાથી કલાત્મક રંગોળી કરે છે. સવારના સમયની વ્યસ્તતા વચ્ચે પણ ઇલાબહેનના કુશળ હાથ ત્વરિત અને સ્થિરતાથી લયબધ્ધ ગતિથી રંગોને આકાર આપે છે.. ત્યારબાદ રંગોળી પ્રિયકરોને વોટ્સેપમાં મોકલીને કેટલાય લોકોના મુખ ઉપર સ્મિત લાવે છે. હાલમાં જ ઈલાબેને તેમનો સિત્તેરમો જન્મદિવસ કીર્તિમંદિરમાં, તેમના પુત્ર અર્જુનસિંહ દ્વારા આયોજીત રંગોળી પ્રદર્શનમાં, કલાકરોને આમંત્રણ આપી, રંગીન વાતાવરણમાં ઉજવ્યો હતો. મારા ભાભી ઈલાબહેનની વિશિષ્ટ કલાનો પરિચય આંગણાંમાં મૂકતાં આનંદ અનુભવું છું.
અહીં ઈલાબહેનની સેંકડો રંગોળીઓમાંથી થોડી રંગોળીઓના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે. (સરયૂ પરીખ)
તાજા પાંદડાં તથા ફૂલોથી બનાવેલ રંગોળી, જે રીતની રંગોળી તેમના માતા સ્વ.હીરાબહેન રોજ બનાવતા.
બહુ જ સરસ રંગોળી . ગમી.
LikeLiked by 2 people
It is beautiful… beautiful…
LikeLiked by 1 person
ખુબ સુંદર.
LikeLiked by 1 person
અરે વાહ ! ખરેખર મન પ્રફુલ્લિત થઇ જાય તેવી સુંદર , સહજ સરળ લાગતી, માત્ર બે ત્રણ રંગોની મેળવણીથી રચેલી રંગોળીઓ જોતાં દિલ ખુશ થઇ ગયું ! ને પેલી ફૂલ પાંદડીઓની રંગોળીઓથી તો જાણેકે તન મન ડોલી ઊઠ્યાં !! કેવાં સરસ આઈડિયાથી કુદરત સાથે તાદાત્મ્ય સાધ્યું છે !! Very nice!
LikeLiked by 2 people
સુંદર રંગોળી
LikeLiked by 1 person
આવી સરસ રંગોળીના ફોટા અમારા whatsapp પર નિયમિત મેળવવા અમારે શું કરવું રહે છે ? માર્ગદર્શન આપવા વિનંતી છે.
LikeLike
અતી સુંદર રંગોળી.
LikeLiked by 1 person
ઇલાબેન ના વ્યક્તિત્વ વિષે જાણવાની અને સાથે રંગબેરંગી રંગોળીઓ ની છબીઓ જોવાની મજા આવી. ઇલાબેન ને અને તેમની આગવી કલા વિષે સરસ લેખ બદલ સર્યુબેન ને પણ અભિનંદન
LikeLiked by 1 person
મિત્રો, આપના પ્રતિભાવ માટે ઈલાબેન અને મારા તરફથી, આનંદ સાથ આભાર. સરયૂ
LikeLike
Very very beautiful, congratulation.
LikeLiked by 1 person
સુંદર અતિસુંદર! વારંવાર જોવાનું મન થાય એવી તરસ લગાવી દીધી આ રંગોળીઓએ!
LikeLike