(૫) તૈયબ મહેતા
તૈયબ મહેતાનું આ અતિ પ્રસિધ્ધ ચિત્ર “મહિષાસુર” છે. આ કોઈપણ ભારતીય ચિત્રકારનું પ્રથમ ચિત્ર છે કે જે ૨૦૦૫ માં ક્રીસ્ટીના લીલામમાં પંદર લાખ ડોલરથી પણ વધારે કીમતમાં વેંચાયું હતું. તૈયબ મહેતાએ પૌરાણિક પ્રસંગને બ્રસના શક્તિશાળી સ્ટ્રોકસથી અને સંદેશ આપતા રંગોથી મૂર્ત કરી, કલાજગતમાં ખળભળાત મચાવી દીધો.